શોધખોળ કરો

PNB Bank Scam: દેશના ચર્ચિત PNB બેંક કૌભાંડમાં સુરતના જાણીતા ઉદ્યોગપતિનું નામ આવ્યું સામે, મેહુલ ચોકસી સાથે મળીને આચર્યું ફ્રોડ

સુરત: દેશના સૌથી ચર્ચિત પીએનબી બેન્ક કૌભાંડમાં સુરત કનેક્શન સામે આવ્યું છે. ઉદ્યોગપતિ વસંત ગજેરાએ મેહુલ ચોકસી સાથે મળી ફ્રોડ કર્યું હોવાની વાત સામે આવી છે.

સુરત: દેશના સૌથી ચર્ચિત પીએનબી બેન્ક કૌભાંડમાં સુરત કનેક્શન સામે આવ્યું છે. ઉદ્યોગપતિ વસંત ગજેરાએ મેહુલ ચોકસી સાથે મળી ફ્રોડ કર્યું હોવાની વાત સામે આવી છે. મેહુલ ચોકસીના ગુન્હામાં વસંત ગજેરા 6 નંબરના આરોપી હોવાનું બહાર આવ્યું છે. વસંત ગજેરાના ભત્રીજા રાકેશ ગજેરાએ પણ મેહુલ ચોકસી સાથે 20 કરોડનું ટ્રાન્જેક્શન કર્યું હોવાનું બહાર આવ્યું છે. તમને જણાવી દઈએ કે, સુરતમાં એક જમીન કેસમાં કોર્ટમાં સુનવણી દરમ્યાન આ ખુલાસો થયો હતો. ફરિયાદી પક્ષના વકીલ શૈલેષ પટેલે કોર્ટમાં પુરાવા રજૂ કરી ખુલાસો કર્યો હતો.

ફરિયાદી પક્ષના વકીલ શૈલેષ પટેલે  PNB બેન્ક કૌભાંડમાં વસંત ગજેરા 6 નમ્બરનો આરોપી હોવાનું જણાવ્યું હતું. હાલ આ કેસ સી.બી.આઇ તપાસ કરી રહી છે. સુરતના વેસુ વિસ્તારમાં વસંત ગજેરા પર થયેલા જમીન કેસમાં તારીખ પર કોર્ટમાં હાજર ન રહેવા અરજી કરી હતી. દેશમાં બેન્કનું સૌથી મોટા કૌભાંડ કેસમાં આરોપીની કોર્ટમાં તારીખ પર કોર્ટમાં હાજર ન રહેવા અરજી કોર્ટે ફગાવી હતી.

કોરોનાની આશંકા વચ્ચે રાજ્યની હોસ્પિટલો સજ્જ

ચીન સહિત સમગ્ર દુનિયામાં કોરોના વાયરસના કહેરના કારણે ગુજરાત સરકાર પણ સક્રીય બની છે. કોરોના સંક્રમણની આશંકા વચ્ચે રાજ્યની હોસ્પિટલો સજ્જ થઈ રહી છે.  સોલા સિવિલ હોસ્પિટલમાં અત્યારથી જ કોવિડ વૉર્ડ કાર્યરત કરી દેવાયો છે. હાલ પ્રાથમિક તબક્કામાં 56 બેડનો કૉવિડ વૉર્ડ તૈયાર કરાયો છે.  જે પૈકી શંકાસ્પદ અને પોઝિટિવ દર્દી માટે 20-20 બેડ જ્યારે 16 ICU બેડ કાર્યરત કરાયા છે. હાલ કોરોના સંક્રમણ નિયંત્રણમાં છે. જોકે સાવચેતીના ભાગરૂપે પ્રશાસને કોવિડ વૉર્ડ ઉપરાંત જરૂરી દવાઓનો સ્ટોક કરી લેવાયો છે. તો હોસ્પિટલ સ્ટાફને સ્ટેન્ડ બાય રહેવાના આદેશ કરી દેવાયા છે.

વડોદરામાં પણ ગોત્રી ખાતે આવેલી GMERS હોસ્પિટલમાં 10 બેડનો કૉવિડ વૉર્ડ કાર્યરત કરી દેવાયો. તો આવનારા દિવસોમાં 70થી 100 બેડનો કૉવિડ વૉર્ડ શરૂ કરાશે.  આ ઉપરાંત ગોત્રી હોસ્પિટલ્સ ખાતે 10 ઓક્સિજન પ્લાન્ટ ઉભા કરાયા છે. જે પૈકી આઠ પ્લાન્ટ કાર્યરત છે. જ્યારે બે પ્લાન્ટ મેઈન્ટેનન્સ હેઠળ છે.  તો હાલ આરોગ્ય વિભાગે ગોત્રી હોસ્પિટલ અને સયાજી હોસ્પિટલમાં કોવિડના ટેસ્ટિંગ અને બુસ્ટર ડોઝ આપવાની કામગીરી પણ શરૂ કરી દીધી છે.

ભાવનગર મહાપાલિકાના કમિશનર વી.એન. ઉપાધ્યાય અને સિવિલ સર્જન બ્રહ્મભટ્ટ આજે સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં સિવિલ હોસ્પિટલમાં ઉભા કરાયેલા ઓક્સિજન પ્લાન્ટની પણ મુલાકાત કરી હતી.  ભાવનગર સિવિલમાં દર મીનિટે 2 હજાર લીટર ઓક્સિજન ઉત્પન્ન કરતો ઓક્સિજન પ્લાન્ટ છે. તો દૈનિક કોરોના ટેસ્ટિંગની સંખ્યા 500થી વધારીને 1 હજાર કરવાની સૂચના આપી છે. તો કોરોનાના સંક્રમણની ભીતિ વચ્ચે બનાસકાંઠામાં જિલ્લામાં બેદરકારી સામે આવી છે. વડગામ તાલુકાના છાપીમાં આવેલો સૌથી મોટો ઓક્સિજન પ્લાન્ટ બંધ હાલતમાં જોવા મળ્યો હતો.

સુરત મનપાના રાંદેર ઝોનમાં ડેપ્યુટી કમિશનર આશિષ નાયકની ઉપસ્થિતિમાં આરોગ્ય વિભાગ તથા નિષ્ણાંત તબીબોની બેઠક બોલાવાઈ હતી. જેમાં અડાજણ, પાલ, વેસુ અને પાંડેસરામાં 50-50 બેડની ચાર હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે. તો હોસ્પિટલમાં ઓક્સિજન બેડ, જરૂરી દવા અને ઈંજેકશનનો જથ્થો ઉપલબ્ધ કરવાના પણ આદેશ અપાયા તો આરોગ્ય વિભાગને ફરીથી કોરોના ટેસ્ટિંગ પર ભાર મૂકવા તાકીદ કરવામાં આવી છે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશનને લોકોને સતર્ક રહેવા અપીલ કરી છે. કોવિડના વધતા સંક્રમણ વચ્ચે IMAએ લોકોને અપીલ કરી કે જાહેર સ્થળો પર ફરજીયાત માસ્ક પહેરો. IMAએ આંતરરાષ્ટ્રીય ટ્રાવેલ શક્ય હોય ત્યાં સુધી ટાળવા અને બુસ્ટર ડોઝ સમયસર લઈ લેવા અપીલ કરી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ | બરબાદીનું માવઠુંHun To Bolish : હું તો બોલીશ | ગોતી લો... ઠગ ટોળકીAhmedabad Accident : અમદાવાદના દાણીલીમડામાં12 વર્ષીય બાળકનું આઇસર નીચે આવી જતાં મોતGas Geyser : ગેસ ગિઝરને કારણે ગુંગળાઇ જવાથી કિશોરીનું મોત, શું હોઈ શકે કારણ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
નવા વર્ષમાં લાગૂ થશે EPFOના 5 નવા નિયમો, જાણો કર્મચારીઓને આ નિયમોથી કેટલો ફાયદો થશે
નવા વર્ષમાં લાગૂ થશે EPFOના 5 નવા નિયમો, જાણો કર્મચારીઓને આ નિયમોથી કેટલો ફાયદો થશે
Ahmedabad:  અચાનક
Ahmedabad: અચાનક "કાંકરિયા કાર્નિવલ 2024" સંપૂર્ણપણે કરવામાં આવ્યો રદ, જાણો કેમ લેવામાં આવ્યો આ નિર્ણય
Vijay Hazare Trophy: શાર્દુલ ઠાકુરની ટીમે કર્યો કમાલ, ફક્ત 33 બોલમાં જીતી લીધી 50 ઓવરની મેચ
Vijay Hazare Trophy: શાર્દુલ ઠાકુરની ટીમે કર્યો કમાલ, ફક્ત 33 બોલમાં જીતી લીધી 50 ઓવરની મેચ
Manmohan Singh Death: પૂર્વ PM મનમોહન સિંહના શનિવારે રાજઘાટ પર થશે અંતિમ સંસ્કાર, વડાપ્રધાન-રાષ્ટ્રપતિએ આપી શ્રદ્ધાંજલિ
Manmohan Singh Death: પૂર્વ PM મનમોહન સિંહના શનિવારે રાજઘાટ પર થશે અંતિમ સંસ્કાર, વડાપ્રધાન-રાષ્ટ્રપતિએ આપી શ્રદ્ધાંજલિ
Embed widget