શું યુક્રેન પર ખતરનાક રાસાયણિક હથિયારોથી હુમલો કરશે રશિયા? ઝેલેન્સ્કીના દાવા બાદ ખળભળાટ
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સ્કીએ બુધવારે જાપાનની સંસદમાં પોતાના ભાષણમાં કહ્યું કે મને એવા અહેવાલ મળ્યા છે કે રશિયા સરીન જેવા ઘાતક રાસાયણિક હથિયારોનો ઉપયોગ કરીને યુક્રેન પર હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે.
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સ્કીએ બુધવારે જાપાનની સંસદમાં પોતાના ભાષણમાં કહ્યું કે મને એવા અહેવાલ મળ્યા છે કે રશિયા સરીન જેવા ઘાતક રાસાયણિક હથિયારોનો ઉપયોગ કરીને યુક્રેન પર હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે. જો પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ થશે તો વિશ્વ કેવી પ્રતિક્રિયા આપશે, તેની પણ હવે સમગ્ર વિશ્વમાં ચર્ચા થવી જોઈએ. સરીન એ અત્યંત ઝેરી સિન્થેટીક ઓર્ગેનોફોસ્ફરસ સંયોજન છે. તે રંગહીન અને ગંધહીન પ્રવાહી છે. તેની અપાર શક્તિના કારણે તેનો ઉપયોગ રાસાયણિક હથિયાર તરીકે થાય છે.
ઝેલેન્સ્કીએ ઉમેર્યું, જાપાની લોકો સરીનથી પરિચિત છે કારણ કે તેનો ઉપયોગ એક સંપ્રદાયના સભ્યો દ્વારા 1995માં ટોક્યો મેટ્રો સિસ્ટમ પરના હુમલામાં કરવામાં આવ્યો હતો જેમાં 13 લોકો માર્યા ગયા હતા અને હજારો ઘાયલ થયા હતા. યુક્રેનના રાષ્ટ્રપતિએ ચેરનોબિલ પરમાણુ પાવર પ્લાન્ટની નજીકની ખતરનાક પરિસ્થિતિ તરફ પણ ધ્યાન દોર્યું હતું, જ્યાં રશિયન ગોળાબારને કારણે આગ લાગી હતી. હવે આ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ સાઇટ રશિયન સૈનિકોના કબજામાં છે.
ઝેલેન્સ્કી રશિયન હુમલા બાદથી પોતાના પક્ષમાં વાતાવરણ ઉભું કરી રહ્યા છે, જેના કારણે તેમણે ઇટાલી, જર્મની, યુકે, કેનેડા અને યુએસ સહિતના અન્ય G-7 મોટા ઔદ્યોગિક દેશોના ગૃહોમાં પણ વર્ચ્યુઅલ ભાષણો આપ્યા છે. રવિવારે ઝેલેન્સ્કીએ ઈઝરાયેલની સંસદને પણ સંબોધિત કરી હતી. ગયા અઠવાડિયે યુએસ કોંગ્રેસને સંબોધન કરતા, તેમણે રશિયન આક્રમણની તુલના 1941માં પર્લ હાર્બર પર જાપાની હુમલા અને અલ-કાયદાના આતંકવાદીઓ દ્વારા 9/11ના હુમલા સાથે કરી હતી. તો બીજી તરફ ઝેલેન્સ્કીએ આજે ફ્રેન્ચ સંસદને પણ સંબોધિત કરી હતી. આ દરમિયાન તેણે ફ્રાન્સની કંપનીઓને રશિયા છોડવાનું આહ્વાન કર્યું. રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી રશિયા પર સખત પ્રતિબંધો લાદવા અને તેને દુનિયાથી અલગ કરવા પ્રયત્નો કરી રહ્યા છે.