Valsad : પતિએ યુવતી સાથે વારંવાર પરાણે માણ્યું શરીરસુખ; પત્નીએ અશ્લીલ વીડિયો વાયરલ કરવાની આપી ધમકી ને...
વાપીના સલવાવ ખાતે રહેતા પરિણીત મુસ્લિમ યુવકે પોતે હિન્દુ હોવાનું તેમજ પાલક માતા પિતા મુસ્લિમ હોવાનું જણાવી હિંદુ યુવતીને પ્રેમ જળમાં ફસાવી હતી.લગ્નની લાલચ આપીને વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા.
વલસાડઃ જિલ્લામાં ફરી એક ચકચારી કિસ્સો સામે આવ્યો છે. વિધર્મી પતિ પત્નીએ એક હિંદુ યુવતીને બદનામ કરવાની ધમકી આપી ફસાવી હોવાની ઘટના સામે આવતાં સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. વસીમ મન્સૂરીએ હિન્દુ યુવતીને લગ્નની લાલચ આપી અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું. જ્યારે વસીમની પત્ની સબનમ મન્સૂરીએ પણ પીડિતાનો નગ્ન વિડીયો તેના માતાપિતાને મોકલી બદનામ કરવાની ધમકી આપી હતી. વલસાડ સાઇબર પોલીસે આરોપી વિધર્મી પતિ પત્નીની ધરપકડ કરી છે.
આ અંગેની વિગતો એવી છે કે, વાપીના સલવાવ ખાતે રહેતા પરિણીત મુસ્લિમ યુવકે પોતે હિન્દુ હોવાનું તેમજ તેના પાલક માતા પિતા મુસ્લિમ હોવાનું જણાવી હિંદુ યુવતીને પ્રેમ જળમાં ફસાવી હતી. યુવતીને લગ્નની લાલચ આપીને પરાણે વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા.
એટલું જ નહીં, યુવકે તેનો અશ્લિલ વીડિયો સોશિયલ મીડિયાના માધ્યમથી યુવતીને મોકલી, યુવતીને પણ તેનો અશ્લિલ વીડિયો મોકલવા દબાણ કર્યું હતું. જોકે, યુવતીએ ઇનકાર કરતાં યુવકે મરી જવાની ધમકી આપતાં અંતે યુવતીએ પોતાનો નિર્વસ્ત્ર હાલતમાં વીડિયો મોકલ્યો હતો. આ વીડિયો તેના માતા પિતાને મોકલવાની ધમકી પત્ની દ્વારા અપાવી શારીરિક સંબંધ બાંધવા દબાણ કરાવતો હતો.
આ બધાથી કંટાળી યુવતીએ સાઇબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા યુવક અને તેની પત્નીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે મુસ્લિમ યુવક અને તેની પત્નીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.
Bharuch : યુવતીની હત્યાનું રહસ્ય ઘેરાયું, શકમંદ પતિની મળી આવી લાશ
ભરુચઃ શહેરના મહાવીર નગરમાં ખૂદ પતિએ જ પત્નીની પાવડાના ઘા મારીને હત્યા કરવાની ઘટનામાં નવો વળાંક આવ્યો છે. પત્નીની હત્યાના બીજા દવિસે પતિની તળાવમાંથી લાશ મળી આવી છે. ત્યારે હવે પત્નીની હત્યા પછી પતિએ આત્મહત્યા કરી કે પછી અન્ય રીતે મોત થયું તેને લઈને રહસ્ય ઘેરાયું છે.
નોંધનીય છે કે, બુધવારે રાતે પતિએ પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખીને પત્નીની હત્યા કરી નાંખી હતી. હવે માતા-પિતાના મોતથી 3 દીકરીઓ નોંધારી બની છે. આ પરિવાર હજુ થોડા દિવસ પહેલા જ મહાવીરનગરમાં રહેવા આવ્યો હતો. મૂળ કરજણના અને થોડા દિવસથી ભરુચના મહાવીરનગરમાં રહેતા પરિવારમાં પતિ રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. યુવકે 12 વર્ષ પહેલા લગ્ન કર્યા હતા અને લગ્ન સંબંધથી તેમને 3 દીકરીઓ છે. લગ્ન પછી તેઓ ભરુચ રહેવા આવી ગયા હતા. જોકે, પતિ પહેલાથી જ શંકાશીલ સ્વભાવનો હોવાથી પત્નીને ઘરની બહાર જવા પર પ્રતિબંધ લગાવેલો હતો અને કોઈ સાથે વાતચીત ન કરવા પણ પત્નીને સૂચના આપેલી હતી.
આમ છતાં પણ પત્નીના અન્ય યુવક સાથે આડાસંબંધની શંકા રાખી પત્ની સાથે મારઝૂડ કરતો હતો. ત્યારે ગત રમજાન માસમાં પત્નીને માર મારતાં ભાઈ બહેન અને ત્રણેય ભાણીને ઘરે લઈ આવ્યો હતો. આ પછી સમજાવટ થતાં ફરીથી તમામને પતિ સાથે મોકલ્યા હતા.
તેમજ તેઓ થોડા સમય પહેલા મહાવીરનગર ખાતે રહેવા આવ્યા હતા. દરમિયાન ગત બુધવારે રાતે પતિ-પત્ની વચ્ચે ફરી આડાસંબંધની શંકાને પગલે ઝઘડો થયો હતો. આ સમયે પતિએ ઉશ્કેરાઇને પત્નીના માથામાં પાવડાના ઘા મારતાં તેનું મોત નીપજ્યું હતું. પત્નીનું મોત થતાં પતિ ફરાર થઈ ગયો હતો. આ અંગે પોલીસ ફરિયાદ થતાં પોલીસ આરોપી પતિ સામે ગુનો નોંધીને તેની શોધખોળ હાથ ધરી હતી. જોકે, હવે શકમંદ પતિની લાશ મળી આવતાં હત્યાનું રહસ્યું ઘુંટાઇ રહ્યું છે.