શોધખોળ કરો
Advertisement
ગુજરાતના આ શહેરમાં કન્ટેન્મેન્ટ ઝોનમાં ભરાઈ શાકમાર્કેટ, પછી શું થયું? જાણો વિગત
અંકલેશ્વરના કન્ટેન્મેન્ટ ઝોનમાં શાકમાર્કેટ ભરાઈ.શાક માર્કેટમાં લોકો પણ બિંદાસ્ત ખરીદી કરતા જોવા મળ્યા હતા.
ભરૂચઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે હવે દક્ષિણ ગુજરાતમાં કોરોના વકરી રહ્યો છે. ત્યારે અંકલેશ્વરના કન્ટેન્મેન્ટ ઝોનમાં શાકમાર્કેટ ભરાઈ હોવાના સમાચાર સામે આવ્યા છે. કન્ટેન્મેન્ટ ઝોનમાં ભરાયેલી શાક માર્કેટમાં લોકો પણ બિંદાસ્ત ખરીદી કરતા જોવા મળ્યા હતા.
જોકે, આ અંગે નગર પાલિકાના જાણ થતાં શાકમાર્કેટ બંધ કરાવમાં આવી હતી. શહેરના ચૌટા બજાર ખાતે જૂની શાકમાર્કેટમાં લોકો બિન્દાસ આવાગમન કરી ગયા. કન્ટેન્મેન્ટ ઝોનમાં શાકમાર્કેટ ભરાયા બાદ પાલિકા તંત્ર સફાળું જાગ્યું હતું અને બંદોબસ્ત માટે પોલીસને જાણ કરવામાં આવી હતી. જોકે, કન્ટેન્મેન્ટ ઝોન હોવા છતાં શાકમાર્કેટ ભરાતા ભારે ચકચાર જાગી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion