(Source: ECI/ABP News/ABP Majha)
વડોદરામાં અસહ્ય ગરમીને કારણે હાર્ટ એટેકનાં કિસ્સા વધ્યા, બે દિવસમાં 10નાં મોત
વાસણા કોતરિયા ગામમાં રહેતા 67 વર્ષે મગનભાઈ કેશુભાઈ રોહિત એકાએક છાતીમાં દુખાવો પડતા હોસ્પિટલ લઈ જતા શંકાસ્પદ હૃદય રોગથી મોત થયું હતું,
Vadodara News: અસહ્ય ગરમીમાં હૃદય રોગના હુમલાના કિસ્સામાં વધારો થયો છે. છેલ્લા બે દિવસમાં શંકાસ્પદ હૃદય રોગના હુમલાને કારણે વડોદરા શહેરમાં નવ વ્યક્તિઓ જ્યારે મોગર ગામના એક વ્યક્તિ મળી 10 વ્યક્તિઓના મોત નિપજ્યા છે. વાઘોડિયા રોડ ઉપર અંબે વિદ્યાલય પાસે વૈકુંઠ સોસાયટીમાં રહેતા 54 વર્ષીય નરેન્દ્ર ભાઈ મીરાબાઈ રાઠવા ઘરે બેભાન થયા હતા. ત્યાર બાદ હોસ્પિટલ લઈ જતા ડોક્ટરે મૃત ઘોષિત કર્યા હતા.
બીજા બનાવમાં ડભોઇ રોડ ઉપર જલારામ નગરમાં રહેતા 57 વર્ષ ચેતનભાઇ રાઠવા છાતિમાં દુખાવો થતાં હોસ્પિટલ લઈ જતા ત્યાં સારવાર દરમિયાન હાર્ટ અટેકથી મોત થયું. તરસાલીના શારદા નગરમાં રહેતા 57 વર્ષ કુમાર પાંડે છાતીમાં દુખાવો થતાં હોસ્પિટલ ખસેડાયા પરંતુ તેમનું મોત થયું હતું. તો સમતા રોડ ઉપર સૌરભ પાર્ક સોસાયટીમાં રહેતા 70 વર્ષ હંસાબેન નાયકને તેમના દીકરી અને જમાઈ વારંવાર ફોન કરતાં ફોન ન ઉઠાવતા પડોશીને જાણ કરી હતી. ઘરના દરવાજા બંધ હોય ફાયર બ્રિગેડને બોલાવી બહાર કાઢતા તેઓ બેભાન હતાં હોસ્પિટલ લઈ જતા તેમનું શંકાસ્પદ હૃદય રોગના હુમલાથી મોત નીપજ્યું હતું.
વાસણા કોતરિયા ગામમાં રહેતા 67 વર્ષે મગનભાઈ કેશુભાઈ રોહિત એકાએક છાતીમાં દુખાવો પડતા હોસ્પિટલ લઈ જતા શંકાસ્પદ હૃદય રોગથી મોત થયું હતું અને છાણી વિસ્તારમાં રહેતા 27 વર્ષીય યુવાનની તબિયત લથડતા હોસ્પિટલ લઈ જતા શંકાસ્પદ હાર્ટ એટેકથી મોત થયું હતું. તરસાલીમાં રહેતા 32 વર્ષીય સંજયભાઈ સોલંકી તેમને ગભરામણ થતાં સયાજી હોસ્પિટલ ખસેડાયા જ્યાં હૃદય રોગથી તેમનું મોત નીપજ્યું હતું. તમામ હાર્ટ એટેકના શંકાસ્પદ મોત છે. જો કે પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ બહાર આવશે.
ગરમીથી હાર્ટ એટેકનું જોખમ વધે છે કારણ કે ગરમી શરીરને તણાવમાં મૂકે છે. જ્યારે તમે ગરમ હોવ છો, ત્યારે તમારું હૃદય વધુ ઝડપથી અને વધુ મહેનતથી ધબકે છે જેથી તમારું શરીર ઠંડુ રહે. આ તમારા હૃદય પર તણાવ પેદા કરી શકે છે, ખાસ કરીને જો તમને પહેલાથી જ હૃદયની બીમારી હોય.
ગરમીથી નિર્જલીકરણ પણ થઈ શકે છે, જે હૃદયના હુમલાનું બીજું જોખમી પરિબળ છે. જ્યારે તમે નિર્જલીકૃત હોવ છો, ત્યારે તમારા લોહીમાં ગાઢતા વધે છે, જેનાથી લોહીના ગંઠા થવાનું જોખમ વધે છે. લોહીનો ગંઠો હૃદયના હુમલા તરફ દોરી શકે છે જો તે હૃદયની ધમનીને અવરોધે.
ગરમીથી બચવા અને હૃદયના હુમલાનું જોખમ ઘટાડવા માટે તમે ઘણા બધા પગલાં લઈ શકો છો
- ગરમ દિવસો દરમિયાન ઠંડા અને શેડમાં રહેવું
- પુષ્કળ પ્રવાહી પીવું
- ગરમી વધુ હોય ત્યારે આરામ કરવો અને શારીરિક પ્રવૃત્તિ ઘટાડવી
- ઢીલા-ઢાલા, હવાદાર કપડાં પહેરવા
- ગરમીના દિવસો દરમિયાન આલ્કોહોલ અને કેફીન પીણું ટાળવું
- જો તમને હૃદયની બીમારી હોય, તો તમારા ડૉક્ટરની સૂચનાઓનું પાલન કરો.