Breaking: વડોદરાની કંપનીમાં લાગી આગ, ફાયરની 8 ગાડી ઘટના સ્થળે, મેજર કોલ જાહેર
Vadodara FIRE: વડોદરા હાલોલ રોડ પર હાઈ ટેન્શન લાઈન તુટતા આગનો બનાવ બન્યો છે. આગ એટલી ગંભીર છે કે, મેજર કોલ જાહેર કરાયો છે. ક્રિષ્ના આશરોય કંપનીમાં આગની ઘટના ઘટી છે.
Vadodara FIRE: વડોદરા હાલોલ રોડ પર હાઈ ટેન્શન લાઈન તુટતા આગનો બનાવ બન્યો છે. આગ એટલી ગંભીર છે કે, મેજર કોલ જાહેર કરાયો છે. ક્રિષ્ના આશરોય કંપનીમાં આગની ઘટના ઘટી છે. ટાયર્સ, બેટરી, મોટર સાયકલના સ્પેર પાર્ટ સહિત ગેસના બાટલા આગની ઝપેટમા આવી ગયા છે. ગેસના બાટલા ફાટતા પાંચ કિમી દુર દુર સુઘી ધડાકો સંભડાયો છે. તો બીજી તરફ વડોદરા હાલોલ અને હાલોલ વડોદરા રોડ સુરક્ષાના ભાગે બંધ કરાયો છે. બે કિમીના એરીયામા જીવંત વિજ વાયર તુટી પડતા અવરજવર બંધ કરાઈ છે. હાલમાં જરોદ પોલીસનો કાફલો મુખ્ય રોડ પર ખડકી દેવાયો છે.
તો બીજી તરફ પોલીસે હાઈટેન્સન લાઈન બંધ કરવા છાણી અને હાલોલને વિનંતી કરતા અમારા વિસ્તારમા લાગતુ ના હોવાનો જવાબ મળ્યો છે. હાલ ઘટના સ્થળથી એક કિમી દુર લોકોને રોકવામા આવી રહ્યા છે. વીજ કંપનોનો વાયર તૂટી પડવાથી આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. વડોદરા ફાયરબ્રિગેડની 8 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે.
ગુજરાતની છોકરીનું પશ્ચિમ બંગાળના યુવકે કર્યું અપહરણ
આજકાલ યુવાનોમાં ગેમનો ગાંડો ક્રેઝ જોવા મળી રહ્યો છે. જો કે આ ગેમના ચક્કરમાં ઘણા લોકોને ભારે કિંમત પણ ચૂકવવી પડી છે. કેટલાક યુવાનોએ તો પોતાના જ પરિવારના સભ્યો પર હુમલો કર્યાની ઘટના સામે આવી ચૂકી છે. હવે આવી જ એક ઘટના સામે આવી છે ભરુચમાં. મોબાઈલ ગેમના રવાડે ચઢેલા યુવાનો માટે આ ચેતવણી રૂપ કિસ્સો છે. આ ઉપરાંત માતા પિતા માટે પણ આ આંખ ઉઘાડનારો કિસ્સો છે.અંકલેશ્વરના એક ગામની કિશોરી ફ્રી ફાયર ગેમના માધ્યમમાં આવી હતી અને ત્યાર બાદ પશ્ચિમ બંગાળના યુવાનના સંપર્કમાં આવી. ત્યાર બાદ આ યુવાને ધોરણ 10મા અભ્યાસ કરતી કિશોરીનું અપહરણ કરી લીધુ. જો કે, પોલીસે ટેક્નિકલ સર્વેલન્સના આધારે આરોપીને પશ્ચિમ બંગાળથી ઝડપી પાડી કિશોરીને મુક્ત કરાવી.
થરાદની નર્મદા કેનાલમાંથી મળી લાશ
થરાદની નર્મદા કેનાલમાંથી મૃતદેહ મળવાનો સીલસીલો યથાવત છે. થરાદના નાગલા પુલ નજીકથી બિનવારસી હાલતમાં કેનાલમાંથી મળ્યો મૃતદેહ. અજાણી યુવતીનો મૃતદેહ જોવા મળતા સ્થાનિક લોકોએ ફાયરને કરી જાણ. થરાદ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પોહચી મૃતદેહ બહાર કાઢ્યો હતો. કેનાલ ઉપર લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા.
લીફ્ટમાં 15 વર્ષની કિશોરી સાથે એન્જીનિયર યુવકે કરી અશ્લીલ હરકતો,