શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
સુરતમાં કોરોનાના વધતા કેસોને રોકવા માટે રાજ્ય સરકારે કઈ સ્ટ્રેટેજી અમલમાં મૂકવાની કરી જાહેરાત?
ગુજરાતમાં સુરત અને અમદાવાદમાં કોરોનાના કેસો કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે ત્યારે સુરતમાં કોરોના નું સંક્રમણ ફેલાતો અટકાવવા માટે સરકાર સુરતમાં ઠેર ઠેર ધન્વંતરી રથ કાર્યરત કરશે અને ટેસ્ટિંગની માત્રા વધારશે
અમદાવાદઃ ગુજરાતમાં સુરત અને અમદાવાદમાં કોરોનાના કેસો કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે ત્યારે સુરતમાં કોરોના નું સંક્રમણ ફેલાતો અટકાવવા માટે સરકાર સુરતમાં ઠેર ઠેર ધન્વંતરી રથ કાર્યરત કરશે અને ટેસ્ટિંગની માત્રા વધારશે. રાજ્ય સરકારે આ સ્ટ્રેટેજીની જાણ હાઈકોર્ટને કરી ચે.
સુરત અને અમદાવાદમાં કોરોના વાયરસ સંક્રમણને ફેલાતો અટકાવવા માટે લીધેલાં પગલાંનો રાજ્ય સરકારે હાઈકોર્ટમાં રિપોર્ટ રજૂ કર્યો છે. આ રીપોર્ટમાં ઇન્જેક્શન અને દવાઓની અછત દૂર કરવા તેમજ મજબૂત મેડિકલ માળખું ઉભુ કરવા બાબતે સરકારે લીધેલાં પગલાંની કોર્ટને જાણ કરાઈ છે. આ ઉપરાંત 104 હેલ્પલાઇન પર આવતા તમામ કોલ્સ ને તાત્કાલિક એટેન્ડ કરી દર્દીને પ્રાથમિક તબક્કામાં જ સારવાર મળે તેની વ્યવસ્થા કરવી, કોરોનાના દર્દીઓ આવ્યા કરે ત્યાં સુધી માઈક્રો કન્ટેનમેન્ટ સ્ટ્રેટેજીનો ઉપયોગ કરવાની પણ ખાતરી અપાઈ છે.
આ ઉપરાંત સુરક્ષાકવચ સમિતિઓ કાર્યરત કરવી, Pulse oximeterનો વિપુલ માત્રામાં ઉપયોગ કરવો, ઝોન વાઇઝ one room ઉભા કરી અસરકારક રીતે હોમ isolation અને ફોલોઅપ સ્ટ્રેટેજી અપનાવવાનો પણ નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત રત્નકલાકારો તેમજ ટેક્સ્ટાઇલ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા લોકો માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર બનાવવી, પ્લાઝમા થેરાપી નો ઉપયોગ કરી સારવાર કરવી, કોમ્યુનિટી covid isolation સેન્ટર ઉભા કરવા, ટ્રેક ટેસ્ટ ટ્રીટ આઇસોલેશન અને કવોરંટાઇન સ્ટ્રેટેજીનો ઉપયોગ સહિતનાં પગલાં લેવાની સરકારે ખાતરી આપી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
રાજકોટ
દેશ
શિક્ષણ
Advertisement
gujarati.abplive.com
Opinion