Abdul Kalam Death Anniversary: ફી ભરવા માટે વેચવા પડ્યાં હતા અખબાર, આ ઘટના બાદ વૈજ્ઞાનિક બનવાનો કર્યો નિર્ણય
1998માં અટલ બિહારી વાજપેયીના નેતૃત્વ અને અબ્દુલ કલામે 5 પરમાણુ પરીક્ષણો કર્યાં હતા. જો કે એક વિદ્યાર્થીથી વૈજ્ઞાનિક બનવાની સફર ખૂબ જ સંઘર્ષમય રહી હતી.
Abdul Kalam Death Anniversary :27 જુલાઈ 2015નો દિવસ, જ્યારે એપીજે અબ્દુલ કલામે આપણા બધાને છોડીને આ દુનિયાને અલવિદા કહ્યું (એપીજે અબ્દુલ કલામ પુણ્યતિથિ). તેમના જીવનનું દરેક પાનું યુવાનો માટે પ્રેરણાથી ઓછું નથી. એક સમયે ફી માટે અખબારો વેચનારા કલામને વિજ્ઞાન અને ટેક્નોલોજી પ્રત્યે ઘણો પ્રેમ હતો. સંઘર્ષ કરીને તેઓ દેશના 'મિસાઈલ મેન' બન્યા અને વિશ્વભરમાં ખ્યાતિ મેળવી. આવો જાણીએ પૂર્વ રાષ્ટ્રપતિ અને ભારત રત્ન અબ્દુલ કલામના 'મિસાઈલ મેન' બનવાની કહાની.
મિસાઇલ મેન ડૉ. એપીજે અબ્દુલ કલામ રાષ્ટ્રપતિ પદ પરથી હટ્યા બાદ ઉત્તરાખંડની પંતનગર કૃષિ યુનિવર્સિટીની મુલાકાત દરમિયાન ગઢમાં પ્રવાસન વિભાગની રાહી હોટલમાં રોકાયા હતા. જ્યાં તેમણે ગંગાનગરીના ભૂતકાળને લગતી વાતો ખૂબ રસપૂર્વક સાંભળી હતી. તે સમયે હોટલમાં અચાનક આવી જતાં હોટલના કર્મચારીઓમાં થોડો સમય તો ડરી ગયા હતા અને ફટાફટ બધી વ્યવસ્થા જોવામાં લાગી ગયા હતા. જો કે બાદ તેમની સાથે તેઓ ખૂબજ આત્મીયતાથી મળ્યા હતા. લોકોમાં પણ તેને જોવાની એક અલગ જ ઉત્કંઠા જોવા મળી હતી.
અબ્દુલ કલામ કહેતા હતા કે જ્યારે તેઓ 5મા ધોરણમાં ભણતા હતા ત્યારે એક દિવસ તેમના શિક્ષકે તમામ વિદ્યાર્થીઓને એક પ્રશ્ન પૂછ્યો હતો કે પક્ષી કેવી રીતે ઉડે છે? એક પણ વિદ્યાર્થી આ પ્રશ્નનો જવાબ આપી શક્યા ન હતા. બીજા દિવસે શિક્ષક બધા વિદ્યાર્થીઓને દરિયા કિનારે લઈ ગયા, જ્યાં ઉડતા પક્ષીઓ બતાવીને, તેમના ઉડાનનું કારણ સમજાવ્યું, તેમની શારીરિક રચના વિશે સમજાવ્યું. આ સમયે જ કલામ સાહેબે નક્કી કર્યું હતું કે, એક દિવસ તેઓ એરોનોટિક્સમાં જશે. તેણે આગળ મદ્રાસ એન્જિનિયરિંગ કોલેજમાંથી એરોનોટિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો.
જ્યારે દેશનું પ્રથમ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (Satellite Launch Vehicle) બનાવવામાં આવી રહ્યું હતું, ત્યારે અબ્દુલ કલામ તે પ્રોજેક્ટના ડિરેક્ટર રહ્યા હતા. તેમની 10 વર્ષની મહેનત પછી 1980માં SLV વિકસાવવામાં આવ્યું હતું. ભારત લાંબા સમયથી આ સપનું જોઈ રહ્યું હતું. પૂર્વ રાષ્ટ્રપતિના કારણે આજે દેશ સ્પેસ ટેક્નોલોજીમાં દુનિયા સાથે તાલ મિલાવીને ચાલી રહ્યો છે. આજે દેશે માત્ર SLV જ બનાવ્યું નથી, પરંતુ ઘણા શક્તિશાળી લોન્ચ વાહનો પણ બનાવ્યા છે.
પોખરણ પરમાણુ પરીક્ષણ
1998માં અટલ બિહારી વાજપેયીના નેતૃત્વ અને અબ્દુલ કલામના દિમાગથી 5 પરમાણુ પરીક્ષણો કરવામાં આવ્યા હતા. પોખરણ-II ન્યુક્લિયર ટેસ્ટનું નેતૃત્વ મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર તરીકે એપીજી કલામ દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારથી તેઓ ભારતના શ્રેષ્ઠ પરમાણુ વૈજ્ઞાનિક તરીકે ઓળખાતા હતા. કલામ જુલાઈ 1992 થી ડિસેમ્બર 1999 સુધી દેશના પરમાણુ પરીક્ષણ વિભાગના વડા પણ રહ્યાં હતા.
ડૉ. કલામને 'મિસાઈલ મેન' કોણ કહે છે
ડૉ. કલામ ખૂબ જ સરળ હતા. તેમને બાળકોથી ખૂબ લગાવ હતો. એપીજે અબ્દુલ કલામ ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ, જાણીતા વૈજ્ઞાનિક, ઉત્તમ એન્જિનિયર તરીકે જાણીતા હતા. લગભગ ચાર દાયકા સુધી, તેમણે વિજ્ઞાનના વૈજ્ઞાનિક અને વહીવટકર્તા બનીને DRDO અને ISROને સંભાળ્યું. તેમણે ભારતના નાગરિક અવકાશ કાર્યક્રમ અને લશ્કરી મિસાઇલોના વિકાસમાં ઘણું યોગદાન આપ્યું હતું. ડૉ. એપીજે અબ્દુલ કલામને બેલેસ્ટિક મિસાઈલ અને લોન્ચ વ્હીકલ ટેકનોલોજીના વિકાસ માટે 'મિસાઈલ મેન' નું બિરૂદ મળ્યું હતું.