શોધખોળ કરો
Advertisement
દેશના આ રાજ્યમાં માસ્ક નહીં પહેરવા પર લાગશે 2 હજાર રૂપિયા દંડ, જાણો વિગત
દિલ્લી સરકારે માસ્ક ન પહેરનાર પર રૂપિયા 2 હજારનો દંડ લગાવવાની જાહેરાત કરી છે. પહેલા 500 રૂપિયા દંડ હતો, જેમાં ચાર ગણો વધારો કરી દેવાયો છે.
નવી દિલ્લીઃ દિવાળી પછી દિલ્લીમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. ત્યારે કોરોનાના વધતા કેસ સામે હવે દિલ્લી હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે. હાઈકોર્ટે ગુરુવારે આ મામલે સુનાવણી કરતાં કેજરીવાલ સરકારની ઝાટકણી કાઢી હતી. આ સુનાવણી પછી દિલ્લી સરકારે માસ્ક ન પહેરનાર પર રૂપિયા 2 હજારનો દંડ લગાવવાની જાહેરાત કરી છે. પહેલા 500 રૂપિયા દંડ હતો, જેમાં ચાર ગણો વધારો કરી દેવાયો છે.
દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે આ જાહેરાત કરી હતી કે, એલજીને મળ્યા પછી આ નિર્ણય લેવાયો છે. આજે મળેલી સર્વદળની બેઠકમાં આ પગલું ભરવાનું નિર્ણય લેવાયો હતો. રાજધાની દિલ્લીમાં સતત વધી રહેલા કોરોનાના કેસોના નિયંત્રણ માટે આજે મુખ્યમંત્રીએ સર્વદળીય બેઠક બોલાવી હતી. જેમાં ભાજપ અને કોંગ્રેસ પણ સામેલ હતી.
હાઈકોર્ટે કહ્યું હતું કે, દિલ્લીમાં લગ્નોમાં મહેમાનોની સંખ્યા ઓછી રાખવાનો નિર્ણય લેવામાં વિલંબ મુદ્દે પણ ઝાટકણી કાઢી હતી અને 18 દિવસ સુધી તમે કેમ રાહ જોતા રહ્યા, તેમ કહ્યું હતું. દિલ્લી હાઈકોર્ટે કહ્યું કે, દંડની રકમ માસ્ક નહીં પહેરનાર અને સોશિયલ ડિસ્ટન્સિંગ નહીં રાખનાર લોકો પર લગામ રાખી શકે તેટલી નથી. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે, કોરોના નિયમ તોડનાર પર 500 અને ત્યાર પછીના વાયોલન્સ પર રૂ. એક હજારનો દંડ લગાવવો જોઈએ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
Advertisement
gujarati.abplive.com
Opinion