શોધખોળ કરો
Advertisement
નિવૃત્ત IPS સતિશ શર્માના ખાતામાંથી અજાણ્યા શખ્સે કેટલા રૂપિયા ઉપાડી લીધા? જાણો વિગત
રિટાયર પોલીસ કમિશનર સતીશ શર્માનું ગાંધીનગરની એસબીઆઈ બેંકમાં એકાઉન્ટ છે. નિવૃત્ત સીપીએ આવું કોઈ ટ્રાન્ઝેક્શન કર્યું ન હોવા છતાં ખાતામાંથી રૂપિયા 4,899 રૂપિયા ઊપડી ગયા.
સુરત: ભારતમાં જ્યારથી ડિજીટલ થયું છે ત્યારેથી ફ્રોડના કેસ વધી ગયા હતાં. ત્યારે રિટાયર પોલીસ કમિશનર સતિશ શર્માના ખાતામાંથી રૂપિયા 4,899 ઊપડી જતાં મામલો સાયબર ક્રાઈમમાં પહોંચ્યો હતો. જેમાં ખુદ રિટાયર પોલીસ કમિશનરે ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પીપલોદ ઝીંઝર હોટલની સામે ફોર સીઝન્સમાં રહેતા રિટાયર પોલીસ કમિશનર સતીશ શર્માનું ગાંધીનગરની એસબીઆઈ બેંકમાં એકાઉન્ટ છે. 26મી તારીખે સવારે 7.45 વાગ્યે તેમના મોબાઈલ પર એક મેસેજ આવ્યો હતો. મેસેજમાં એસબીઆઇ ડો.કાર્ડ એક્સ 412 યુઝસ ફોર 4899 લખ્યું હતું. નિવૃત્ત સીપીએ આવું કોઈ ટ્રાન્ઝેક્શન કર્યું ન હોવા છતાં ખાતામાંથી રૂપિયા 4,899 રૂપિયા ઊપડી ગયા હતા.
અજાણ્યા શખ્સોએ રિટાયર પોલીસ કમિશનરનો ડેબિટ કાર્ડ નંબર અને પાસવર્ડ ચોરી કરી ડેબિટ કાર્ડમાંથી રૂપિયા 4,899નું ટ્રાન્ઝેક્શન કર્યું હતું. ચાર મહિના પહેલાં પોલીસ કમિશનર સતીશ શર્મા સુરતથી રિટાયર થઈને સુરતમાં સ્થાયી થયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion