શોધખોળ કરો

ભારતનું એ રહસ્યમય ગામ, જ્યાં જન્મ છે, બસ જોડિયા બાળકો, જાણો સંશોધકોનું શું છે તારણ

કેરળના મલ્લપુરમ જિલ્લાનું કોડિન્હી ગામ દેશનું એકમાત્ર એવું ગામ છે,  જ્યાં માત્ર જોડિયા બાળકો રહે છે. એક અંદાજ મુજબ 2000 પરિવારો અને 550 જોડિયા બાળકો છે.

ભારત એક એવો દેશ છે જ્યાં તમને વિવિધ સ્થળોએ અનેક પ્રકારની રહસ્યમય કહાણીઓ  જોવા મળશે. આવી જ એક જગ્યા છે કેરળ,  જ્યાં કુદરતે મનમૂકીના સૌંદર્ય વેર્યું છે.   ભગવાનના આ દેશમાં એક એવું રહસ્યમય ગામ છે જ્યાં દરેક ઘરમાં માત્ર જોડિયા બાળકો જ જન્મે છે. કેરળનું આ ગામ મલ્લપુરમ જિલ્લામાં આવે છે અને આજ સુધી સંશોધકો માટે આ ગામ  એક રહસ્ય બની ગયું છે, દેશના મોટાભાગના જોડિયા બાળકો આ ગામમાં જોવા મળે છે.

ગામમાં 550 જોડિયા બાળકો
કેરળના મલ્લપુરમ જિલ્લાનું કોડિન્હી ગામ દેશનું એકમાત્ર એવું ગામ છે,  જ્યાં માત્ર જોડિયા બાળકો રહે છે. એક અંદાજ મુજબ 2000 પરિવારો અને 550 જોડિયા બાળકો છે. જો આપણે સત્તાવાર આંકડાઓ વિશે વાત કરીએ, તો વર્ષ 2008 ના અંદાજ મુજબ, અહીં 280 જોડિયા બાળકો હતા. પરંતુ વર્ષોથી આ ડેટામાં વધારો થયો છે. ગામમાં મોટાભાગના બાળકોની ઉંમર 15 વર્ષથી ઓછી છે. એક શાળામાં 80 જોડિયા છે.

સમગ્ર દેશમાં 1000 જન્મોમાંથી 9 જોડિયા જન્મે છે, જ્યારે આ ગામમાં 1000માંથી 45 જોડિયા બાળકો જન્મે છે. સરેરાશ મુજબ, આ આંકડો સમગ્ર વિશ્વમાં બીજા અને એશિયામાં પ્રથમ છે. આ મામલે ચીન-પાકિસ્તાન પણ પાછળ છે. જો કે, નાઈજીરિયાનું ઈગ્બો-ઓરા વિશ્વમાં નંબર વન છે, જ્યાં 1000માંથી 145 જોડિયા જન્મે છે. કેટલાક પરિવારોમાં તો બે થી ત્રણ વખત ડિલીવરીમાં  જોડિયા બાળકોનો જન્મ થયો છે.

આપને આ ગામમાં, શાળામાં અને નજીકના બજારમાં ઘણા એક જ સમાન  દેખાવ વાળા બાળકો જોવા મળશે. આ ગામમાં રહેતા જોડિયા યુગલોમાં સૌથી વૃદ્ધ 65 વર્ષીય અબ્દુલ હમીદ અને તેની જોડિયા બહેન કુન્હી કાડિયા છે. એવું માનવામાં આવે છે કે, ત્યારથી આ ગામમાં જોડિયા બાળકોનો જન્મ થવા લાગ્યો. શરૂઆતમાં, વર્ષોમાં ફક્ત થોડા જ જોડિયા જન્મ્યા હતા, પરંતુ પછીથી તે ઝડપી બન્યું અને હવે જોડિયા ખૂબ જ ઝડપે જન્મે છે.

ઓક્ટોબરમાં પહોંચી હતી રિસર્ચ ટીમ
ઓક્ટોબર 2016માં સંશોધકોની સંયુક્ત ટીમ અહીં પહોંચી હતી. આ ટીમમાં હૈદરાબાદ સ્થિત CSIR-સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોડ્યુલર બાયોલોજી, કેરળ યુનિવર્સિટી ઓફ ફિશરીઝ એન્ડ ઓશન સ્ટડીઝ (KUFOS) અને યુનિવર્સિટી ઓફ લંડન તેમજ જર્મનીના સંશોધકો પણ રહસ્ય શોધવા ગામમાં પહોંચ્યા હતા. ઘણા સંશોધનો પછી પણ એ વાત પરથી પડદો નથી પડયો કે માત્ર જોડિયા બાળકો જ કેમ જન્મે છે.

સંશોધકોએ જોડિયા બાળકોના ડીએનએના અભ્યાસ માટે તેમની લાળ અને વાળના નમૂના લીધા હતા. કેરળથી આવેલા પ્રોફેસર પ્રિતમના જણાવ્યા અનુસાર, આ  ગામમાં જોડિયા બાળકોના જન્મ પાછળ ઘણા કારણો હોઈ શકે છે. જો કે, આજ સુધી કોઈ કારણ સાબિત કરવા માટે કોઈ વૈજ્ઞાનિક આધાર મળ્યો નથી. કેટલાક તબીબોનું માનવું છે કે, ગામડાના પાણીમાં રહેલા કેમિકલના કારણે પણ આવું થઈ શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
Embed widget