શોધખોળ કરો
Advertisement
વડોદરાઃ સાસુ-સસરા નીચે હોય ને યુવતી વિધર્મી યુવક સાથે ઉપરના રૂમમાં માણતી શરીર સુખ, એક દિવસ અચાનક પતિ આવી ગયો ને....
શહેરના ગોરવાની યુવતી એક વર્ષ અગાઉ તેના જ વિસ્તારના ઝુબેર પઠાણ નામના યુવક સાથે ફેસબૂકથી સંપર્કમાં આવી હતી. ફેસબૂક પર બંને ફ્રેન્ડ બન્યા પછી વાતચીત થવા લાગી હતી. આ સમયે ઝુબેરે તેની કેટલીક અંગત બાબતો જાણી લીધી હતી.
વડોદરાઃ ગોરવાની પરણીત યુવતી પર ફેસબૂક ફ્રેન્ડે સાસરીમાં જઈને બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. યુવતીએ આ અંગે યુવક સામે લક્ષ્મીપુરા પોલીસ ફરિયાદ કરતાં બળાત્કારની ધરપકડ કરવામાં આવી છે. યુવકે યુવતીના અશ્લીલ ફોટા પણ પાડી લીધા હતા અને તે વાયરલ કરી દેવાની ધમકી આપીને યુવતીને બ્લેકમેલ કરતો હતો અને તેની સાસરીમાં જ વારંવાર બળાત્કાર ગુજારતો હતો.
આ અંગેની વિગતો એવી છે કે, શહેરના ગોરવાની યુવતી એક વર્ષ અગાઉ તેના જ વિસ્તારના ઝુબેર પઠાણ નામના યુવક સાથે ફેસબૂકથી સંપર્કમાં આવી હતી. ફેસબૂક પર બંને ફ્રેન્ડ બન્યા પછી વાતચીત થવા લાગી હતી. આ સમયે ઝુબેરે તેની કેટલીક અંગત બાબતો જાણી લીધી હતી. જોકે, બંને સંપર્કમાં આવ્યાના થોડા સમય પછી યુવતીના અન્ય જગ્યાએ લગ્ન થઈ ગયા હતા. આ અંગે ઝુબેરે યુવતી પાસેથી જાણી લીધું હતું અને તેની સાસરીની પણ વિગતો મેળવી લીધી હતી.
યુવતી તેની સાસરીમાં ઉપરના માળે રહેતી હતી. જ્યારે તેના સાસુ-સસરા નીચે રહેતા હતા. ઝુબેર પતિ ક્યારે ઘરે ન હોય તે જાણી લીધું હતું અને પતિની ગેરહાજરીમાં તે યુવતીની સાસરીમાં પહોંચી ગયો હતો. તેમજ યુવતીને બ્લેકમેલ કરીને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. તેમજ યુવતીના જ મોબાઇલથી તેના અશ્લીલ ફોટા પાડી લીધા હતા. તેમજ આ ફોટા પોતાના મોબાઇલમાં સેન્ડ કરી દીધા હતા.
આ પછી ઝુબેરે યુવતીને ફોટા વાયરલ કરવાની ધમકી આપી વારંવાર શરીર સંબંધ બાંધવાના શરૂ કરી દીધા હતા. બીજી તરફ પતિને શંકા જતા પત્ની પર વોચ રાખવાનું શરૂ કરી દીધું હતું. એક દિવસ અચાનક પતિ ઘરે આવી ગયો હતો અને પત્નીનો મોબાઇલ ચેક કરતાં પત્નીનો ભાંડો ફૂટી ગયો હતો.
આ અંગે યુવકે પત્નીની પૂછપરછ કરતાં ઝુબેર બ્લેકમેલ કરીને બળાત્કાર ગુજારતો હોવાનું જણાવ્યું હતું. આ પછી યુવતીએ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશને ફરિયાદ કરતાં પોલીસે ગોરવામાં ફેબ્રિકેશનનું કામ કરતા ઝુબેરઅલી ઝુલ્ફીકાર પઠાણ (રહે.જિયા રેસિડેન્સી, મધુનગર, ગોરવા)ની ધરપકડ કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement