શોધખોળ કરો
Advertisement
વડોદરા હાઈવે પાસેના પેટ્રોલપંપ પર આવી ચડ્યો મહાકાય મગર, જોઇને લોકોના શું થયા હાલ?
વડોદરામાં તાપી નદીમાંથી વારંવાર મગરો રહેણાંક વિસ્તારમાં આવી જતા હોય છે. છેલ્લા સાત દિવસમાં આ ત્રીજી ઘટના બની છે.
વડોદરાઃ ગઈ કાલે રાતે વડોદરાના તરસાલી હાઈવે પર આવેલી પેટ્રોલપંપ પર મહાકાય મગર આવી ગયો હતો. જે જોઇને લોકો ગભરાઈ ગયા હતા. જોકે, પેટ્રોલપંપના કર્મચારીએ વાઇલ્ડ લાઈફ રેસ્ક્યૂ ટીમને જાણ કરતાં ટીમના સભ્યો પેટ્રોલપંપ પર દોડી આવ્યા હતા. તેમજ મહાકાય મગરનું ભારે જહેમત બાદ રેસ્ક્યૂ કર્યું હતું.
નોંધનીય છે કે, વડોદરામાં તાપી નદીમાંથી વારંવાર મગરો રહેણાંક વિસ્તારમાં આવી જતા હોય છે. ત્રણ દિવસ પહેલા જ પાંચ ફૂટનો મગર વડોદરાના વાડી વિસ્તારની શિવનેરી સોસાયટીમાં આવી ગયો હતો. જેને કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. જોકે, જીવદયા સંસ્થાએ મગરનું રેસ્ક્યૂ કરી વન વિભાગને સોંપી દીધો હતો.
ગત 9મી ઓક્ટોબરના રોજ એક 9 ફૂટનો મહાકાય મગર વડોદરાથી આણંદ જતા હાઈવે પર આવી ચડ્યો હતો. જેનું પણ રેસ્ક્યૂ કરી લેવાયું હતું. આમ, છેલ્લા સાત દિવસમાં જાહેરમાં મગર આવી જવાની આ ત્રીજી ઘટના વડોદરામાં સામે આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
દુનિયા
દેશ
Advertisement