શોધખોળ કરો

Gujarat Election 2022 : 'વફાદારીમાં માહેર લોકો અદાકારીમાં હારી જાય છે', ભાજપના કયા ધારાસભ્યે કાઢ્યો બળાપો?

ભાજપની સેન્સ પ્રક્રિયા અગાઉ ધારાસભ્ય શૈલેષ સોટ્ટાની ચર્ચાસ્પદ પોસ્ટ સામે આવી છે. ફેસબુક પર શૈલેષ સોટ્ટાએ પોસ્ટ કરી છે. વફાદારી માં માહેર લોકો અદાકારીમાં હારી જાય છે, પરિણામે  કલાકારો ફાવી જાય છે.

Gujarat Election : ભાજપની સેન્સ પ્રક્રિયા અગાઉ ડભોઇના ધારાસભ્ય શૈલેષ સોટ્ટાની ચર્ચાસ્પદ પોસ્ટ સામે આવી છે. ફેસબુક પર શૈલેષ સોટ્ટાએ પોસ્ટ કરી છે. 'વફાદારી માં માહેર લોકો અદાકારીમાં હારી જાય છે, પરિણામે  કલાકારો ફાવી જાય છે'. આજે જિલ્લાના ડભોઇ વિધાનસભાની સેન્સ લેવાય તે પહેલા જ પોસ્ટ કરી હતી.

બીજી તરફ આજે અકોટા,રાવપુરા અને સયાજીગંજ બેઠક ની સેન્સ લેવાઈ રહી છે. રાવપુરા બેઠક પરથી પણ શૈલેષ સોટ્ટા પ્રબળ દાવેદાર હતા. શૈલેષ સોટ્ટાની પોસ્ટ થી ભાજપના કાર્યકરોમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. 

Gujarat Election 2022 : 'વફાદારીમાં માહેર લોકો અદાકારીમાં હારી જાય છે', ભાજપના કયા ધારાસભ્યે કાઢ્યો બળાપો?

Gujarat Election 2022 : કોઈ ઉદ્યોગપતિ કે બિઝનેસમેન નહિ પરંતુ ભાજપના કાર્યકર્તાને ટીકીટ આપવામાં આવેઃ કુમાર કાનાણી

સુરતઃ ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીની ટિકિટને લઈને પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે ઉદ્યોગપતિને ટિકિટ આપવા સામે વાંધો ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે, ઉદ્યોગપતિઓને ટીકીટ કઇ રીતે આપવી જોઈએ. બુથના કાર્યકરોને જ ટીકીટ આપવી જોઈએ. જેની સાથે ભાજપને લેવા દેવા નથી તો શા માટે તેમને ઉમેદવારી નોંધાવવા દેવી જોઈએ. મારા વિસ્તારના લોકોના પ્રશ્નો મેં સાંભળ્યા છે.

તેમણે કહ્યું કે, વરાછા વિધાનસભા સાંભળવાનો સમય છે .હું 10 વર્ષથી પ્રતિનિધિત્વ કરું છું. મને વિશ્વાસ છે મને પસંદ કરાશે. મેં વરાછા વિસ્તારના લોકોના સમસ્યા સાંભળી. આશા રાખું કે ફરી વાર મને બીજેપી તક આપશે. કુમારભાઈએ ડાયમંડ ઉદ્યોગ પતિ દિનેશ નવડિય અંગે કહ્યું કે, બધાને પોતાની દાવેદારી કરવાનો અધિકાર છે , પરંતુ હું માનું છું કે ભાજપના કેટલાક નિયમો છે. ભાજપના જે કાર્યકર્તાઓ છે એમને સાંભળવાનો ભાજપનો નિયમ છે. 

તેમણે કહ્યું કે, કોઈ ઉદ્યોગપતિ આવે અને દાવેદારી માંગે એ મને યોગ્ય નહિ લાગતું. પરંતુ કોઈ ઉદ્યોગપતિ ને કેવી રીતે પ્રતિનિધિત્વ અપાય.  ઉદ્યોગપતિ બીજેપીનું કામ નહિ કર્યું કોઈ દિવસ. કાર્યકર્તાઓ કાયમ કામ કરે છે. કામ  માટે દોડે છે કાર્યકર્તાઓ. જે લોકોને ભાજપ સાથે જોડાવાનો કોઈ અધિકાર નથી તે ના ચાલે. અમિત શાહે કીધું છે કે  જીતે એ મારો ઉમેદવાર. 

અમિતભાઈ અથવા બીજા કે કઈ નિર્ણય લેશે એ યોગ્ય રહેશે એને હું સમર્થન આપીશ અને માનીશ. હું આજે નિરક્ષકો આગળ મારી વાત મૂકીશ રજૂઆત કરીશ. જે લોકો બીજેપી નું કામ નહિ કરતા એને તક શા માટે મળે. એટલે બધું વિચારી ઉમેદવાર પસંદ કરવામાં આવશે. વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ કરી નિરીક્ષકોને રજૂઆત. કુમાર કનાની દ્વારા ઉદ્યોગપતી દિનેશ નવડિયાનો ખુલ્લે આમ વિરોધ કરાયો છે. કોઈ ઉદ્યોગપતિ કે બિઝનેસમેન નહિ પરંતુ ભાજપના કાર્યકર્તાને ટીકીટ આપવામાં આવે. ચૂંટણી જીતવી કાયમ અઘરી હોય છે. પરંતુ ભાજપ ના કાર્યકરો આ જંગ જીતવા તનતોડ મહેનત કરશે. હવે કે કઈ નિર્ણય આવશે એ માન્ય રખાશે.

સુરતની 12 વિધાનસભા પૈકી છ બેઠકો માટે ટિકિટ વાંચ્છુક ઉમેદવારોને આજે સાંભળવામાં આવ્યા. આજે સવારે 10 વાગ્યાથી 1 વાગ્યાથી વરાછા અને ઉધના બેઠક માટે ઉમેદવારોને સાંભળવામાં આવ્યા. વરાછા વિધાનસભા માટે 15 અને ઉધના વિધાનસભા બેઠક માટે 17 દાવેદારોએ દાવેદારી નોંધાવી. દાવેદારો સાથે તેમના સમર્થકો પણ મોટી સંખ્યામાં રહ્યા ઉપસ્થિત. હવે બીજા રાઉન્ડમાં 2 વાગ્યે મજુરા અને કરંજ વિધાનસભા બેઠક માટે દાવેદારોને સાંભળવાનું શરૂ કરાશે.

ઉધનામાંથી પ્રતિભા દેસાઈ, ત્રણ ટર્મ કોર્પોરેટર રહી ચૂકેલા સોમનાથ મરાઠે, સિદ્ધાર્થ સરદાર, મુળજી ઠક્કરે કરી રજુઆત. પૂર્વ શાસક પક્ષ નેતા ગીરજાશંકર મિશ્રા, ભાજપના લીગલ એડવાઈઝર વિનય શુક્લા. આ બેઠક ઉત્તર ગુજરાતના પાટીદારો અને હિન્દીભાષી મતદારોના પ્રભુત્વવાળી છે. હાલ સુરતની વરાછા અને ઉધના વિધાનસભા બેઠક માટે સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ. ભાજપની મહત્વની વરાછા બેઠક માટે ખેંચતાણ જેવી સ્થિતિ. વરાછા વિધાનસભા બેઠક માટે ગૃહ યુદ્ધ જેવી સ્થિતિ. કુમાર કાનાણી એ ઉદ્યોગપતિ ને ટીકીટ નહીં આપવા રજુઆત કરી.  તેની સામે હીરા ઉદ્યોગના વિવિધ સંગઠનોએ હીરા ઉદ્યોગપતિ દિનેશ નાવડીયા ને ટીકીટ આપવાની માંગ સાથે કમલમ પહોંચ્યા. સુરત ડાયમંડ એસો, મિનિબજાર ડાયમંડબ્રોકર એસો, રત્નકલાકાર સંઘ સહિત અનેક સંસ્થા ના આગેવાનો દિનેશ નાવડીયા ને ટીકીટ આપવા રજુઆત કરવા પહોંચ્યા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Mehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટીAhmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદToday Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદToday Rain Update | રાજ્યમાં આગામી 24 કલાક પડશે ગાજવીજ સાથે ભારે વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Anant-Radhika Wedding: અનંત અંબાણી- રાધિકા મર્ચન્ટના ગ્રાન્ડ વેડિંગમાં પરફોર્મ કરશે આ ઇન્ટરનેશનલ સ્ટાર્સ
Anant-Radhika Wedding: અનંત અંબાણી- રાધિકા મર્ચન્ટના ગ્રાન્ડ વેડિંગમાં પરફોર્મ કરશે આ ઇન્ટરનેશનલ સ્ટાર્સ
Team India Live Updates: PM મોદીએ ટીમ ઇન્ડિયા સાથે કરી મુલાકાત, ખેલાડીઓએ વ્યક્ત કર્યા અનુભવો
Team India Live Updates: PM મોદીએ ટીમ ઇન્ડિયા સાથે કરી મુલાકાત, ખેલાડીઓએ વ્યક્ત કર્યા અનુભવો
Ahmedabad: અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદ
Ahmedabad: અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદ
Embed widget