શોધખોળ કરો
ગુજરાત કોંગ્રેસના વધુ એક નેતાને લાગ્યો કોરોનાને ચેપ, પત્નિ-પુત્ર પણ કોરોનાની ઝપેટમાં
મહત્વનું છે વડોદરામાં શુક્રવારે એક દિવસમાં 100થી વધુ કેસ નોઁધાયા હતા.

વડોદરાઃ રાજ્યમાં દિવસેને દિવસે કોરોનાનો કહેર વધી રહ્યો છે. ત્યારે રાજકીય ક્ષેત્રે પણ કોરોના સતત ફેલાઈ રહ્યો છે. જેથી નેતાઓમાં પણ કોરોનાનો ફફડાટ જોવા મળી રહ્યો છે. ત્યારે કૉંગ્રેસના વધુ એક નેતા કોરોનાની ઝપેટમાં આવ્યા છે. વડોદરા કોંગ્રેસના નેતા નરેન્દ્ર રાવતનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. વડોદરા મનપાના કોર્પોરેટર અમીબેન રાવતનો રિપોર્ટ પોઝિટીવ આવ્યા બાદ તેમના પતિ નરેન્દ્ર રાવતનો કોરોના રિપોર્ટ પોઝિટવ આવ્યો છે. તેમના પુત્રને પણ કોરોનાને ચેપ લાગ્યો છે. નરેન્દ્ર રાવતે સંપર્કમાં આવનાર તમામ લોકોને ટેસ્ટ કરાવવા અપીલ કરી છે. મહત્વનું છે વડોદરામાં શુક્રવારે એક દિવસમાં 100થી વધુ કેસ નોઁધાયા હતા. નોંધનીય છે કે, ગઈકાલે વેરાવળ તાલુકા ભાજપ મહામંત્રી વિજયસિંહ પરમારનું કોરોનાના કારણે નિધન થયું છે. વિજયસિંહ પરમારનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા છેલ્લા 10 દિવસથી તેઓ જૂનાગઢ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. જ્યાં સરવાર દરમિયાન તેમનું મોત થયું હતુ. વિજયસિંહ પરમાર તાલુકા ભાજપના મહામંત્રી અને વ્યવસાયે વકીલ હતા. વિજયસિંહ પરમાર વેરાવળ તાલુકાના નવાપરા ગામના વતની હતા. વેરાવળ તાલુકામાં તેમની પકડ મજબૂત હતી. જ્યારે પોતે સેવાભાવી હોવાને લઇને તેઓની લોકોમાં ભારે લોકચાહના હતી.
વધુ વાંચો





















