VADODARA: વડોદરામાં રખડતા ઢોરે વધુ એક વ્યક્તિનો જીવ લીધો, લોકોમાં ભારે રોષ
વડોદરા: ગુજરાતમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે. રખડતા ઢોરને કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. છતા પણ તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. હવે ફરી એકવાર વડોદરા મનપાની બેદરકારીએ યુવાનનો ભોગ લીધો છે.
વડોદરા: ગુજરાતમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે. રખડતા ઢોરને કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. છતા પણ તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. હવે ફરી એકવાર વડોદરા મનપાની બેદરકારીએ યુવાનનો ભોગ લીધો છે. રખડતા ઢોરના અડફેટે આવતા વાહન ચાલકનું મોત થયું છે. 48 વર્ષીય જીગ્નેશ રાજપૂતનું ઘટના સ્થળે જ મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. વડોદરાના સુભાનપુરા ઝાંસી રાણી સર્કલ પાસે આ ઘટના બની હતી. સ્ટ્રીટ લાઈટ બંધ હોવાથી વાહન ચાલકને દોડતી ગાયો ન દેખાઈ અને અકસ્માત સર્જાયો. મૃતક જીગ્નેશ રાજપૂતની પત્ની અને દીકરીએ સહારો ગુમાવ્યો છે. રખડતા ઢોરના ત્રાસના કારણે લોકોમાં આક્રોષ વધી રહ્યો છે. જો કે, આજે વડોદરાના મેયર કેયુર રોકડીયાએ પકડેલી ગાયો ન છોડવા આદેશ કર્યો હતો. જો કે આ બધા વચ્ચે એ સવાલ તો કાયમ છે કે, રખડતી ગાયો માટે જવાબદાર કોણ?
લોકમેળામાં ચાલુ રાઇડમાંથી યુવકને આ હરકત પડી ભારે
સાતમ આઠમના લોકમેળામાં વધુ એક દુર્ઘટના સર્જાઇ છે. રાજકોટમાં રાઇડની મોજ માણતો યુવક ચાલુ રાઇડે નીચે પટકાતાં ગંભીર ઇજા પહોંચતાં તાબડતોબ હોસ્પિટ ખસેડાયો હતો. સાતમ આઠમના લોકમેળામાં વધુ એક દુર્ઘટના સર્જાઇ છે. રાજકોટમાં રાઇડની મોજ માણતો યુવક ચાલુ રાઇડે નીચે પટકાતાં ગંભીર ઇજા પહોંચતાં તાબડતોબ હોસ્પિટ ખસેડાયો હતો.
સાતમ આઠમના લોકમેળામાં વધુ એક દુર્ઘટના સર્જાઇ છે. અહીં ફારૂક શેખ નામનો યુવક બ્રેક ડાન્સ રાઇડની મોજ માણી રહ્યો હતો. જો કે તેમને સેફ્ટી ડોર ખોલી નાખતાં તે ચાલુ રાઇડે નીચે પટકાયો હતો અને માથાના ભાગે ગંભીર ઇજા પહોચી છે. ઇજાગ્રસ્ત યુવકને તાબડતોબ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે. હાલ ગંભીર રીતે ઘવાયેલા યુવકની ઇમરજન્સી વોર્ડમાં સારવાર ચાલી રહી છે.
ગોંડલના લોક મેળામાં ચાલુ રાઇડે યુવક નીચે પટકાયો
રાજકોટ જિલ્લાના ગોંડલનો લોકમેળો શોક મેળો બન્યો છે. રાજકોટ ગોંડલના લોક મેળામાં બની વધુ એક દુર્ઘટના ઘટી છે. રાઇડમાંથી એક વ્યક્તિ નીચે પટકાયો. લાલજીભાઈ મકવાણા વાછરા ગામેથી મેળો કરવા આવ્યા હતા. ઘાયલ વ્યક્તિને તાત્કાલિક ગોંડલ હોસ્પિલમાં ખસેડવામાં આવ્યો. વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં માં આવ્યો. ગઈ કાલ રાત્રે જ મેળામાં શોર્ટ લાગતા ફાયરના કર્મચારી સહિત બે વ્યક્તિઓના મૃત્યુ થયા હતા.
જન્માષ્ટમી નિમિત્તે રાજકોટના ગોંડલમાં યોજાયેલા લોકમેળામાં વીજકરંટ લાગતા બે વ્યક્તિના મોત થયાના સમાચાર છે. ગોંડલની સંગ્રામજી હાઈસ્કૂલ ખાતે ગોંડલ નગરપાલિકા સંચાલિત યોજાયેલ લોકમેળામાં 2 વ્યક્તિઓને વિજકરંટ લાગતા તેમના મોત થયા છે. મેળામાં એક વ્યક્તિને વીજ કરંટ લાગતા પાલિકા કર્મચારી બચાવવા જતા ફાયરના કર્મચારીને પણ વિજકરંટ લાગ્યો હતો. વિજકરંટ લાગતા બંને વ્યક્તિઓને ગોંડલ સરકારી હોસ્પિટલ બાદ રાજકોટ સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમ્યાન બંનેના મોત નિપજ્યા હતા.