શોધખોળ કરો
Advertisement
વડોદરામાં કોરોનાના નવા 94 કેસ, 2 દર્દીઓના મોત, મૃત્યુઆંક 89 પર પહોંચ્યો
રાજ્યમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. વડોદરા કોર્પોરેશનમાં કોરોનાના નવા 80 કેસ, જ્યારે જિલ્લામાં 14 કેસ નોંધાયા છે.
વડોદરા : રાજ્યમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. વડોદરા કોર્પોરેશનમાં કોરોનાના નવા 80 કેસ, જ્યારે જિલ્લામાં 14 કેસ નોંધાયા છે. વડોદરામાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 4666 પર પહોંચી છે. વડોદરામાં 818 સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં 94 કેસ પોઝિટિવ નોંધાયા છે.
કોરોના વાયરસ સામે લડી આજે વધુ 192 દર્દીઓ સ્વસ્થ થયા છે. વડોદરામાં અત્યાર સુધીમાં 3648 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. વડોદરા કોર્પોરેશમાં કોરોના વાયરસના સંક્રમણના કારણે વધુ 2 દર્દીઓના મોત થયા છે. વધુ બે લોકોના મોત થતા કુલ મૃત્યુઆંક 89 પર પહોંચ્યો છે. વડોદરા જિલ્લામાં એક મોત થયું છે.
વડોદરાના વાઘોડિયામાં એકસાથે કોરોનાના 12 કેસ નોંધાયા છે. રુસ્તમપુરા ગામમાં કોરોના પોઝિટિવ દર્દીનું મૃત્યુ થતા તેના સંપર્કમાં આવેલા 56 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. સમગ્ર વિસ્તારમાં આરોગ્ય વિભાગે સર્વેલન્સ હાથ ધર્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
શિક્ષણ
બિઝનેસ
ક્રિકેટ
દેશ
Advertisement