શોધખોળ કરો

Heart Attack: વડોદરામાં રીક્ષા ચાલકનું, મોડાસામાં યાર્ડમાં મગફળી વેચવા આવેલા ખેડૂતનું હાર્ટ એટેકથી મોત

Heart Attack News: રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી તબિયત બગાડતા બાદ અચાનક મોતનો સિલસિલો યથાવત થઇ ગયો છે. રાજ્યમાં આજે પણ બે લોકોના હાર્ટએટેકતી મોત થયા હતા.

Vadodara News: રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી તબિયત બગાડતા બાદ અચાનક મોતનો સિલસિલો યથાવત થઇ ગયો છે. રાજ્યમાં આજે પણ બે લોકોના હાર્ટએટેકતી મોત થયા હતા. વડોદરામાં રીક્ષા ચાલકનું હાર્ટ એટેક આવતા મોત થયું હતું. બપોરના સમયે એસ.ટી ડેપો સામે અચાનક રિક્ષામાં જ અટેક આવ્યો હતો. જે બાદ 108ને જાણ કરાઈ હતી અને તબીબોએ તપાસીને તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસ સ્થળ પર આવી પહોંચી હતી અને કાયદેસરની કાર્ય હાથ ધરી હતી.

યાર્ડમાં મગફળી વેચવા આવેલો ખેડૂત ઢળી પડ્યો

અરવલ્લીના મોડાસાના સાકરિયાના ખેડૂતનું હાર્ટ એટેકથી મોત થયું છે. યાર્ડમાં મગફળી વેચવા આવેલો ખેડૂત ઢળી પડ્યો હતો. હાર્ટ એટેકનો હુમલો આવતા 43 વર્ષીય ખેડૂત ખાંટ સુખાભાઈ સોમાભાઈનું મોત થયું હતું. ખેડૂતના મોતથી ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.

Heart Attack:  વડોદરામાં રીક્ષા ચાલકનું, મોડાસામાં યાર્ડમાં મગફળી વેચવા આવેલા ખેડૂતનું હાર્ટ એટેકથી મોત

હાર્ટ એટેકેને લઈ શું કહે છે NCRBના આંકડા

હાર્ટ એટેક અંગે જાહેર કરવામાં આવેલ સરકારી ડેટા ચેતવણી આપનારો છે. આજે ખરાબ જીવનશૈલી અને ખાનપાનને કારણે હાર્ટ એટેકનો ખતરો ઝડપથી વધી રહ્યો છે. ભારતમાં છેલ્લા ત્રણ વર્ષમાં હાર્ટ એટેકથી મૃત્યુ પામનારાઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. નિષ્ણાતોના મતે, કોવિડ 19 પછી હૃદય રોગનું જોખમ અનેકગણું વધી ગયું છે. NCRB દ્વારા જારી કરાયેલા નવા આંકડા મુજબ, પાછલા વર્ષ 2022માં જ હાર્ટ એટેકના કેસમાં 12.5%નો વધારો થયો છે. 

સરકારી આંકડા મુજબ 2022માં હાર્ટ એટેકના કારણે 32,457 લોકોના મોત થયા હતા, જ્યારે 2021માં હાર્ટ એટેકના કારણે 28,413 લોકોના મોત થયા હતા. ઈન્ડિયા ટુડેના એક રિપોર્ટ અનુસાર, 2022માં જ હાર્ટ એટેક અચાનક મૃત્યુનું ગંભીર કારણ બની ગયું છે. 2020 માં, 28,579 લોકો મૃત્યુ પામ્યા હતા પરંતુ 2021 માં આ સંખ્યા ઘટીને 28,413 પર પહોંચી હતી પરંતુ 2022 માં તે ફરી વધી અને સંખ્યા વધીને 32,457 થઈ ગઈ.

આ કારણે આવે છે હાર્ટએટેક

નિષ્ણાંતોએ ઘણા પરિબળો દર્શાવ્યા છે જે હાર્ટ એટેકનું જોખમ વધારે છે. જેમ કે હાઈ સોડિયમ ડાયટ, કસરતનો અભાવ, ધૂમ્રપાન, વધુ પડતો દારૂ પીવો, ખૂબ સક્રિય ન હોવું વગેરે. સ્વાસ્થ્ય વિશેષજ્ઞોના મતે, હિમોગ્લોબિનનું ઊંચું સ્તર તમારા હૃદયના જોખમને પણ વધારી શકે છે.

અહેવાલ મુજબ આ વધારાના કોષો લોહીને ઘટ્ટ કરે છે. લોહીનો પ્રવાહને ધીમો કરે છે અને લોહીના ગંઠાવા જેવી ગંભીર સમસ્યાઓનું કારણ બની શકે છે. 'નેશનલ હેરાલ્ડ' અંગ્રેજીમાં પ્રકાશિત અહેવાલ અનુસાર, હેમેટોલોજી અને બોન મેરો ટ્રાન્સપ્લાન્ટના પ્રિન્સિપાલ ડાયરેક્ટર ડૉ. રાહુલ ભાર્ગવ કહે છે કે હાઈ હિમોગ્લોબિન લેવલને અવગણવું જોઈએ નહીં કારણ કે તે લોહીના ગંઠાઈ જવાના જોખમને વધારી શકે છે અને ક્યારેક સ્ટ્રોક, હાર્ટ એટેક અને હાથ-પગમાં લોહી ગંઠાવા જેવી ખતરનાક પરિસ્થિતિ ઉભી થઈ શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs ENG: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ટીમ ઈન્ડિયાની બમ્પર જીત, વનડે સિરીઝમાં ઈંગ્લેન્ડના સુપડા સાફ; 142 રને જીતી ત્રીજી વનડે
IND vs ENG: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ટીમ ઈન્ડિયાની બમ્પર જીત, વનડે સિરીઝમાં ઈંગ્લેન્ડના સુપડા સાફ; 142 રને જીતી ત્રીજી વનડે
Samay Raina Show Cancelled: અમદાવાદ અને સુરતમાં સમય રૈનાના શો રદ, અશ્લિલ ટિપ્પણી કરવી પડી મોંઘી
Samay Raina Show Cancelled: અમદાવાદ અને સુરતમાં સમય રૈનાના શો રદ, અશ્લિલ ટિપ્પણી કરવી પડી મોંઘી
IND vs ENG: ભારતે ઈંગ્લેન્ડને જીતવા માટે આપ્યો 357 રનનો ટાર્ગેટ,ગિલની સદી
IND vs ENG: ભારતે ઈંગ્લેન્ડને જીતવા માટે આપ્યો 357 રનનો ટાર્ગેટ,ગિલની સદી
WPL 2025: મહિલા પ્રીમિયર લીગમાં કેટલી મેચ રમાશે? જાણો કઈ ટીમની કોણ છે કેપ્ટન?
WPL 2025: મહિલા પ્રીમિયર લીગમાં કેટલી મેચ રમાશે? જાણો કઈ ટીમની કોણ છે કેપ્ટન?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Cylinder Blast in Surat: સુરતના સચિન GIDCમાં ગેસ સિલીન્ડર બ્લાસ્ટ થતા એકનું મોતDhoraji Politics: ધોરાજીમાં ચૂંટણી પ્રચારમાં સરકારી ગાડીનો ઉપયોગ? વીડિયો વાયરલ થતા પ્રમુખનો ખુલાસોSurat News: પીધેલા 15 લોકો પકડીએ તેમાંથી 10 પટેલ..! સુરતના મહિલા PSI ઉર્વિશા મેંદપરાનું ચોંકાવનારો દાવોBhavnagar News: ઓજ ઈન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સમાં વિદ્યાર્થી પર થયેલ હુમલાની ઘટનામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs ENG: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ટીમ ઈન્ડિયાની બમ્પર જીત, વનડે સિરીઝમાં ઈંગ્લેન્ડના સુપડા સાફ; 142 રને જીતી ત્રીજી વનડે
IND vs ENG: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ટીમ ઈન્ડિયાની બમ્પર જીત, વનડે સિરીઝમાં ઈંગ્લેન્ડના સુપડા સાફ; 142 રને જીતી ત્રીજી વનડે
Samay Raina Show Cancelled: અમદાવાદ અને સુરતમાં સમય રૈનાના શો રદ, અશ્લિલ ટિપ્પણી કરવી પડી મોંઘી
Samay Raina Show Cancelled: અમદાવાદ અને સુરતમાં સમય રૈનાના શો રદ, અશ્લિલ ટિપ્પણી કરવી પડી મોંઘી
IND vs ENG: ભારતે ઈંગ્લેન્ડને જીતવા માટે આપ્યો 357 રનનો ટાર્ગેટ,ગિલની સદી
IND vs ENG: ભારતે ઈંગ્લેન્ડને જીતવા માટે આપ્યો 357 રનનો ટાર્ગેટ,ગિલની સદી
WPL 2025: મહિલા પ્રીમિયર લીગમાં કેટલી મેચ રમાશે? જાણો કઈ ટીમની કોણ છે કેપ્ટન?
WPL 2025: મહિલા પ્રીમિયર લીગમાં કેટલી મેચ રમાશે? જાણો કઈ ટીમની કોણ છે કેપ્ટન?
Maharashtra: ઉદ્ધવ ઠાકરેને મોટો ફટકો, આ નેતાએ આપ્યું રાજીનામું, શિંદે જૂથમાં જોડાશે
Maharashtra: ઉદ્ધવ ઠાકરેને મોટો ફટકો, આ નેતાએ આપ્યું રાજીનામું, શિંદે જૂથમાં જોડાશે
lifestyle: જો તમે શાંતિથી ઊંઘવા માંગતા હોવ તો તમારે તમારા પાર્ટનર સાથે રાત્રે આ વસ્તુ કરવી પડશે બંધ,રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
lifestyle: જો તમે શાંતિથી ઊંઘવા માંગતા હોવ તો તમારે તમારા પાર્ટનર સાથે રાત્રે આ વસ્તુ કરવી પડશે બંધ,રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
Shubhman Gill: 50 વનડે 50 ઇનિંગ્સમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બન્યો ગિલ, ત્રીજી ODIમાં બનાવ્યા 5 મોટા રેકોર્ડ
Shubhman Gill: 50 વનડે 50 ઇનિંગ્સમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બન્યો ગિલ, ત્રીજી ODIમાં બનાવ્યા 5 મોટા રેકોર્ડ
Anti Sikh Riots Case: બે શીખોની હત્યા કેસમાં કોંગ્રેસ નેતા દોષિત,આ તારીખે કોર્ટ સંભળાવશે સજા
Anti Sikh Riots Case: બે શીખોની હત્યા કેસમાં કોંગ્રેસ નેતા દોષિત,આ તારીખે કોર્ટ સંભળાવશે સજા
Embed widget