શોધખોળ કરો

SpiceJet: ગુજિયા કોફીને ફ્લાઈટની કોકપીટમાં રાખવા પડી ગયા ભારે, સ્પાઈસ જેટે બે પાઈલટને હટાવ્યાં

સ્પાઈસજેટે તેના બે પાઈલટને ઓફ રોસ્ટર (ઉડાન ડ્યૂટીથી હટાવ્યાં) કર્યા છે. હોળીના દિવસે તેણે ફ્લાઇટ ડેકના સેન્ટર કન્સોલ પર કોફી અને ગુજિયાનો ગ્લાસ મૂક્યો હતો

SpiceJet:સ્પાઈસજેટે તેના બે પાઈલટને ઓફ રોસ્ટર (ઉડાન ડ્યૂટીથી હટાવ્યાં) કર્યા છે. હોળીના દિવસે તેણે ફ્લાઇટ ડેકના સેન્ટર કન્સોલ પર કોફી અને ગુજિયાનો ગ્લાસ મૂક્યો હતો. સ્પાઈસ જેટના અધિકારીઓનું કહેવું છે કે, પાઈલટોએ આમ કરીને ફ્લાઈટની સલામતી જોખમમાં મૂકી  હતી. આ ઘટના હોળીના દિવસે (8 માર્ચ 2023) દિલ્હીથી ગુવાહાટી જતી સ્પાઈસ જેટની ફ્લાઈટમાં બની હતી. બંને પાયલોટને રોસ્ટરમાંથી હટાવી દેવામાં આવ્યા છે અને મામલાની તપાસ ચાલી રહી છે.

સ્પાઈસજેટ એરલાઈનના પ્રવક્તાએ કહ્યું કે કોકપિટની અંદર ખોરાકને લઈને કંપનીની કડક નીતિ છે. તમામ ફ્લાઇટ ક્રૂએ તેનું પાલન કરવું પડશે. તેમણે કહ્યું કે તપાસ પૂર્ણ થયા બાદ યોગ્ય અનુશાસનાત્મક પગલાં લેવામાં આવશે. ત્યાં સુધી બંને ઓફ-રોસ્ટર છે. જો કન્સોલ પર રાખેલો કાચ થોડો પણ ઢોળાયો હોત તો તેની અસર વિમાનની સુરક્ષા પર પડી શકે છે.

 ફોટો વાયરલ  થયો

જે સમયે બંને પાયલટ્સ કોફી અને ગુજિયાની મજા લેતા હતા. તે સમયે પ્લેન 37 હજાર ફૂટની ઉંચાઇ પર ઉડી રહ્યું હતું. ફોટો વાયરલ થતાં ડાયરેક્ટર જનરલ સિવિલ એવિએશને એરલાઇનને નિર્દેશ આપ્યા કે તે પાયલટની ઓળખને તરત જ એક્શનમાં લે.

સિનિયર પાયલટને વ્યક્ત કરી નારાજગી

કેટલાક સિનિયર પાયલટ્સે આ રીતનું ગેર જવાબદારીપૂર્વકના વર્તનથી ચિંતા વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે, આ રીતની બેદરકારી ફ્લાઇટમાં ન થવી જોઇએ. તેનાથી પ્રવાસીઓનું જોખમ વધે છે.

'રાષ્ટ્રીય પુરુષ આયોગ ' બનાવવાને લઇને સુપ્રીમ કોર્ટમાં અરજી, પુરુષો પણ બને છે ઘરેલુ હિંસાનો શિકાર

નવી દિલ્હી: ઘરેલું હિંસાનો ભોગ બનેલા પરિણીત પુરૂષો દ્વારા આત્મહત્યાના કિસ્સાઓનો સામનો કરવા માટે માર્ગદર્શિકા અને 'નેશનલ કમિશન ફોર મેન'ની સ્થાપના કરવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે.

એડવોકેટ મહેશ કુમાર તિવારીએ દાખલ કરેલી અરજીમાં દેશમાં આકસ્મિક મૃત્યુના સંદર્ભમાં 2021માં પ્રકાશિત નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB)ના ડેટાને ટાંકવામાં આવ્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે તે વર્ષમાં સમગ્ર દેશમાં 1,64,033 લોકોએ આત્મહત્યા કરી હતી.

અરજીમાં કહેવામાં આવ્યું છે કે આમાંથી આત્મહત્યા કરનારા પરિણીત પુરુષોની સંખ્યા 81,063 હતી જ્યારે 28,680 પરિણીત મહિલાઓ હતી. NCRB ડેટાને ટાંકીને અરજીમાં કહેવામાં આવ્યું છે કે, "વર્ષ 2021 માં લગભગ 33.2 ટકા પુરુષોએ પારિવારિક સમસ્યાઓના કારણે અને 4.8 ટકાએ લગ્ન સંબંધિત કારણોસર જીવનનો અંત લાવ્યો હતો.

પિટિશનમાં રાષ્ટ્રીય માનવાધિકાર આયોગને પરિણીત પુરૂષો દ્વારા આત્મહત્યાના મુદ્દા સાથે વ્યવહાર કરવા અને ઘરેલું હિંસાનો ભોગ બનેલા પુરુષોની ફરિયાદો પર કાર્યવાહી કરવા માટે નિર્દેશની પણ માંગ કરવામાં આવી છે. અરજીમાં કેન્દ્રને ગૃહ મંત્રાલય દ્વારા પોલીસ વિભાગને ઘરેલુ હિંસાનો ભોગ બનેલા પુરૂષોની ફરિયાદોને તાત્કાલિક સ્વીકારવા નિર્દેશ આપવાનો પણ અનુરોધ કરવામાં આવ્યો છે.

NCRBએ તેના રિપોર્ટમાં દાવો કર્યો છે કે વર્ષ 2021માં આત્મહત્યા કરનારા 33.2 ટકા પુરુષોએ પારિવારિક સમસ્યાઓના કારણે આ નિર્ણય લીધો હતો, જ્યારે 4.8 ટકા પુરુષોએ વિવાદને કારણે આત્મહત્યા કરી હતી.

આ માંગણી અરજીમાં કરવામાં આવી છે

ઘરેલું હિંસાથી પીડિત પુરુષોની ફરિયાદો પર પગલાં લેવા માટે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચને સૂચનાઓ આપવી જોઈએ. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ્યોને પૂછવું જોઈએ કે તેઓ ઘરેલુ હિંસાનો ભોગ બનેલા પુરુષોના કેસ નોંધવા પોલીસને સૂચના આપે. કાયદા પંચે ઘરેલું હિંસા અને વૈવાહિક સમસ્યાઓથી પીડિત પુરુષોની આત્મહત્યા પર સંશોધન કરવું જોઈએ. કાયદા પંચના સંશોધન અહેવાલના આધારે રાષ્ટ્રીય પુરૂષ આયોગની રચના કરવાનો નિર્ણય લેવામાં આવે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી ચૂંટણીમાં અનેક ધારાસભ્યોના પતંગ કપાશે! ધવલસિંહ ઝાલાની આગાહીથી ભાજપમાં સોપો, મંત્રીઓ પણ સુરક્ષિત નથી?
આગામી ચૂંટણીમાં અનેક ધારાસભ્યોના પતંગ કપાશે! ધવલસિંહ ઝાલાની આગાહીથી ભાજપમાં સોપો, મંત્રીઓ પણ સુરક્ષિત નથી?
ઈરાનમાં ભયાનક યુદ્ધના ભણકારા! વિદેશ મંત્રાલયે ભારતીયોને તાત્કાલિક તેહરાન છોડવા કહ્યું, હેલ્પલાઈન નંબર જાહેર
ઈરાનમાં ભયાનક યુદ્ધના ભણકારા! વિદેશ મંત્રાલયે ભારતીયોને તાત્કાલિક તેહરાન છોડવા કહ્યું, હેલ્પલાઈન નંબર જાહેર
હવે આ સંગઠનને મદદ કરવી ગુનો ગણાશે! અમેરિકાએ આતંકવાદી ગણાવ્યું, ટ્રમ્પનો મોટો સપાટો
હવે આ સંગઠનને મદદ કરવી ગુનો ગણાશે! અમેરિકાએ આતંકવાદી ગણાવ્યું, ટ્રમ્પનો મોટો સપાટો
Makar Sankranti: પતંગોત્સવના રંગમાં પડ્યો ભંગ, રાજ્યમાં પતંગે ત્રણ જિંદગીનો લીધો ભોગ
Makar Sankranti: પતંગોત્સવના રંગમાં પડ્યો ભંગ, રાજ્યમાં પતંગે ત્રણ જિંદગીનો લીધો ભોગ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણના પાપીઓનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : દવા પૂછીને લેજો
Hun To Bolish : હું તો બોલીશ : દારૂનું પાયલોટિંગ
10 Minute Delivery : 10 મિનિટમાં ડિલીવરી પર સરકારે લગાવી રોક, ડિલીવરી બોયની સુરક્ષાને લઈ નિર્ણય
Ambalal Patel Prediction : સૌરાષ્ટ્રમાં પડશે માવઠું , અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી ચૂંટણીમાં અનેક ધારાસભ્યોના પતંગ કપાશે! ધવલસિંહ ઝાલાની આગાહીથી ભાજપમાં સોપો, મંત્રીઓ પણ સુરક્ષિત નથી?
આગામી ચૂંટણીમાં અનેક ધારાસભ્યોના પતંગ કપાશે! ધવલસિંહ ઝાલાની આગાહીથી ભાજપમાં સોપો, મંત્રીઓ પણ સુરક્ષિત નથી?
ઈરાનમાં ભયાનક યુદ્ધના ભણકારા! વિદેશ મંત્રાલયે ભારતીયોને તાત્કાલિક તેહરાન છોડવા કહ્યું, હેલ્પલાઈન નંબર જાહેર
ઈરાનમાં ભયાનક યુદ્ધના ભણકારા! વિદેશ મંત્રાલયે ભારતીયોને તાત્કાલિક તેહરાન છોડવા કહ્યું, હેલ્પલાઈન નંબર જાહેર
હવે આ સંગઠનને મદદ કરવી ગુનો ગણાશે! અમેરિકાએ આતંકવાદી ગણાવ્યું, ટ્રમ્પનો મોટો સપાટો
હવે આ સંગઠનને મદદ કરવી ગુનો ગણાશે! અમેરિકાએ આતંકવાદી ગણાવ્યું, ટ્રમ્પનો મોટો સપાટો
Makar Sankranti: પતંગોત્સવના રંગમાં પડ્યો ભંગ, રાજ્યમાં પતંગે ત્રણ જિંદગીનો લીધો ભોગ
Makar Sankranti: પતંગોત્સવના રંગમાં પડ્યો ભંગ, રાજ્યમાં પતંગે ત્રણ જિંદગીનો લીધો ભોગ
Weather Update: રાજ્યમાં ગગડશે તાપમાનનો પારો, આ તારીખથી વધશે ઠંડી, કોલ્ડવેવનું એલર્ટ
Weather Update: રાજ્યમાં ગગડશે તાપમાનનો પારો, આ તારીખથી વધશે ઠંડી, કોલ્ડવેવનું એલર્ટ
સુરતમાં આજથી બે દિવસ ફ્લાયઓવર ટુ-વ્હીલર માટે બંધ, આ કારણે લેવાયો નિર્ણય 
સુરતમાં આજથી બે દિવસ ફ્લાયઓવર ટુ-વ્હીલર માટે બંધ, આ કારણે લેવાયો નિર્ણય 
ICC Rankings: વન-ડેનો 'નવો કિંગ' બન્યો વિરાટ કોહલી, ધમાકેદાર પ્રદર્શનનું મળ્યું ઈનામ 
ICC Rankings: વન-ડેનો 'નવો કિંગ' બન્યો વિરાટ કોહલી, ધમાકેદાર પ્રદર્શનનું મળ્યું ઈનામ 
Thailand Train Accident: થાઈલેન્ડમાં પાટા પરથી ઉતરી ટ્રેન, 22 લોકોના મોત
Thailand Train Accident: થાઈલેન્ડમાં પાટા પરથી ઉતરી ટ્રેન, 22 લોકોના મોત
Embed widget