શોધખોળ કરો
Advertisement
કોરોના મહામારીને કારણે ગુજરાતનો કયો જાણીતો ધોધ પ્રવાસીઓ માટે કરી દેવાયો બંધ?
ઘોઘમ્બા હાથણી ધોધ તરફનો માર્ગ બંધ કરવામાં આવ્યો છે. પોયલી ખાતેના હાથણી ધોધ ખાતે અવર-જવર ઉપર પ્રતિબંધ મુકાયો છે.
વડોદરાઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. રાજ્યમાં દૈનિક કેસો હજારને પાર થઈ ગયા છે, ત્યારે લોકોને તકેદારી રાખવા માટે વારંવાર અપીલ કરવામાં આવી રહી છે. આવા સમયે કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે ગુજરાતના જાણીતો ઘોઘમ્બા ધોધ પણ પ્રવાસી માટે બંધ કરી દેવામાં આવ્યો છે.
ઘોઘમ્બા હાથણી ધોધ તરફનો માર્ગ બંધ કરવામાં આવ્યો છે. પોયલી ખાતેના હાથણી ધોધ ખાતે અવર-જવર ઉપર પ્રતિબંધ મુકાયો છે. કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે મુલાકતીઓના જમાવડાને પગલે નિર્ણય લેવાયો છે. સ્થાનિક પોલીસ દ્વારા બેરીકેટ લગાવી ધોધ તરફ જવાનો માર્ગ બંધ કરવામાં આવ્યો છે. સ્થાનિકો દ્વારા પ્રશાસનને રજૂઆત કરવામાં આવી હતી. વડોદરા સહિતના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી રહ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion