શોધખોળ કરો
Advertisement
(Source: Poll of Polls)
પક્ષ સામે બાંયો ચડાવનાર આ દબંગ ધારાસભ્યએ હવે દીકરી માટે માગી ટિકિટ
ભાજપ પક્ષ વડોદરા જિલ્લા પંચાયતના ઉમેદાવારોનું આજના દિવસમાં ગમે તે સમયે લિસ્ટ જાહેર કરશે.
મનપાની ચૂંટણીમાં પુત્રની ટિકિટ માટે પક્ષ સામે જ મોરચો માંડનાર વડોદરાના વાઘોડીયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે હવે પોતાની પુત્રી માટે ટિકિટ માગી છે. મધુ શ્રીવાસ્તવની પુત્રીએ નીલમે વડોદરા જિલ્લા પંચાયતની ગોરજ બેઠક પરથી ટિકિટ માગી છે.
ભાજપ પક્ષ વડોદરા જિલ્લા પંચાયતના ઉમેદાવારોનું આજના દિવસમાં ગમે તે સમયે લિસ્ટ જાહેર કરશે. ત્યારે શ્રીવાસ્તવના પુત્રીને ટિકિટ મળે છે. કે નહીં તેના પર સસ્પેંસ યથાવત છે. તો અગાઉ મનપાની ચૂંટણી માટે મધુ શ્રીવાસ્તવ પુત્રની ટિકિટ માગી ચૂક્યા છે. પરંતુ પક્ષે પોતાના નિયમના કારણે ટિકિટ ન આપતા મધુ શ્રીવાસ્તવે પોતાના પુત્રને અપક્ષ ફોર્મ ભરાવ્યુ હતુ. જે છેલ્લી ઘડીએ રદ્દ થતા મધુ શ્રીવાસ્તવે પક્ષ સામે જ મોરચો માંડ્યો હતો.
નોંધનીય છે કે, ભાજપના નેતાએ મધુ શ્રીવાસ્તવના દીકરા દિપક શ્રીવાસ્તવની ઉમેદવારી સામે વાંધો ઉઠાવતા ન માત્ર દિપક શ્રીવાસ્તવ પણ તેના સમર્થકો પણ દાદાગીરી પર ઉતરી આવ્યા હતા. દિપક શ્રીવાસ્તવના સમર્થકોએ ચૂંટણી અધિકારીની ઓફિસમાં કાચ પણ ફોડી નાંખ્યા હતા. હવે તેનું ફોર્મ રદ્દ થઈ ગયું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
શિક્ષણ
દેશ
અમદાવાદ
Advertisement
gujarati.abplive.com
Opinion