Gogamedi Murder:ગોગામેડીની હત્યામાં ઝડપાયા ત્રણ આરોપી, જાણો ક્યાં કેસનો બદલો લેવા બન્યો શૂટર
પોલીસના જણાવ્યા અનુસાર, ગોગામેડી હત્યા કેસમાં રામવીર નામના શખ્સે હત્યા પહેલા તેમના મિત્ર ફૌજીની મદદથી મર્ડરનો પ્લાન ઘડ્યો હતો. આરોપીઓ મળવાના બહાને ગોગામેડીના ઘરે ગયા હતા અને થોડી વાત કર્યા બાદ ગોળીબાર કર્યો હતો.
Gogamedi Murder:કરણી સેના પ્રમુખની હત્યા મામલે મોટો ખુલાસો થયો પોલીસના જણાવ્યા અનુસાર, ગોગામેડી હત્યા કેસમાં રામવીર નામના શખ્સે હત્યા પહેલા તેમના મિત્ર ફૌજીની મદદથી મર્ડરનો પ્લાન ઘડ્યો હતો. આરોપીઓ મળવાના બહાને ગોગામેડીના ઘરે ગયા હતા અને થોડીવાર વાત કર્યા બાદ ગોગામેડી પર ગોળીબાર કર્યો હતો.
કરણી સેના પ્રમુખની હત્યા મામલે મોટો ખુલાસો થયો છે. કેસની તપાસ કરી રહેલી પોલીસના જણાવ્યા અનુસાર કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહની હત્યાનું કાવતરું કેનેડામાં બેઠેલા ગેંગસ્ટરોએ ઘડ્યું હતું. દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાન પોલીસ સાથે સંયુક્ત ઓપરેશનમાં કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યામાં સંડોવણી બદલ બે હુમલાખોરો સહિત ચંદીગઢમાંથી ત્રણ લોકોની ધરપકડ કરી છે. અધિકારીઓએ રવિવારે આ જાણકારી આપી. હવે આ મામલે ઘણા ચોંકાવનારા ખુલાસા થયા છે.
સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા
ગોગામેડીની 5 ડિસેમ્બરે જયપુરમાં તેમના નિવાસસ્થાનના લિવિંગ રૂમમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાના CCTV ફૂટેજમાં હુમલાખોરો કથિત રીતે ગોગામેડી પર ગોળીઓ ચલાવતા જોવા મળ્યા હતા. પોલીસે ગોળીબાર કરનારા બે આરોપીઓની ઓળખ જયપુરના રોહિત રાઠોડ અને હરિયાણાના મહેન્દ્રગઢના નીતિન ફૌજી તરીકે કરી હતી અને તેમના વિશે માહિતી આપનારને રૂ. 5 લાખનું રોકડ ઈનામ જાહેર કર્યું હતું.
દિલ્હી પોલીસના સૂત્રોએ રવિવારે જણાવ્યું હતું કે ક્રાઈમ બ્રાન્ચની ટીમે રાજસ્થાન પોલીસ સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું અને બંનેને ચંદીગઢના સેક્ટર 22માંથી પકડ્યા હતા. તેનો અન્ય એક સહયોગી ઉધમ સિંહ પણ આરોપી સાથે હતો અને તેની પણ ધરપકડ કરવામાં આવી હતી. દિલ્હી પોલીસના એક અધિકારીના જણાવ્યા અનુસાર આરોપીને વધુ પૂછપરછ માટે જયપુર પોલીસને સોંપવામાં આવશે. રાજસ્થાન પોલીસના એડિશનલ ડાયરેક્ટર જનરલ (ક્રાઈમ) દિનેશ એમએનએ જણાવ્યું હતું કે ફૌજી અને રાઠોડ ચંદીગઢમાં છુપાયેલા હતા.
કેનેડામાં રચ્યું કાવતરૂ
સૂત્રોએ જણાવ્યું છે કે, કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાના કાવતરાનો માસ્ટરમાઈન્ડ રાજસ્થાની ગેંગસ્ટર રોહિત ગોદારા હતો, જે કેનેડામાં રહેતો હોવાની શંકા છે અને તેમને લોરેન્સ બિશ્નોઈની ગેંગ સાથે ગાઢ સંબંધ છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, ગોદારાએ ગોગામેડીને મારવાનું અને શૂટર શોધવાનું કામ વીરેન્દ્ર ચારણને સોંપ્યું હતું.
રાજસ્થાનની અજમેર જેલમાં દુષ્કર્મના કેસમાં સજા ભોગવતી વખતે ચરણ અને ગોદારાની મુલાકાત થઈ હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે, ગોદારાએ તપાસકર્તાઓને જણાવ્યું હતું કે, ગોગામેદીએ તેમની સામે દુષ્કર્મનો કેસ દાખલ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી, જેના માટે તેણે બદલો લેવાની યોજના બનાવી હતી.આ રીતે ચરણ ગોદારાના ગુસ્સાનો લાભ લે છે અને તેને ગોગામેડીને મારવા તૈયાર કરે છે.