શોધખોળ કરો
વડોદરા: HCના આદેશનો સેશન્સ કોર્ટના જજે કર્યો અનાદર, આરોપી વિરુદ્ધ સમન્સ જાહેર કર્યું

વડોદરા: વડોદરાની સેશન્સ કોર્ટના એક જજે ગુજરાત હાઇકોર્ટના હુકમની ઉપરવટ જઈને આરોપી વિરુદ્ધ સમન્સ અને વોરંટ જારી કર્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે.
ગુજરાત હાઇકોર્ટના રજિસ્ટ્રારને આ મામલે રજૂઆત કરવામાં આવી છે. આ અરજીમાં રજૂઆત કરાઈ છે કે છેતરપિંડીના કેસમાં એક આરોપીને ગુજરાત હાઇકોર્ટે આગોતરા જામીન આપ્યા હતા. તેમ છતાં તેની સામે સેશન્સ કોર્ટના જજે પહેલા સમન્સ ઈશ્યુ કર્યું અને ત્યાર બાદ વોરંટ પણ કાઢ્યું હતું. છતાં ઉપરી અદાલતના હુકમની ઉપરવટ જવા બદલ આ જજ સામે કાર્યવાહી થઇ જોઈએ તેવી આ અરજીમાં રજૂઆત કરાઈ છે.
વધુ વાંચો





















