શોધખોળ કરો

Gujarat Election 2022: ભાજપના કયા દબંગ ધારાસભ્યએ કર્યું એલાન- હું નહીં લડું ચૂંટણી પણ મારા પત્ની લડશે ? જાણો વિગત

Election 2022: ભાજપના દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું, મારા બદલે મારી પત્ની ચૂંટણી લડશે.

Guajrat Election Update : ભાજપના દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું, મારા બદલે મારી પત્ની ચૂંટણી લડશે. મધુ શ્રીવાસ્તવ વડોદરાના વાઘોડિયાથી ધારાસભ્ય છે. મધુ શ્રીવાસ્તવના પત્નીનું નામ સવિતાબેન છે. તેઓ બે વખત તાલુકા પ્રમુખ અને બે વખત જિલ્લા પંચાયત સભ્ય રહ્યા છે.

વાઘોડિયા બેઠક પર ભાજપમાં જ રસાકસી

પરષોત્તમ રૂપાલાએ 4 દિવસ અગાઉ સાંકરદા ગામ ખાતે ગુપ્ત બેઠક યોજી હતી. જેમાં વાઘોડિયા બેઠક માટે પારુલ યુનિવર્સિટીના ચેર પર્સન પારુલ પટેલની ફાઇલ મંગાવવામાં આવી હતી, સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પારુલ પટેલ દ્વારા પોતાની પ્રોફાઈલ જિલ્લા કાર્યાલય ખાતે મોકલાઈ છે. પારુલ પટેલ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલ સ્વ.ડો.જયેશ પટેલના પુત્રી છે. અગાઉ પરસોત્તમ રૂપાલાએ પારુલ યુનિ.બે કાર્યક્રમો માં હાજરી આપી હતી. આ સિવાય હર્ષ સંઘવીએ ભાજપના પૂર્વ નેતા ધર્મેન્દ્રસિંહ વાઘેલા પાસે બાયોડેટા મંગાવ્યો છે. પરસોત્તમ રૂપાલાએ પારુલ પટેલની ભલામણ કરી હોવાના અહેવાલ છે. હર્ષ સંઘવીએ ધર્મેન્દ્રસિંહ વાઘેલાની ભલામણ કરી હોવાના અહેવાલ છે. ગત ચૂંટણીમાં વર્તમાન ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ સામે અપક્ષ ના ધર્મેન્દ્રસિંહ વાઘેલા 10 હજાર વોટથી હાર્યા હતા.

AAP ના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા સુરતની કઈ બેઠક પરથી લડશે ચૂંટણી ?

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટી 12 લિસ્ટ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં 151થી વધારે ઉમેદવારો જાહેર કરાયા છે. આજે કેજરીવાલે ટ્વિટ કરીને ગોપાલ ઈટાલીયા અને મનોજ સોરઠીયાના નામની જાહેરાત કરી છે.

કેજરીવાલે કર્યુ ટ્વિટ

કેજરીવાલે ટ્વિટ કરીને લખ્યું, રાજકારણમાં યુવાનોની ભાગીદારી જરૂરી છે. ગુજરાતમાં અમારા પ્રદેશ પ્રમુખ અને લોકપ્રિય યુવા ગોપાલ ઇટાલિયા સુરતની કતારગામ વિધાનસભાથી ચૂંટણી લડશે અને પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા કરંજ વિધાનસભાથી ચૂંટણી લડશે.

કોણ છે ગોપાલ ઈટાલિયા

  • ગોપાલ ઈટાલિયા ભાવનગરના ટીંબી ગામના વતની છે.
  • પોલિટિકલ સાયન્સમાં B.A, LLB સુધીનો અભ્યાસ કર્યો છે.
  • 2012માં અમદાવાદ સિટી પોલીસમાં પોલીસકર્મી તરીકે જોડાયા હતા.
  • પોલીસકર્મી તરીકે રાજીનામું આપીને લોકોને કાયદાકીય રીતે મદદરૂપ થવાનું કામ શરૂ કર્યું.
  • 2020માં ગોપાલ ઈટાલિયા આમ આદમી પાર્ટીમાં જોડાયા.
  • જે બાદ ઈટાલિયાએ  ગુજરાતમાં આપને મજૂબૂત કરવાનું કામ સંભાળ્યું.
  • કેજરીવાલે ગુજરાત પ્રદેશ પ્રમુખની જવાબદારી ગોપાલ ઈટાલિયાને સોંપી.
  • સુરત મનપાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસથી વધારે સીટો જીતીને વિપક્ષમાં બેઠી.

દહેગામથી AAP ના ઉમેદવાર યુવરાજસિંહ જાડેજાના સ્થાને કોણ લડશે ચૂંટણી ?થોડા દિવસ પહેલા નામ થયું હતું જાહેર

આમ આદમી પાર્ટીએ દહેગામથી ઉમેદવાર બદલ્યા છે. યુવરાજસિંહ જાડેજાના બદલે સુહાગ પંચાલના નામની જાહેરાત કરાઈ છે. યુવરાજસિંહને સાતત બેઠકોની જવાબદારી સોંપાઈ છે. થોડા દિવસ પહેલા આમ આદમી પાર્ટીએ જાહેર કરેલી યાદીમાં દહેગામ બેઠક પરથી યુવરાજસિંહના નામની જાહેરાત થઈ હતી. યુવરાજસિંહના સ્થાને અન્ય ઉમેદવારના નામની જાહેરાત થતાં હાલ અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે.

આમ આદમી પાર્ટીએ જાહેર કર્યુ 12મું લિસ્ટ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ આજે આમ આદમી પાર્ટી દ્વારા 12 મી યાદીમાં વધુ સાત ઉમેદવારનો નામ જાહેર કરવામાં આવ્યા છે. અંજારથી અર્જુન રબારી, ચાણસ્માથી વિષ્ણુભાઈ પટેલ, દહેગામથી સુહાગ પંચાલ, લીંબડીથી મયુર સાકરિયા, ફતેપુરાથી ગોવિંદ પરમાર, સયાજીગંજથી શ્વેતલ વ્યાસ અને ઝઘડિયાથી ઉર્મિલા ભગતને ટિકિટ આપવામાં આવી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad weather: અમદાવાદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી કાર્નિવલના રંગમાં ભંગ
Ahmedabad weather: અમદાવાદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી કાર્નિવલના રંગમાં ભંગ
ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
Manmohan Singh Death: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન, 92 વર્ષની વયે દિલ્હી AIIMS માં અંતિમ શ્વાસ લીધા
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન, 92 વર્ષની વયે દિલ્હી AIIMS માં અંતિમ શ્વાસ લીધા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dr Manmohan Singh Passes Away: પૂર્વ PM મનમોહન સિંહનું નિધન, દિલ્હી AIIMSમાં લીધા અંતિમ શ્વાસHun To Bolish : હું તો બોલીશ : ભમતું મોતHun To Bolish : હું તો બોલીશ : લાલ પાણી કોનું પાપ?Sabar Dairy Incident : સાબર ડેરીમાં મોટી દુર્ઘટના! બોઈલરની સફાઈ દરમિયાન ગૂંગળામણથી એકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad weather: અમદાવાદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી કાર્નિવલના રંગમાં ભંગ
Ahmedabad weather: અમદાવાદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી કાર્નિવલના રંગમાં ભંગ
ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
Manmohan Singh Death: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન, 92 વર્ષની વયે દિલ્હી AIIMS માં અંતિમ શ્વાસ લીધા
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન, 92 વર્ષની વયે દિલ્હી AIIMS માં અંતિમ શ્વાસ લીધા
PM મોદીએ મનમોહન સિંહના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું, કહ્યું- તેમણે આર્થિક નીતિ પર મજબૂત છાપ છોડી
PM મોદીએ મનમોહન સિંહના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું, કહ્યું- તેમણે આર્થિક નીતિ પર મજબૂત છાપ છોડી
Manmohan Singh Death: પૂર્વ પીએમ ડૉ. મનમોહન સિંહના આ મોટા નિર્ણયોએ બદલી ભારતની તસવીર
Manmohan Singh Death: પૂર્વ પીએમ ડૉ. મનમોહન સિંહના આ મોટા નિર્ણયોએ બદલી ભારતની તસવીર
Congress: આ તારીખથી કોંગ્રેસ શરુ કરશે 'સંવિધાન બચાવો પદ યાત્રા', એક વર્ષ સુધી ચાલશે કાર્યક્રમ
Congress: આ તારીખથી કોંગ્રેસ શરુ કરશે 'સંવિધાન બચાવો પદ યાત્રા', એક વર્ષ સુધી ચાલશે કાર્યક્રમ
General Knowledge: અવકાશયાત્રીઓ અવકાશમાં બીમાર પડે ત્યારે તેમની સાથે કેવી રીતે કરવામાં આવે છે સારવાર, જાણીલો પદ્ધતિ
General Knowledge: અવકાશયાત્રીઓ અવકાશમાં બીમાર પડે ત્યારે તેમની સાથે કેવી રીતે કરવામાં આવે છે સારવાર, જાણીલો પદ્ધતિ
Embed widget