શોધખોળ કરો

Arvind Kejriwal Gujarat visit: આજે કેજરીવાલ વડોદરામાં કરશે સભા, આપનો ભાજપ ડરી ગઈ હોવાનો આક્ષેપ

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ આજે વડોદરા આવી રહ્યા છે. જો કે તેમના ગુજરાત પ્રવાસ પહેલા જ વિવાદ સામે આવ્યો છે.

Arvind Kejriwal Gujarat visit: આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ આજે વડોદરા આવી રહ્યા છે. જો કે તેમના ગુજરાત પ્રવાસ પહેલા જ વિવાદ સામે આવ્યો છે. ગુજરાત આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવી એક ટ્વીટના કારણ રાજકારણ ગરમાયું છે. ઈસુદાન ગઢવીએ પોતાના ટ્વીટમાં લખ્યું છે.

શું લખ્યું ઈસુદાન ગઢવીએ

ગુજરાતમાં અત્યાર સુધી ટીવી મીડિયાને ધમકીઓ આપીને અમારા પ્રવક્તાઓને ડિબેટ કરતા અટકાવનાર ભાજપે હવે કેજરીવાલ જીનો બરોડામાં કાર્યક્રમ ન થયા તે માટે 13થી વધુ સભા સ્થળના માલિકોને જગ્યા નહીં આપવાની ધમકી આપીને બુકિંગ કેન્સલ કરાવ્યું છે. ! કેજરીવાલની લોકપ્રિયતાથી ડરી ગયેલી ભાજપ હવે ગુસ્સે ભરાઈ છે.

ઈસુદાન ગઢવી આ ટ્વીટ પર રિપ્લાય આપતા દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે લખ્યું કે, વિરોધી પક્ષોને આ રીતે કાર્યક્રમો કરતા અટકાવવા યોગ્ય નથી. તમે તમારા પોતાના કાર્યક્રમો કરો, અન્ય તમામ પક્ષોને તેમના કાર્યક્રમો કરવા દો. જીત અને હાર ચાલુ રહે છે. લોકોને આ રીતે ધમકાવવા યોગ્ય નથી.

કેજરીવાલ-સિસોદીયા આવશે ગુજરાત

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવવાની સાથે જ રાજ્યમાં પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને દિલ્હી સીએમ તથા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની મુલાકાતો વધી રહી છે. દિલ્હી સીએમ કેજરીવાલ અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદીયા ફરી એકવાર ગુજરાત મુલાકાતે આવશે.

આપ રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ 20 સપ્ટેમ્બરે વડોદરા આવશે. અરવિંદ કેજરીવાલ પ્રેસ કોન્ફરન્સ કરશે અને ટાઉનહોલ કાર્યક્રમના માધ્યમથી ગુજરાતની જનતા સમક્ષ પોતાની વાત રજૂ કરશે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા 21 સપ્ટેમ્બરે અમદાવાદ આવશે. મનીષ સિસોદિયા સાબરમતી આશ્રમ ખાતે ગાંધીજીના દર્શન કરશે. જે બાદ તેઓ ગુજરાત યાત્રાની શરૂઆત કરશે. મનીષ સિસોદિયા સમગ્ર ઉત્તર ગુજરાતમાં યાત્રા કરી લોકોને પરિવર્તન લાવવા માટે હાકલ કરશે.

પ્રિયંકા ગાંધી આવશે વડોદરા

ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવવાની સાથે જ દિગ્ગજ નેતાઓના રાજ્યમાં આંટાફેરા વધી રહ્યા છે. મોદી, શાહ અને કેજરીવાલ સતત રાજ્યના પ્રવાસે આવી રહ્યા છે. કોંગ્રેસના રાહુલ ગાંધી પણ મુલાકાતે આવી ગયા છે. 30 સપ્ટેમ્બર આસપાસ પ્રિયંકા ગુજરાત આવી શકે છે. વડોદરા ખાતે પ્રિયંકા ગાંધી રોડ શો કરી શકે છે. ઉપરાંત આણંદ ખાતે મહિલા સંમેલનને સંબોધી શકે છે. આણંદ અથવા વડોદરામાં ગરબામાં પણ ભાગ લઈ શકે છે. હાલ પ્રિયંકા ગાંધીના કાર્યક્રમને કોંગ્રેસ દ્વારા આખરી ઓપ અપાઈ રહ્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: અમદાવાદમાં 147મી રથયાત્રા, અમિત શાહે કર્યા મંગળા દર્શન
Rathyatra 2024 Live: અમદાવાદમાં 147મી રથયાત્રા, અમિત શાહે કર્યા મંગળા દર્શન
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish । નેનો યુરિયા કરશે ન્યાલ? । abp AsmitaHun To Bolish । રેસનો ઘોડો કોણ ? । abp AsmitaAhmedabad News । અમદાવાદ ટ્રાફિક પોલીસે ઝડપી નકલી ચલણી નોટ, જુઓ સમગ્ર મામલોDaman News । સાંસદ ઉમેશ પટેલે દમણ પ્રશાસનને આપી ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: અમદાવાદમાં 147મી રથયાત્રા, અમિત શાહે કર્યા મંગળા દર્શન
Rathyatra 2024 Live: અમદાવાદમાં 147મી રથયાત્રા, અમિત શાહે કર્યા મંગળા દર્શન
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Crime: સસ્તી બોટલમાં કેમિકલ નાખી ડુપ્લીકેટ ઈંગ્લિશ દારુ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ
Crime: સસ્તી બોટલમાં કેમિકલ નાખી ડુપ્લીકેટ ઈંગ્લિશ દારુ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ
New Criminal Laws: બીજાની પત્નીને ફોસલાવવી અપરાધ બન્યો, નવા કાયદા હેઠળ આટલી સજા થઈ શકે છે
New Criminal Laws: બીજાની પત્નીને ફોસલાવવી અપરાધ બન્યો, નવા કાયદા હેઠળ આટલી સજા થઈ શકે છે
આંતરરાષ્ટ્રીય સહકારી દિવસની ખેડૂતોને મોટી ભેટ, ગુજરાત સરકારે નેનો યુરિયા અને નેનો ડીએપીની કિંમતમાં કર્યો 50 ટકાનો ઘટાડો
આંતરરાષ્ટ્રીય સહકારી દિવસની ખેડૂતોને મોટી ભેટ, ગુજરાત સરકારે નેનો યુરિયા અને નેનો ડીએપીની કિંમતમાં કર્યો 50 ટકાનો ઘટાડો
Embed widget