શોધખોળ કરો
સુશાંત સિંહના મૃત્યુનાં કેસમાં સુપ્રીમ કોર્ટે આપ્યો શું મોટો આદેશ ? સુશાંતની ગર્લફ્રેન્ડ રીયાની કેમ વધશે મુશ્કેલી ?
કેન્દ્ર સરકારે આ કેસની તપાસ સીબીઆઈ તથા ઈડીને સોંપી હતી. તેની સામે સુશાંતની પ્રેમિકા રિયા ચક્રવર્તીએ અરજી કરી હતી.
![સુશાંત સિંહના મૃત્યુનાં કેસમાં સુપ્રીમ કોર્ટે આપ્યો શું મોટો આદેશ ? સુશાંતની ગર્લફ્રેન્ડ રીયાની કેમ વધશે મુશ્કેલી ? Sushant Singh Rajput Suicide Case : Supreme court order to CBI inquiry in suicide case સુશાંત સિંહના મૃત્યુનાં કેસમાં સુપ્રીમ કોર્ટે આપ્યો શું મોટો આદેશ ? સુશાંતની ગર્લફ્રેન્ડ રીયાની કેમ વધશે મુશ્કેલી ?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/08/19171019/Sushant-Singh-Rajput.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મુંબઈઃ ફિલ્મ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના કેસની CBI દ્વારા કરાવવાનો સુપ્રીમ કોર્ટે આ આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ રીયા ચક્રવર્તીની તકલીફ વધશે.
બિહાર સરકારે આ કેસની તપાસ સીબીઆઈને સોંપવા માટે નિર્ણય લીધો પછી કેન્દ્ર સરકારે આ કેસની તપાસ સીબીઆઈ તથા ઈડીને સોંપી હતી. તેની સામે સુશાંતની પ્રેમિકા રિયા ચક્રવર્તીએ અરજી કરી હતી.
બીજી તરફ કેન્દ્ર સરકારે CBI અને ED આ કેસની તપાસ કરે તે માટે સુપ્રીમ કોર્ટમાંથી મંજૂરી માગી હતી. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે, બિહાર સરકારે કરેલી ભલામણને આધારે CBI એ FIR નોંધી છે અને આ કેસની તપાસ સીબીઆઈ દ્વારા થવી જોઈએ.
રીયાએ આ કેસને પટનાથી મુંબઈ ટ્રાન્સફર કરવાની અપીલ કરી હતી પણ સુપ્રીમ કોર્ટે આ અરજીને ફગાવી દઈ સીબીઆઈ દ્વારા તપાસના આદેશ આપ્યા છે.
આ કેસમાં 11 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટે તમામ પક્ષકારોને લેખિતમાં જવાબ આપવાનું કહ્યું હતું. આ કેસમાં CBI, કેન્દ્ર સરકાર, મહારાષ્ટ્ર સરકાર તથા બિહાર સરકાર પણ પક્ષકાર હતા. તમામે 13 ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટને લેખિતમાં જવાબ આપ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
આઈપીએલ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)