શોધખોળ કરો
સુરતઃ માંગરોળમાં આપઘાતની વિચિત્ર ઘટના, મહિલા કલાક સુધી લટકતી રહી પણ કોઈ ઉતારી નહીં, ને પછી.....
સ્થાનિકો અને મહિલાના પતિએ મહિલા મરી ગઈ હોવાનું માની બીકના માર્યા હાથ લગાવ્યો નહોતો. જોકે, નીચે ઉતારતા શ્વાસ ચાલુ હતા.
સુરતઃ માંગરોળના નવાપુરાની શ્રીનાથ રો હાઉસમાં આપઘાતની વિચિત્ર ઘટના સામે આવી છે. મહિલાએ ગળેફાંસો ખાઈ લીધો હતો. તેમજ ફાંસો ખાધા પછી સ્થાનિકો અને મહિલાના પતિની સામે જ એક કલાક સુધી લટકતી રહી હતી. સ્થાનિકો અને મહિલાના પતિએ મહિલા મરી ગઈ હોવાનું માની બીકના માર્યા હાથ લગાવ્યો નહોતો.
જોકે, કલાક પછી મહિલાને નીચે ઉતારતા તેનો શ્વાસ ચાલી રહ્યો હતો. જેથી મહિલાના તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જોકે, સારવાર દરમિયાન મહિલાનું મોત થયું છે. માતમ મનાવવા કરતા કદાચ મહિલાના દેહને જલ્દી નીચે ઉતારી દીધો હોત તો મહિલાનો બચી જાત, પરંતુ સ્થાનિકો અને પતિએ બીકના માર્યા હાથ નહોતો લગાવ્યો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement