શોધખોળ કરો

Dahod : ભુલવણ ગામે બકરાનું માંસ ખાધા પછી 8 લોકોના મોત, FSLના રિપોર્ટ પછી સાચું કારણ સામે આવશે

પ્રાથમિક દ્રસ્ટીએ જમવામાં ઓર્ગેનિક ફોસફરસ એટલે કે કોઈ કેમિકલ જંતુનાશક દવા હોવાનું તબીબોનું અનુમાન છે. સમગ્ર પ્રકરણમાં FSl અને વીસેરાનો રિપોર્ટ આવ્યા બાદ જ સાચું કારણ બહાર આવશે.

દાહોદઃ દાહોદ જિલ્લાના દેવગઢબારીયા  ભુલવણ ગામે બકરાનું માંસ ખાધા પછી એક પછી 8 લોકોના મોત નીપજ્યા છે. પ્રાથમિક દ્રસ્ટીએ જમવામાં ઓર્ગેનિક ફોસફરસ એટલે કે કોઈ કેમિકલ જંતુનાશક દવા હોવાનું તબીબોનું અનુમાન છે. સમગ્ર પ્રકરણમાં FSl અને વીસેરાનો રિપોર્ટ આવ્યા બાદ જ સાચું કારણ બહાર આવશે.

દાહોદ જિલ્લાના ભુલવણ ગામે બે દિવસ પહેલા  સાંજના સમયે  એક બાદ એક 15 લોકોને મોઢામાંથી ફીણ નીકળવા સાથે ચક્કર આવવા લાગ્યા હતા. ત્યાર બાદ એકાએક તેમની તબિયત ખરાબ થયા બાદ દોડધામ મચી ગઇ હતી. પહેલા આ ઘટનામાં 5 લોકોનાં મોત થયા હતા. 12 લોકોને દેવગઢ બારિયાના સરકારી દવાખાનમાં દાખલ કરાયા બાદ બેને રિફર કરાયા હતા.  તમામને ફૂડ પોઇઝનિંગ થયું હોવાનું પ્રાથમિક તારણ છે. વિધિ બાદ ઘરે લઇ જવાયેલા બકરાનું મટન ખાતાં કે પછી અન્ય કોઇ કારણોસર તેઓ ભોગ બન્યા હતા એની તપાસ શરૂ કરાઇ છે.

દેવગઢ બારિયા તાલુકાના 138 ઘરમાં 1200ની વસ્તી ધરાવતું  ભુલવણ ગામ નિશાળ ફળિયા ગામની શાંતિ માટે દર પાંચ વર્ષે કરાતી જાતરની વિધિ ગત રવિવારથી ગામના ટાંકી ફળિયામાં દેવપૂજનની વિધિ ચાલી રહી હતી. 9 દિન બાદ સોમવારે વિધિનો અંતિમ દિવસ હોવાથી પરંપરા મુજબ અહીં છ બકરાની બલિ આપવામાં આવી હતી. 

આ બકરાના મટનના ભાગ પાડવામાં આવતાં પોતપોતાના ભાગનું મટન લોકો ઘરે લઇ ગયા હતાં. સાંજના સમયે તમામ 13 લોકોને એકાએક જ મોઢામાંથી ફીણ નીકળવા ઉપરાંત ચક્કર આવવા લાગ્યા હતાં. તબિયત બગડી હતી તે લોકોમાં 4 ના મોત 10 લોકોને 108 દ્વારા દેવગઢ બારિયાના સરકારી દવાખાને ખસેડવમાં આવ્યા હતાં. આ પછી એક પછી એક મોતનો આંકડો 8 પર પહોંચી ગયો છે. 

ઘટનામાં આરોગ્ય તંત્ર તેમજ વહીવટી તંત્ર તેમજ પોલીસ તંત્ર પણ દોડતું થયું હતું. વહેલી સવારથી પ્રાંત અધિકારી મામલતદાર તાલુકા વિકાસ અધિકારી સહિત પોલીસનો કાફલો ગામમાં જોવા મળ્યો હતો.   ગામમાં તમામ ફળિયામાં  આરોગ્યની 20 ટીમ કામ કરી રહી છે.  ઘરે ઘરે જઈ લોકોને પૂછપરછ કર્યા બાદ સ્થળ પર જ દવા પણ આપવામાં આવી રહી છે.

પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ રિપોર્ટ મૃતકોના વિસેરાના પરીક્ષણ બાદ મોતનું સાચું કારણ સામે આવે તેમ છે .  ઘના બાદ તમામ વિસ્તારમાં ગામમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો. મોડી  રાત્રે દોડી આવેલા ધારાસભ્ય બચુભાઈ ખાબડ જિલ્લા પોલીસ વડા હિતેશ જોઇસર કલેકટર ડો હર્ષિત ગોસાવી સહિત તંત્ર ઘટનાને લઇને સતર્કજોવા મળી રહ્યું છે.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More

ટોપ સ્ટોરી

વડોદરાની હોટેલ વિન્ટેજ ઈનમાં યુવકનું શંકાસ્પદ મોત: ડેટિંગ એપથી મિત્રતા, રાત્રે 3 વાગ્યે એન્ટ્રી અને પછી...
વડોદરાની હોટેલ વિન્ટેજ ઈનમાં યુવકનું શંકાસ્પદ મોત: ડેટિંગ એપથી મિત્રતા, રાત્રે 3 વાગ્યે એન્ટ્રી અને પછી...
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Embed widget