શોધખોળ કરો
Advertisement
વડોદરામાં કોરોનાની ભયંકર સ્થિતિ, કોણે લગાવ્યો આંકડા છૂપાવાતા હોવાનો આક્ષેપ?
વડોદરામાં કોરોનાની ભયંકર સ્થિતિ હોવાનો તેમજ પોઝિટિવ કેસ અને મૃત્યુ આંક વધી રહ્યો છે તેમ છતાં તંત્ર આંકડા છુપાવી રહ્યું હોવાના આક્ષેપો થયા છે.
વડોદરાઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી દૈનિક કેસો 1300ને પાર થઈ ગયા છે. ત્યારે વડોદરામાં કોરોનાની ભયંકર સ્થિતિ હોવાનો તેમજ પોઝિટિવ કેસ અને મૃત્યુ આંક વધી રહ્યો છે તેમ છતાં તંત્ર આંકડા છુપાવી રહ્યું હોવાના આક્ષેપો થયા છે.
કોગ્રેસના કોર્પોરેટર ચિરાગ ઝવેરીએ ધટસ્ફોટ કર્યો છે કે, શહેરમા રોજ 400 જેટલા પોઝિટિવ કેસો આવે છે, જ્યારે મૃત્યુઆંક પણ 22ને પાર છે. ભાજપના ધારાસભ્ય જીતુ સુખડીયાએ પણ આંકડા છુપાવવામાં આવતા હોવાની વાતનો સ્વિકાર કર્યો છે.
સયાજીરાવ ગંજના ધારાસભ્યએ કહ્યું વડોદરામાં કોરોનાની સ્થિતિ ગંભીર છે. વિરોધ પક્ષના આક્ષેપને ભાજપના ધારાસભ્યે સમર્થન આપ્યું છે. પોઝિટિવ કેસ અને મૃત્યુના સાચા આંકડા નથી અપાતા તેવો આક્ષેપ કરાયો છે. અત્યાર સુધીમાં શહેરમાં કોરોના પોઝિટિવનો આંકડો 10,000 ને પાર, જ્યારે 169ના મોત થયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
બોલિવૂડ
ક્રિકેટ
Advertisement