9 Year Old Girl Suicide: પિતાએ ભણવા માટે આપ્યો ઠપકો તો બાળકીએ ભર્યું આવું આધાતજનક પગલું
9 Year Old Girl Suicide: એક નાનકડી વાત પર 9 વર્ષની બાળકીએ એવું પગલું ભર્યું કે તે હવે આ દુનિયામાં નથી.
9 Year Old Girl Suicide: એક નાનકડી વાત પર 9 વર્ષની બાળકીએ એવું પગલું ભર્યું કે તે હવે આ દુનિયામાં નથી.
તમિલનાડુના તિરુવલ્લુરથી એક ખૂબ જ દુઃખદ ઘટના સામે આવી છે. અહીં એક 9 વર્ષની બાળકીએ નજીવી બાબતે આત્મહત્યા કરી લીધી છે. બાળકીના પિતાએ તેને સ્ટડી કરવા માટે ઠપકો આપ્યો હતો. જેના કારણે માસુમ બાળકીને એવું તો માઠુ લાગી ગયું કે, તેને આપઘાત કરી લીધો.
યુવતીનું નામ પ્રતિક્ષા જણાવવામાં આવી રહ્યું છે, જેને જાણતા લોકો તેને ઈન્સ્ટા ક્વીન કહેતા હતા. પ્રતિક્ષાના પિતા કૃષ્ણમૂર્તિના કહેવા પ્રમાણે, તેમણે તેમની દીકરીને ઘરની બહાર રમતી જોઈ હતી, જેના પર તેમણે બાળકીને ઘરે જઈને અભ્યાસ કરવાનું કહ્યું હતું. આ સાથે તેણે ઘરની ચાવી પ્રતિક્ષાને આપી હતી.
પિતાએ ઘરનો દરવાજો ખોલવા માટે ફોન કર્યો.
કૃષ્ણમૂર્તિએ વધુમાં જણાવ્યું કે, પ્રતિક્ષાને ચાવી આપ્યા બાદ તે પોતાની બાઇકમાં પેટ્રોલ ભરવા ગયો હતો અને રાત્રે 8.15 વાગ્યાની આસપાસ ઘરે પરત ફર્યો હતો. તેઓએ જોયું કે ઘર અંદરથી બંધ હતું અને તેમણે તેમની દીકરીને ને દરવાજો ખોલવા ફોન કર્યો હતો.
બાળકીએ જવાબ ન આપતાં તેઓ પાછળની બારી તોડી અંદર ગયા હતા. કૃષ્ણમૂર્તિએ જોયું કે બાળકી ટુવાલથી લટકી રહ્યી હતી. પ્રતિક્ષાના પિતા તેને તાબડતોબ હોસ્પિટલ લઈ ગયા જ્યાં બાળકીનું મૃત્યુ થયું. તે જ સમયે, ઘટનાની માહિતી મળતાં, પોલીસ ઘટના સ્થળે પહોંચી અને ઘટના મામલે વધુ તપાસ હાથ ધરી છે.
10 વર્ષના બાળકે આત્મહત્યા કરી લીધી હતી
આ પહેલા ઉત્તર પ્રદેશના લખનૌ શહેરમાં 10 વર્ષના બાળકે આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનામાં માતાએ બાળકને મોબાઇનો વધુ ઉપયોગ કરતા ઠપકો આપ્યો હતો. આ મામલો હુસૈનગંજના ચિત્વાપુર વિસ્તારનો છે. સંબંધીઓના જણાવ્યા અનુસાર બાળક ઘણા દિવસોથી શાળાએ ગયો ન હતો, ઘરે રહીને મોબાઈલ પર ગેમ રમતો હતો. બાળકને ઘણી વાર સમજાવવામાં આવ્યું. ત્યાં એક દિવસ બાળકની માતાએ તેને માર માર્યો અને મોબાઈલ છીનવી લીધો. બાળકે ગુસ્સામાં આવીને ફાંસી લગાવી દીધી.
Surat: તળાવમાં ત્રણ મિત્રો પડ્યા ન્હાવા, એકનું ડૂબી જતાં મોત
Surat News: સુરતના માંગરોળના પાલોદના ગામમાં એક કરૂણ ઘટના બની છે. તળાવમાં ન્હાવા પડેલા ત્રણ મિત્રો પૈકી એકનું ડૂબી જવાથી મોત થયું હતું. મોડી સાંજ થવા છતાં ઘરે પરત નહીં ફરતાં13 વર્ષીય શુભમની શોધ ખોળ કરવામાં આવી હતી. પૂછપરછમાં નજીક આવેલા તળાવમાં 3 મિત્રો જોડે ન્હાવા ગયા હોવાનું સામે આવ્યું હતું. જે પૈકી ન્હાવા પડેલ ત્રણ મિત્રો પૈકી બે મિત્રો બહાર નીકળી આવ્યા હતા. જ્યારે શુભમનું ડૂબી જતાં મોત થયું હોવાનું સામે આવ્યું હતું. મોડી રાત્રે તળાવમાંથી શુભમનો મૃત દેહ બહાર કાઢવામાં આવ્યો હતો. પુત્રના મોતના પગલે પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.