Weather Forecast: ગુજરાતમાં આ તારીખથી થશે વિધિવત ચોમાસાનો પ્રારંભ, હવામાન વિભાગે કરી આગાહી
Weather Forecast: હવામાન વિભાગની આગાહી મુજબ આગામી સાત દિવસ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે. 25-30 kmની ઝડપે પવન ફંકાઇ શકે છે.
Weather Forecast: દેશના મોટાભાગના રાજ્યોમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. જો કે હવામાન વિભાગે વહેલા ચોમાસના સંકેત આપ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં 15 જૂન આસપાસ ચોમાસુ બેસશે. આજે કેરલા ઉત્તર પૂર્વીય ક્ષેત્રોમાં ચોમાસાની એન્ટ્રી થઇ ચૂકી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી સાત દિવસ રાજ્યમાં સુકુ વાતાવરણ રહેશે, રાજ્યમાં આગામી 2 બે દિવસ રાજ્યમાં પવન ફંકાશે.
કચ્છ, પાટણ અને બનાસકાંઠા માટે ધૂળ આંધી વંટોળની આગાહી કરવામાં આવી છે. આ સમય દરમિયાન 25-30 km ની ઝડપે દક્ષિણ પશ્ચિમીથી પશ્ચિમી પવન ફંકાશે પવન ફંકાઇ શકે છે. સૌથી વધુ અમદાવાદમાં 42.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
હાલ દેશમાં અત્યારે ભીષણ ગરમી પડી રહી છે, અને આગામી દિવસોમાં ચોમાસાની પણ એન્ટ્રી થઇ જશે, આ વખતે દેશમાં ચોમાસુ વહેલુ બેસશે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ બુધવારે (29 મે, 2024) જણાવ્યું હતું કે ચોમાસું નક્કી કરતાં સમય કરતાં પહેલાં આવી શકે છે. IMD એ જણાવ્યું કે દક્ષિણપશ્ચિમ ચોમાસું આગાહી કરતા એક દિવસ વહેલું ગુરુવારે (30 એપ્રિલ, 2024) કેરળના દરિયાકાંઠે અને ઉત્તરપૂર્વના ભાગોમાં એન્ટ્રી કરે તેવી શક્યતા છે.
આ પહેલા હવામાન વિભાગે કેરળમાં 31 મે સુધીમાં ચોમાસાના આગમનની આગાહી કરી હતી. જ્યારે અરુણાચલ પ્રદેશ, ત્રિપુરા, નાગાલેન્ડ, મેઘાલય, મિઝોરમ, મણિપુર અને આસામમાં ચોમાસાના આગમનની સામાન્ય તારીખ 5 જૂન છે. આવી સ્થિતિમાં ચર્ચા થઈ રહી છે કે ચોમાસાના અકાળે આગમન પાછળનું કારણ શું છે? હવામાનશાસ્ત્રીઓએ આનો જવાબ આપ્યો છે.
ચોમાસું નક્કી સમય પહેલા આવવાનું કારણ શું છે ?
સમાચાર એજન્સી પીટીઆઈએ હવામાનશાસ્ત્રીઓને ટાંકીને કહ્યું કે ચોમાસાના વહેલા આગમનનું એક કારણ ચક્રવાતી તોફાન - વાવાઝોડું રેમલ હોઈ શકે છે. હવામાનશાસ્ત્રીઓએ જણાવ્યું હતું કે, "વાવાઝોડું રેમલ, જે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશમાંથી પસાર થયું હતું, તેણે ચોમાસાનો પ્રવાહ બંગાળની ખાડી તરફ ખેંચ્યો હતો. ઉત્તરપૂર્વમાં ચોમાસાના વહેલા આગમનનું આ એક કારણ હોઈ શકે છે.જોકે વાવાઝોડું રેમલની અસર પશ્ચિમ બંગાળ, અરુણાચલ પ્રદેશ, ત્રિપુરા, નાગાલેન્ડ, મેઘાલય, મિઝોરમ, મણિપુર અને આસામમાં સૌથી વધુ જોવા મળી છે.