શોધખોળ કરો
Advertisement
વડોદરાના વાઘોડિયાની જય એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં ભીષણ આગ, 6 કલાકથી આગને કાબૂમાં લેવા પ્રયાસ
વડોદરા પાણીગેટ ફાયર સ્ટેશનના અધિકારી અમિત ચૌધરીએ કહ્યું કંપનીમાં ચારેય તરફ ફાયર સેફ્ટીની સુવિધા નથી.
S
વડોદરા : વડોદરાના વાઘોડીયાની GIDCમાં આવેલી જય એગ્રોમાં ભીષણ આગ લાગી છે. આગ લાગતા ધૂમાડાના ગોટેગોટા પાંચ કિલોમીટર સુઘી દેખાયા હતા. ઘટનાના પગલે વડોદરા મહાનગરપાલીકા, અપોલો, ગેલ ઈન્ડીયા, ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એથોરીટીના અગ્નીશામક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કરી રહ્યા છે. આગ ભીષણ હોવાથી તેની ઉપર કાબૂ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. 6 કલાકથી આગને કાબૂમાં લેવા પ્રયાસ.
એગ્રો ઈન્ડસ્ટ્રીઝની સામે બાજુ ગેલ ઈન્ડીયા ગેસ ઓથોરીટી આવેલ છે. લોકોના જીવ પડીકે બંઘાયા છે. ક્યાંક આગ વઘુ પ્રસરે તો ભયંકર પરીણામ નોતરી શકે છે. આગથી કરોડોનુ નુકશાન થવાની સંભાવના છે. આગની હોનારત સર્જાતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે. એગ્રો ઈન્ડસ્ટ્રીઝના ચારે ચાર શેડ આગની લપેટમા આવી ગયા છે.
વડોદરા પાણીગેટ ફાયર સ્ટેશનના અધિકારી અમિત ચૌધરીએ કહ્યું કંપનીમાં ચારેય તરફ ફાયર સેફ્ટીની સુવિધા નથી. આગ ક્યારે કાબૂમાં આવશે તે કહેવું મુશ્કેલ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion