શોધખોળ કરો
વડોદરા નેશનલ હાઈવે પર આવી ગયો 9 ફૂટ લાંબો મગર, પછી શું થયું? જાણો વિગત
વડોદરા નેશનલ હાઈવે પર નવ ફૂટનો મગર કાલે આવી ગયો હતો, જેનું હાલ રેસ્ક્યૂ કરી લેવાયું છે.

વડોદરાઃ વડોદરાથી આણંદ જતાં નેશનલ હાઇવે પર ગઈ કાલે મગર આવી ગયો હતો. જેની જાણ તાત્કાલિક ઘટના સ્થળ પર વન વિભાગના અધિકારીઓને કરતા તેઓ દોડી આવ્યા હતા. તેમજ આ 9 ફૂટ લાંબા મગરનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે, વડોદરાની વિશ્વામિત્રી નદીમાં મોટી સંખ્યામાં મગરો છે, જે ચોમાસાના સમયે નદીના પૂરમાં તણાઇને લોકોના ઘર સુધી આવી જતા હોય છે, ત્યારે ગઈ કાલે પણ આ મગર નેશનલ હાઈવે પર આવી ગયો હતો. જેનું રેસ્ક્યૂ કરી લેવામાં આવ્યું છે.
વધુ વાંચો




















