શોધખોળ કરો

વડોદરા AAP માં મોટો ભડકો: પ્રથમ યાદી જાહેર થતાં જ બળવો, કાર્યકરોએ કાર્યાલય બહાર ખેસ લટકાવ્યા

આગામી પાલિકા ચૂંટણી માટે 13 વોર્ડના 24 ઉમેદવારોની યાદી જાહેર થતાં જ પક્ષમાં ભારે નારાજગી. શહેર પ્રમુખ અશોક ઓઝાએ રાજીનામું આપ્યું, પણ સોશિયલ મીડિયા પરથી મેસેજ ડિલીટ કરી ગુલાંટ મારી.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • આપની પ્રથમ યાદી બાદ વડોદરામાં કાર્યકરોનો ઉગ્ર વિરોધ.
  • ટિકિટ ન મળતા અનેક કાર્યકરોએ રાજીનામા આપ્યા.
  • શહેર પ્રમુખની ભૂમિકા ચર્ચામાં, બાદમાં રાજીનામું પાછું ખેંચ્યું.
  • કાર્યકરોનો આક્ષેપ: દબાણ હેઠળ અયોગ્ય ઉમેદવારોને ટિકિટ.

આગામી વડોદરા મહાનગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ પહેલા જ આમ આદમી પાર્ટી (AAP) માં મોટો ભડકો જોવા મળ્યો છે. 24 માર્ચના રોજ પાર્ટીએ પોતાની પ્રથમ યાદીમાં 13 વોર્ડ માટે 24 ઉમેદવારો જાહેર કર્યા છે, અને આ જાહેરાતની સાથે જ વડોદરામાં વિરોધનો વંટોળ શરૂ થઈ ગયો છે. ટિકિટ ન મળવાથી નારાજ થયેલા કાર્યકરોએ જેતલપુર રોડ પર આવેલા પાર્ટી કાર્યાલયની બહાર પોતાના ખેસ લટકાવીને ખુલ્લેઆમ રાજીનામા આપી દીધા છે. ખુદ શહેર પ્રમુખ અશોક ઓઝાએ પણ રાજીનામું આપ્યાના અને પછી પીછેહઠ કર્યાના અહેવાલો છે. નારાજ કાર્યકરોએ આક્ષેપ લગાવ્યો છે કે દબાણ હેઠળ એવા લોકોને ટિકિટ અપાઈ છે જેઓ ક્યારેય જીતી શકે તેમ નથી. આમ, ચૂંટણીની તારીખો જાહેર થાય તે પહેલા જ વડોદરામાં આમ આદમી પાર્ટી માટે 'પ્રથમ ગ્રાસે મક્ષિકા' (શરૂઆતમાં જ વિઘ્ન) જેવો ઘાટ સર્જાયો છે.

કાર્યાલય બહાર ખેસ લટકાવી વિરોધ

વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી ગમે તે ઘડીએ જાહેર થઈ શકે તેવી શક્યતા છે. આ સંજોગોમાં AAP ના પ્રદેશ કાર્યાલય તરફથી વોર્ડ નંબર 1, 4, 5, 6, 7, 8, 9, 12, 13, 16, 17, 18 અને 19 ના કુલ 24 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી. આ યાદીમાં પોતાનું નામ ન હોવાથી ઘણા વફાદાર દાવેદારો રોષે ભરાયા હતા. ખાસ કરીને વોર્ડ નંબર 12 અને 13 ના દાવેદારોએ જેતલપુર રોડ સ્થિત પાર્ટીની ઓફિસે પહોંચીને પોતાના ગળામાંથી ખેસ કાઢી કાર્યાલયની બહાર લટકાવી દીધા હતા. સ્થળ પર જ 7 જેટલા કાર્યકરોએ ભારે વિરોધ નોંધાવીને પોતાના રાજીનામાની જાહેરાત કરી દીધી હતી.

શહેર પ્રમુખની ગુલાંટ અને કાર્યકરોનો ખુલ્લો પડકાર

આ સમગ્ર વિવાદમાં વડોદરાના શહેર પ્રમુખ અશોકભાઈ ઓઝાની ભૂમિકા ચર્ચામાં રહી છે. તેમણે AAP પ્રદેશના સોશિયલ મીડિયા ગ્રુપમાં પોતાનું રાજીનામું મૂકી દીધું હતું, પરંતુ થોડી જ વારમાં તે મેસેજ ડિલીટ કરીને ગુલાંટ મારી લીધી હતી. બીજી બાજુ, વિરોધ કરી રહેલા 5 જેટલા કાર્યકરોએ તો ખુલ્લો પડકાર ફેંકતા કહ્યું કે, "આ યાદીમાં એક પણ ઉમેદવાર એવો નથી જે જીતી શકે. જો આમાંથી કોઈ એક ઉમેદવારની ડિપોઝિટ પણ પાછી આવશે, તો હું આખું ગામ ફરીને મુંડન કરાવીશ."

"દિલ્હીથી નક્કી થઈ છે ટિકિટો, જૂના જોગીઓની અવગણના"

નારાજ કાર્યકરોનો સીધો આક્ષેપ છે કે આ ઉમેદવારોની પસંદગી સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નહીં, પરંતુ સીધી દિલ્હીથી કરવામાં આવી છે. કેટલાક કાર્યકરોએ તો AAP ભાજપની 'B ટીમ' તરીકે કામ કરી રહી હોવાનો પણ ગંભીર આક્ષેપ લગાવ્યો છે. આ મામલે વોર્ડ નંબર 13 ના પ્રભારી રાજેશ માળીએ પોતાનો આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, "આ યાદીમાં એવા લોકોને ટિકિટ આપવામાં આવી છે, જેઓ માંડ એક કે બે મહિના પહેલા જ પાર્ટીમાં જોડાયા છે. અમે લોકો વર્ષોથી પાર્ટી માટે તનતોડ મહેનત કરી રહ્યા છીએ, તેમ છતાં અમારી સાવ અવગણના કરવામાં આવી છે."

Frequently Asked Questions

આમ આદમી પાર્ટી (AAP) માં વડોદરામાં શા માટે વિરોધ જોવા મળ્યો છે?

આમ આદમી પાર્ટી (AAP) દ્વારા જાહેર કરાયેલ 13 વોર્ડ માટે 24 ઉમેદવારોની યાદીથી ઘણા કાર્યકરો નારાજ છે. તેમને ટિકિટ ન મળતા પાર્ટી કાર્યાલય બહાર રાજીનામા આપી વિરોધ નોંધાવ્યો છે.

નારાજ કાર્યકરો દ્વારા શું આક્ષેપ કરવામાં આવ્યો છે?

નારાજ કાર્યકરોનો આક્ષેપ છે કે દબાણ હેઠળ એવા લોકોને ટિકિટ અપાઈ છે જેઓ ચૂંટણી જીતી શકે તેમ નથી. તેઓએ કહ્યું કે ટિકિટો દિલ્હીથી નક્કી થઈ છે અને જૂના કાર્યકરોની અવગણના થઈ છે.

શહેર પ્રમુખ અશોક ઓઝાની આ વિવાદમાં શું ભૂમિકા રહી?

શહેર પ્રમુખ અશોક ઓઝાએ શરૂઆતમાં સોશિયલ મીડિયા ગ્રુપમાં રાજીનામું આપ્યું હતું, પરંતુ બાદમાં તે મેસેજ ડિલીટ કરીને તેમણે પોતાની ભૂમિકા બદલી હતી.

શું AAP ભાજપની 'B ટીમ' તરીકે કામ કરી રહી છે તેવો કોઈ આક્ષેપ થયો છે?

હા, કેટલાક કાર્યકરોએ ગંભીર આક્ષેપ લગાવ્યો છે કે આમ આદમી પાર્ટી (AAP) ભાજપની 'B ટીમ' તરીકે કામ કરી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા

વિડિઓઝ

Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
Embed widget