Vadodara News: વડોદરાના મંજુસરમાં ગણપતિ વિસર્જનમાં વિઘ્ન, બે જૂથ વચ્ચે પથ્થરમારો, જાણો શું છે સ્થિતિ
આજે ગણેશ વિસર્જનનો અંતિમ દિવસ છે,વડોદરાના સાવલી તાલુકાના મંજુસર ગામે બે જૂથ વચ્ચે પથ્થરમારો થતાં વિસર્જન સમયે વાતાવરણ ડોહળાયું હતું.
Vadodara News: વડોદરાના સાવલી તાલુકાના મંજુસર ગામે ગણપતિ વિસર્જન યાત્રા દરમિયાન બે જૂથ વચ્ચે પથ્થરમારાની ઘટનાથી વાતાવરણમાં તંગદીલી ફેલાઇ ગઇ.
વડોદરાના સાવલી તાલુકાના મંજુસર ગામે ગણપતિ વિસર્જન યાત્રા દરમિયાન મંજુસરના વાઘેલા ફળિયા વિસ્તારમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો. ગણપતિ વિસર્જન યાત્રા દરમિયાન પથ્થરમારો થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતોય મંજૂસર અને સાવલી પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. હાલ મંજુસર ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. ઘટનાના પગલે કેતન ઇમાનદારે કહ્યું કે, શાંતિ ડહોળનાર કોઈ તત્વોને છોડવામાં નહી આવે. અમુક અસામાજિક તત્વો શાંતિ ડહોળવાનો પ્રયાસ કરે છે. ઈરાદાપૂર્વક પર પથ્થરમારો કરાયો છે. આ ઘટનામાં કોઈ પણ દોષિતોને છોડવામાં નહીં આવે.જવાબદારો સામે દાખલો બેસાડવાની કાર્યવાહી કરાશે.
તો બીજી તરફ ખંભાતમાં ગણપતિ વિસર્જન દરમિયાન દુર્ઘટના સર્જાઈ છે. ગણપતિની પ્રતિમાને વીજ વાયર અડી જતા 5 લોકોને વીજ કરંટ લાગ્યો છે. જેમાં બે લોકોના મોત થયા છે જ્યારે 3 લોકોની હાલત ગંભીર છે. ખંભાતની નવરત્ન સિનેમા પાસે આ ઘટના બની છે. હાલમાં ત્રણેય ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા છે. આણંદના ખંભાતમાં ગણપતિ વિસર્જન દરમિયાન બનેલી ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી ગઈ છે. લાડવાડા વિસ્તારના ગણેશજીની મૂર્તિને વિસર્જન માટે લઇ જતા હતા ત્યારે વીજ કરંટ લાગ્યો હતો.
સાબરકાંઠા: આજે ઠેરઠેર ભક્તિ ભાવ સાથે ગણેશ વિસર્જન કરવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ સાબરકાંઠા વિસ્તારમાં ગણેશ વિસર્જન દરમિયાન એક ગોજારી ઘટના સામે આવી છે. આજે ગણેશ વિસર્જન માટે ગયેલા કેટલાક યુવાનો પૈકીના બે યુવાનો પાણીમાં ડૂબ્યા હતા. સાબરમતી નદીમાં બે યુવાનો ગણેશજીની મૂર્તિ વિસર્જન કરતા સમયે ડૂબી જતા દોડધામ મચી ગઈ હતી.