શોધખોળ કરો

Crime News: 2 દિવસ પહેલા મળેલી મહિલાના મૃતદેહ મુદ્દે થયો મોટો ખુલાસો, કેસમાં આવ્યો નવો વળાંક

સુરત નજીક બાવડીયા જંગલમાંથી 2 દિવસ પહેલા મહિલાનો મૃતદેહ મળ્યો હતો. આ કેસમાં પીએમ રિપોર્ટ બાદ એક નવો ખુલાશો થયો છે.

Crime News:સુરત નજીક બાવડીયા જંગલમાંથી  2 દિવસ પહેલા મહિલાનો મૃતદેહ મળ્યો હતો. આ કેસમાં પીએમ રિપોર્ટ બાદ એક નવો ખુલાશો થયો છે. 

સુરત નજીક બાવડીયા જંગલમાંથી  2 દિવસ પહેલા મહિલાનો મૃતદેહ મળ્યો હતો. અજાણી મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઇ જવાયો હતો. પીએમ રિપોર્ટ આવ્યા બાદ અનેક ખુલાસા થાય છે. જે મુજબ મહિલાને કોઇ બોથડ પદાર્થ મારીને હત્યા કરાઇ હતી. તેમજ મૃતક મહિલા પ્રેગન્ન્ટ હોવાનું પણ સામે આવ્યું છે. મહિલાને 6 મહિનાનો ગર્ભ હતો. મહિલાના શરીર પર ટેટુ પણ જોવા મળ્યું હતું. મહિલાના પરિવારની હજું સુધી કોઇ ભાળ નથી મળી. જેથી તેની ઓળખ નથી થઇ શકી. મહિલાની ઉંમર 30થી 35 વર્ષની હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. મહિલાનો મૃતદેહ સુરત નજીક નવસારી મેઇન રોડથી થોડે દૂર બાવડિયાના જંગલમાંથી મળ્યો હતો. સચિન પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

દેવાયત ખવડે જેલમાંથી બહાર આવતા જાણો શું આપી પ્રથમ પ્રતિક્રિયા

રાજકોટ:  દેવાયત ખવડ અંતે 72 દિવસ બાદ જેલમુક્ત થયો છે.  મયુરસિંહ રાણા પર હુમલો કરવાના કેસમાં દેવાયત ખવડ રાજકોટની મધ્યસ્થ જેલમાં બંધ હતો.  આખરે હાઇકોર્ટ દ્વારા રાજકોટમાં છ મહિના સુધી પ્રવેશ ન કરવાની શરતે જામીન આપવામાં આવ્યા છે.  

જેલમાંથી બહાર આવ્યા બાદ સૌપ્રથમ તેણે જેલના પંટાગણમાં આવેલા માતાજીના મંદિરે શીશ ઝૂકાવ્યું હતું. ગત સાતમી ડિસેમ્બરે દેવાયત ખવડ સહિતના વ્યક્તિઓએ મયુરસિંહ રાણા ઉપર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સર્વેશ્વર ચોક નજીક હુમલો કર્યો હતો. જે અંતર્ગત દેવાયત ખવડ સહિત ત્રણ આરોપીઓ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશન મથકમાં આઇપીસીની કલમ 307 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ત્યારે જેલમાંથી મુક્તિ મેળવવા બાબતે દેવાયત ખવડ દ્વારા હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જે અંતર્ગત આજરોજ હાઇકોર્ટ દ્વારા દેવાયત ખવડને છ માસ સુધી રાજકોટમાં પ્રવેશ ન કરવાની શરત સાથે જામીન આપ્યા છે.

શાયરાના અંદાઝમાં વાતચીત 

દેવાયત ખવડ જેલમાંથી બહાર આવતા મીડિયા સાથેની વાતચીત કરતા તેને સૌપ્રથમ પોતાના અઢારે વર્ણના ચાહક વર્ગ તેમજ માતાજીનો આભાર માન્યો હતો.  ત્યારબાદ અમૃત ઘાયલની રચનાથી તેને મીડિયા સાથે પોતાની વાતચીત શરૂ કરી હતી. અમૃત ઘાયલની રચના કહેતા તેણે શેર કહ્યો હતો કે, ‘જેમની સંસારમાં વસમી સફર હોતી નથી, તેમને શું છે જિંદગી તેની ખબર હોતી નથી’.

જુનિયર ક્લાર્કની મોકુફ રખાયેલી પરીક્ષા 9 એપ્રિલે લેવાશે

જુનિયર ક્લાર્કની મોકુફ રખાયેલી પરીક્ષા 9 એપ્રિલે લેવાશે.  ગુજરાત પંચાયત પસંદગી મંડળે સત્તાવાર જાહેરાત કરી છે. જુનિયર ક્લાર્કની પરીક્ષાને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. પંચાયત સેવા પસંદગી બોર્ડ જુનિયર ક્લાર્કની લેખિત પરીક્ષા 9 એપ્રિલના રોજ યોજશે. ત્યારે પૂરતા પરીક્ષા કેન્દ્રો ઉપલબ્ધ છે કે કેમ તેની વિગતો જિલ્લાઓ પાસેથી મંગાવવામાં આવી હતી જે બાદ પરીક્ષાની ફાઈનલ તારીખ જાહેર કરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Switzerland: સ્વિઝરલેન્ડના ક્રાંસ મોન્ટાનાના બારમાં ભીષણ વિસ્ફોટ, અનેક લોકોના મોત
Switzerland: સ્વિઝરલેન્ડના ક્રાંસ મોન્ટાનાના બારમાં ભીષણ વિસ્ફોટ, અનેક લોકોના મોત
Flower Show Ahmedabad: મુખ્યમંત્રીના હસ્તે ફ્લાવર શોનો પ્રારંભ,12 વર્ષથી નાના બાળકો-દિવ્યાંગો માટે પ્રવેશ ફ્રી
Flower Show Ahmedabad: મુખ્યમંત્રીના હસ્તે ફ્લાવર શોનો પ્રારંભ,12 વર્ષથી નાના બાળકો-દિવ્યાંગો માટે પ્રવેશ ફ્રી
GSRTC: આજથી એસટીની સવારી થઈ મોંઘી, જાણો બસના ભાડામાં કેટલો કરાયો વધારો?
GSRTC: આજથી એસટીની સવારી થઈ મોંઘી, જાણો બસના ભાડામાં કેટલો કરાયો વધારો?
Flight Attendant Rules: ફ્લાઈટમાં એર હોસ્ટેસ નથી કરી શકતી આ કામ, નિયમોના ભંગ બદલ થાય છે કાર્યવાહી
Flight Attendant Rules: ફ્લાઈટમાં એર હોસ્ટેસ નથી કરી શકતી આ કામ, નિયમોના ભંગ બદલ થાય છે કાર્યવાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજ્યના જ્વેલર્સ લૂંટાતા બચ્યા
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં પોલીસનું ઢીશૂમ-ઢીશૂમ
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં કેમ આક્રોશિત થઈ કુદરત ?
Gujarat Unseasonal Rain : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો કમોસમી વરસાદ ?
Gujarat New In-charge DGP Dr KLN Rao : ગુજરાતના નવા ઇન્ચાર્જ DGP બન્યા ડો. કે.એલ. એન. રાવ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Switzerland: સ્વિઝરલેન્ડના ક્રાંસ મોન્ટાનાના બારમાં ભીષણ વિસ્ફોટ, અનેક લોકોના મોત
Switzerland: સ્વિઝરલેન્ડના ક્રાંસ મોન્ટાનાના બારમાં ભીષણ વિસ્ફોટ, અનેક લોકોના મોત
Flower Show Ahmedabad: મુખ્યમંત્રીના હસ્તે ફ્લાવર શોનો પ્રારંભ,12 વર્ષથી નાના બાળકો-દિવ્યાંગો માટે પ્રવેશ ફ્રી
Flower Show Ahmedabad: મુખ્યમંત્રીના હસ્તે ફ્લાવર શોનો પ્રારંભ,12 વર્ષથી નાના બાળકો-દિવ્યાંગો માટે પ્રવેશ ફ્રી
GSRTC: આજથી એસટીની સવારી થઈ મોંઘી, જાણો બસના ભાડામાં કેટલો કરાયો વધારો?
GSRTC: આજથી એસટીની સવારી થઈ મોંઘી, જાણો બસના ભાડામાં કેટલો કરાયો વધારો?
Flight Attendant Rules: ફ્લાઈટમાં એર હોસ્ટેસ નથી કરી શકતી આ કામ, નિયમોના ભંગ બદલ થાય છે કાર્યવાહી
Flight Attendant Rules: ફ્લાઈટમાં એર હોસ્ટેસ નથી કરી શકતી આ કામ, નિયમોના ભંગ બદલ થાય છે કાર્યવાહી
થાઈલેન્ડમાં નવા વર્ષની ઉજવણી કરતો જોવા મળ્યો MS Dhoni, પુત્રી ઝીવાના લુકે ચોંકાવ્યા
થાઈલેન્ડમાં નવા વર્ષની ઉજવણી કરતો જોવા મળ્યો MS Dhoni, પુત્રી ઝીવાના લુકે ચોંકાવ્યા
Premanand Maharaj Video: પ્રેમાનંદ મહારાજે જણાવ્યું કેવી રીતે કરવી જોઈએ 2026 ના પહેલા દિવસની ઉજવણી
Premanand Maharaj Video: પ્રેમાનંદ મહારાજે જણાવ્યું કેવી રીતે કરવી જોઈએ 2026 ના પહેલા દિવસની ઉજવણી
દેશમાં કેટલા પ્રકારના છે રેલવે સ્ટેશન? જંક્શન-સેન્ટ્રલ સિવાય અન્ય વિશે પણ જાણો
દેશમાં કેટલા પ્રકારના છે રેલવે સ્ટેશન? જંક્શન-સેન્ટ્રલ સિવાય અન્ય વિશે પણ જાણો
Unseasonal rain: સુરત જિલ્લાના વાતાવરણમાં પલટો, રાજ્યમાં આજે પણ માવઠાની આગાહી
Unseasonal rain: સુરત જિલ્લાના વાતાવરણમાં પલટો, રાજ્યમાં આજે પણ માવઠાની આગાહી
Embed widget