શોધખોળ કરો

Vadodara : એરપોર્ટ પર કેજરીવાલની એન્ટ્રી થતાં જ લાગ્યા મોદી મોદીના નારા, સામે AAPએ શું કર્યું?

વડોદરા એયરપોર્ટ પર દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું આગમન. કેજરીવાલને જોતા જ યુવાનોમાં મોદી મોદીના લાગ્યા નારા. યુવાનાને કહ્યું ગુજરાતનો વિકાસ મોદીએ કર્યો છે ગુજરાતમાં આપની સરકાર નહીં.

Gujarat Election : વડોદરા એયરપોર્ટ પર દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું આગમન. કેજરીવાલને જોતા જ યુવાનોમાં મોદી મોદીના લાગ્યા નારા. યુવાનાને કહ્યું ગુજરાતનો વિકાસ મોદીએ કર્યો છે ગુજરાતમાં આપની સરકાર નહીં. એરપોર્ટ પર અરવિંદ કેજરીવાલની એન્ટ્રી પડતા જ ફિયાસ્કો. રવિશંકર મહારાજ ના ભક્તોએ મોદી મોદીના નારા લગાવ્યા. આપના કાર્યકરોએ કેજરીવાલના  નારા લગાવ્યા. આપના અગ્રણીઓ કેજરીવાલને કારમાં બેસાડીને રવાના. મોદી મોદીના નારા લગાવનાર લોકોએ કહ્યું મોદી જ વિકાસ કરે.

Vadodara : એરપોર્ટ પર કેજરીવાલની એન્ટ્રી થતાં જ લાગ્યા મોદી મોદીના નારા, સામે AAPએ શું કર્યું?

 આપના સંયોજક અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે ફરી એકવાર ગુજરાતની મુલાકાતે છે. કેજરીવાલ વડોદરા એરપોર્ટ પહોંચી ગયા છે. એરપોર્ટથી ભાયલી રોડ સ્થિત ખાનગી હોટેલમાં પ્રેસ કોંફરન્સ સંબોધશે. પ્રેસ કોંફરન્સ બાદ વાલીઓ અને શિક્ષકો સાથે સંવાદ કરશે.

તેમના ગુજરાત પ્રવાસ પહેલા જ વિવાદ સામે આવ્યો છે. ગુજરાત આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવી એક ટ્વીટના કારણ રાજકારણ ગરમાયું છે. ઈસુદાન ગઢવીએ પોતાના ટ્વીટમાં લખ્યું છે.

શું લખ્યું ઈસુદાન ગઢવીએ

ગુજરાતમાં અત્યાર સુધી ટીવી મીડિયાને ધમકીઓ આપીને અમારા પ્રવક્તાઓને ડિબેટ કરતા અટકાવનાર ભાજપે હવે કેજરીવાલ જીનો બરોડામાં કાર્યક્રમ ન થયા તે માટે 13થી વધુ સભા સ્થળના માલિકોને જગ્યા નહીં આપવાની ધમકી આપીને બુકિંગ કેન્સલ કરાવ્યું છે. ! કેજરીવાલની લોકપ્રિયતાથી ડરી ગયેલી ભાજપ હવે ગુસ્સે ભરાઈ છે.

ઈસુદાન ગઢવી આ ટ્વીટ પર રિપ્લાય આપતા દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે લખ્યું કે, વિરોધી પક્ષોને આ રીતે કાર્યક્રમો કરતા અટકાવવા યોગ્ય નથી. તમે તમારા પોતાના કાર્યક્રમો કરો, અન્ય તમામ પક્ષોને તેમના કાર્યક્રમો કરવા દો. જીત અને હાર ચાલુ રહે છે. લોકોને આ રીતે ધમકાવવા યોગ્ય નથી.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવવાની સાથે જ રાજ્યમાં પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને દિલ્હી સીએમ તથા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની મુલાકાતો વધી રહી છે. દિલ્હી સીએમ કેજરીવાલ અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદીયા ફરી એકવાર ગુજરાત મુલાકાતે આવશે.

આપ રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ 20 સપ્ટેમ્બરે વડોદરા આવશે. અરવિંદ કેજરીવાલ પ્રેસ કોન્ફરન્સ કરશે અને ટાઉનહોલ કાર્યક્રમના માધ્યમથી ગુજરાતની જનતા સમક્ષ પોતાની વાત રજૂ કરશે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા 21 સપ્ટેમ્બરે અમદાવાદ આવશે. મનીષ સિસોદિયા સાબરમતી આશ્રમ ખાતે ગાંધીજીના દર્શન કરશે. જે બાદ તેઓ ગુજરાત યાત્રાની શરૂઆત કરશે. મનીષ સિસોદિયા સમગ્ર ઉત્તર ગુજરાતમાં યાત્રા કરી લોકોને પરિવર્તન લાવવા માટે હાકલ કરશે.

પ્રિયંકા ગાંધી આવશે વડોદરા

ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવવાની સાથે જ દિગ્ગજ નેતાઓના રાજ્યમાં આંટાફેરા વધી રહ્યા છે. મોદી, શાહ અને કેજરીવાલ સતત રાજ્યના પ્રવાસે આવી રહ્યા છે. કોંગ્રેસના રાહુલ ગાંધી પણ મુલાકાતે આવી ગયા છે. 30 સપ્ટેમ્બર આસપાસ પ્રિયંકા ગુજરાત આવી શકે છે. વડોદરા ખાતે પ્રિયંકા ગાંધી રોડ શો કરી શકે છે. ઉપરાંત આણંદ ખાતે મહિલા સંમેલનને સંબોધી શકે છે. આણંદ અથવા વડોદરામાં ગરબામાં પણ ભાગ લઈ શકે છે. હાલ પ્રિયંકા ગાંધીના કાર્યક્રમને કોંગ્રેસ દ્વારા આખરી ઓપ અપાઈ રહ્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Junagadh Rain: ભારે વરસાદથી વિલિંગ્ડન ડેમ થયો ઓવરફ્લો, આહલાદક દ્રશ્ય જોવા શહેરીજનો ઉમટ્યા
Junagadh Rain: ભારે વરસાદથી વિલિંગ્ડન ડેમ થયો ઓવરફ્લો, આહલાદક દ્રશ્ય જોવા શહેરીજનો ઉમટ્યા
રૂપિયા રાખજો તૈયાર, ફર્સ્ટક્રાય અને યુનિકોમર્સ IPO પર લાગી SEBIની મહોર
રૂપિયા રાખજો તૈયાર, ફર્સ્ટક્રાય અને યુનિકોમર્સ IPO પર લાગી SEBIની મહોર
લોકો પાસે હજુ પણ છે 7581 કરોડ રૂપિયાના મૂલ્યની 2000ની ચલણી નોટ, RBIએ આપ્યું મોટું અપડેટ
લોકો પાસે હજુ પણ છે 7581 કરોડ રૂપિયાના મૂલ્યની 2000ની ચલણી નોટ, RBIએ આપ્યું મોટું અપડેટ
Rahul Gandhi :  ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને સંસદમાં કરી ભવિષ્યવાણી; PM મોદી અને RSSને કહ્યું આવું
Rahul Gandhi : ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને સંસદમાં કરી ભવિષ્યવાણી; PM મોદી અને RSSને કહ્યું આવું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Accident | અમદાવાદમાં થાર-ફોર્ચ્યુનર વચ્ચે અકસ્માતમાં 3ના મોત, થાર દોડતી હતી 200ની સ્પીડેDhoraji Rain | ધોરાજીની ફૂલઝર નદીમાં ઘોડાપૂર | પૂરના પાણીમાં નાંખતા બોલેરો ફસાઈ!Lonavala Bhushi Dam Incident | લોનાવાલા ડેમમાં પૂર આવતાં આખો પરિવાર તણાયો, હાજર લોકો બચાવી ન શક્યાAhmedabad Accident | અમદાવાદમાં ફોર્ચ્યુનર અને થાર વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત, 3ના મોત; કારમાંથી મળ્યો દારૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Junagadh Rain: ભારે વરસાદથી વિલિંગ્ડન ડેમ થયો ઓવરફ્લો, આહલાદક દ્રશ્ય જોવા શહેરીજનો ઉમટ્યા
Junagadh Rain: ભારે વરસાદથી વિલિંગ્ડન ડેમ થયો ઓવરફ્લો, આહલાદક દ્રશ્ય જોવા શહેરીજનો ઉમટ્યા
રૂપિયા રાખજો તૈયાર, ફર્સ્ટક્રાય અને યુનિકોમર્સ IPO પર લાગી SEBIની મહોર
રૂપિયા રાખજો તૈયાર, ફર્સ્ટક્રાય અને યુનિકોમર્સ IPO પર લાગી SEBIની મહોર
લોકો પાસે હજુ પણ છે 7581 કરોડ રૂપિયાના મૂલ્યની 2000ની ચલણી નોટ, RBIએ આપ્યું મોટું અપડેટ
લોકો પાસે હજુ પણ છે 7581 કરોડ રૂપિયાના મૂલ્યની 2000ની ચલણી નોટ, RBIએ આપ્યું મોટું અપડેટ
Rahul Gandhi :  ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને સંસદમાં કરી ભવિષ્યવાણી; PM મોદી અને RSSને કહ્યું આવું
Rahul Gandhi : ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને સંસદમાં કરી ભવિષ્યવાણી; PM મોદી અને RSSને કહ્યું આવું
ચોમાસામાં જરૂર ખાવ આ પાંચ વસ્તુઓ, ઇમ્યૂનિટી થશે મજબૂત
ચોમાસામાં જરૂર ખાવ આ પાંચ વસ્તુઓ, ઇમ્યૂનિટી થશે મજબૂત
Gujarat Weather: આગામી 3 કલાકમાં સુરત, અમરેલી સહિત અહીં ભારે પવન અને ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Gujarat Weather: આગામી 3 કલાકમાં સુરત, અમરેલી સહિત અહીં ભારે પવન અને ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Amreli Rain: અમરેલી જીલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ, ખેડૂતોમાં ખુશી
Amreli Rain: અમરેલી જીલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ, ખેડૂતોમાં ખુશી
Lok Sabha: લોકસભામાં રાહુલ ગાંધીના ‘હિંદુ’ નિવેદન પર હોબાળો, પીએમ મોદી, અમિત શાહે આપ્યો જવાબ
Lok Sabha: લોકસભામાં રાહુલ ગાંધીના ‘હિંદુ’ નિવેદન પર હોબાળો, પીએમ મોદી, અમિત શાહે આપ્યો જવાબ
Embed widget