જુનિયર ક્લાર્કની સાથે ટ્રીપલ સીની પરીક્ષા પણ રદ્દ, દૂર-દૂરથી આવેલા પરીક્ષાર્થીઓએ પ્રગટ કર્યો રોષ
ગુજરાત યુનિવર્સિટી ખાતે આયોજિત ccc પરીક્ષા રદ કરવામાં આવી છે. ટ્રીપલ Cની પરીક્ષા રદ થતાં પરીક્ષાર્થીઓમાં રોષ જોવા મળ્યો હતો.
અમદાવાદ:ગુજરાત યુનિવર્સિટી ખાતે આયોજિત ccc પરીક્ષા રદ કરવામાં આવી છે. ટ્રીપલ Cની પરીક્ષા રદ થતાં પરીક્ષાર્થીઓમાં રોષ જોવા મળ્યો હતો.
ગુજરાત યુનિવર્સિટી ખાતે આયોજિત ccc પરીક્ષા રદ કરવામાં આવી છે. ટ્રીપલ Cની પરીક્ષા રદ થતાં પરીક્ષાર્થીઓમાં રોષ જોવા મળ્યો હતો. ઇકાલે રાતથી વીજ પુરવઠો ખોરવાઈ જતા પરીક્ષા કરાઇ હોવાનું કારણ સામે આવ્યું હતું. જો કે દૂર દૂરથી પરીક્ષા આપવા આવેલા પરીક્ષાર્થીઓ પરીક્ષા રદ થતાં રઝળી પડ્યાં હતા અને પ્રસાશનની અવ્યવસ્થા સામે રોષ વ્યક્ત થયો હતો.
Exam Pater Leak: જુનિયર ક્લાર્કની પરીક્ષાની નવી તારીખ ટૂંક સમયમાં થશે જાહેર
ગાંધીનગર :જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર રદ થતાં નવી પરીક્ષાની તારીખ માટે પંચાયત સેવા પસંદગી મંડળે સ્પષ્ટતા કરી છે. નવી તારીખ ટૂંક સમયમાં જ જાહેર કરવાની માહિતી આપી છે.
પંચાયત સેવા પસંદગી મંડળે નવી પરીક્ષા એક સપ્તાહ કે પંદર દિવસની અંદર જ લેવાની જાહેરાત કરી છે. ઉલ્લેખનિય છે કે આજે રાજ્યમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજવાની હતી પરંતુ પરીક્ષાના પેપરના કેટલાક ભાગ લીક થઇ જતાં પરીક્ષા આજે રદ કરાઇ છે. એટીએસે કાર્યવાહી કરતા 15થી વધુ લોકોની અટકાયત કરી છે અને નાયક નામના એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે.
Paper Leak News Live Update: ગજબ ! પેપર નહીં ઉમેદવારોની કિસ્મત ફૂટી છે: ઇસુદાન ગઢવી
ગજબ ! પેપર નહીં ઉમેદવારોની કિસ્મત ફૂટી છે ! ભરોસાની ભાજપ સરકારના કરોડો રૂપિયાના ખર્ચે લાગેલ બેનરોથી ઉમેદવારો અને એમના માતા પિતા ભરી ભરોસો કરીને 99 થી વધારીને 156 બેઠક જીતાડી પરંતુ ભાજપે ફરી કૌભાંડો અને પેપર ફોડવાનું શરુ કરી દીધું
Paper Leak News Live Update: જુનિયર ક્લાર્કની પરીક્ષાના પેપરલીકાંડમાં મોટા ખુલાસા
આજે લેવાવનાર જુનિયર કલાર્કની પરીક્ષા પેપર લીક થતાં રદ થઇ છે. આ મામલે ઓડિશાના રહેવાસીની સંડોવણી સામે આવી છે. પોલીસે નાયક નામના શખ્સની ધરપકડ કરી છે. આ મામલે 15થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે. પેપર પરીક્ષાકેન્દ્ર પર પહોંચે તે પહેલા જ એટીએસ કાર્યવાહી કરી છે. પોલીસે તેની અટકાયત કરી છે તે શખ્સો પહેલા પણ આજ પ્રકારના ગુનામાં સંડોવેલા હોવાનું સામે આવ્યું છે
જુનિયર કલાર્ક પરીક્ષા પેપર લીક મામલે ખુલાસો
જુનિયર કલાર્ક પરીક્ષા મામલે કેટલાક ખૂલાસા થયા છે. પેપર લીક મામલે નાયક નામના વ્યક્તિની ધરપકડ કરનામાં આવી છે. પેપર લીક કાંડમાં બિહારી અને ઓડિશાના રહેવાસીની સંડોવણી હોવાની માહિતી મળી છે.
Paper Leak News Live Update: પેપર ફોડવાનું કૃત્ય ગુજરાત બહારની ગેંગે કર્યું: રાધિકા કચેરિયા
ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડની જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થતાં પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. સમગ્ર મામલે ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડના સભ્ય રાધિક કચેરિયાએ એબીપી અસ્મિતા સાથે વાત કરી હતી અને જણાવ્યું હતું કે, આજે વહેલી સવારે પરીક્ષાના પેપરનો કેટલોક ભાગ લીક થયાના સમાચાર મળતાં જ પેપર રદ કરવાનો નિર્ણય લીઘો છે. મીડિયા દ્રારા જ્યારે સિસ્ટમ પર સવાલ ઉભા થયા તો સમગ્ર પેપરલીક કાંડમાં ગુજરાત બહારની ટોળકીનો હાથ હોવાનું જણાવ્યું છે. ગુજરાત બહારની ટોળકીએ પેપર ફોડ્યું હોવાનો મીડિયા સમક્ષ રાધિકા કચેરિયાએ ઉલ્લેખ કર્યો હતો.