અમદાવાદ-ઇન્દૌર હાઇવે પાસેથી મળી આવી યુવતીની લાશ, કોણ છે યુવતી અને કેવી રીતે થયું મોત?
હાઇવે નજીક સિમેન્ટની કુંડી પાસેથી 25 વર્ષ આસપાસની યુવતીની લાશ મળી આવી છે. 15 થી 20 દિવસ જૂની ડીકમ્પોઝ હાલતમાં લાશ મળી આવી છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહ હોસ્પિટલમાં લઈ જવાયો હતો.
દાહોદઃ અમદાવાદ ઇન્દોર હાઈવે પર રામપુરા પાસેથી યુવતીની લાશ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. દાહોદના રામપુરા હાઇવે નજીક યુવતીની લાશ મળી આવતાં આસપાસથી લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ અંગે પોલીસને જાણ કરતાં પોલીસ પણ આવી પહોંચી હતી.
હાઇવે નજીક સિમેન્ટની કુંડી પાસેથી 25 વર્ષ આસપાસની યુવતીની લાશ મળી આવી છે. 15 થી 20 દિવસ જૂની ડીકમ્પોઝ હાલતમાં લાશ મળી આવી છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જોકે , આ યુવતી કોણ છે, તે જાણી શકાયું નથી. પોલીસે હત્યા, આત્મહત્યા કે અન્ય રીતે થયું મોત તે વિશે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Ahmedabad : સસરાએ પુત્રવધૂ પર બગાડી નજર, દીકરાની ગેરહાજરીમાં પરાણે બાંધતો શારીરિક સંબંધ ને....
અમદાવાદઃ શહેરમાં સંબંધોને શર્મશાર કરતી ઘટના સામે આવી છે. હવસખોર સસરાએ ખૂદ પોતાના જ દીકરાની પત્ની પર નજર બગાડી હતી અને દીકરાની ગેરહાજરીમાં પુત્રવધૂને ધમકાવીને પરાણે સંબંધો બાંધ્યા હતા. જોકે, બે મહિના સુધી હવસનો શિકાર બન્યા પછી કંટાળીને અંતે પરિણીતાએ પોલીસનું શરણ લીધું છે.
શહેરના દાણીલીમડામાં સસરાએ પુત્રવધૂ પર બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. હવસખોર સસરો છેલ્લા 2 મહિનાથી પુત્રવધૂ પર બળાત્કાર આચરતો હતો. પુત્ર ઘરે ના હોય ત્યારે ધાકધમકી આપી બળજબરી પૂર્વક શારીરિક સંબંધ બાંધતો હતો. પરિણીતાએ દાણીલીમડા પોલીસમાં સસરા સામે બળાત્કારની ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાતના પૂર્વ DG તીર્થરાજનું હૃદયરોગના હુમલાથી નિધન, પોલીસબેડામાં શોક
અમદાવાદઃ ગુજરાતના પૂર્વ DG તીર્થરાજનું નિધન થયું છે. અમદાવાદમાં વહેલી સવારે તેમનું નિધન થયું હતું. અણધાર્યા નિધનથી પોલીસબેડામાં શોકની લાગણી ફરી વળી છે. નીર્થરાજ 1984ની બેચનાં IPS અધિકારી હતા. 62 વર્ષની વયે નિધન થતા IPS લોબી સ્તબ્ધ થઈ ગઈ છે. હ્રદયરોગના હુમલાના કારણે તેમનું મૃત્યુ થયું છે.