શોધખોળ કરો

Vadodara Rain: વડોદરા શહેર અને ગ્રામ્યમાં ધોધમાર વરસાદ, વાવણીલાયક વરસાદથી ખેડૂતો ખુશ

હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે વડોદરા શહેરમાં વરસાદની એન્ટ્રી થઈ છે. શહેરમાં સાર્વત્રિક વરસાદ  વરસી રહ્યો છે.

વડોદરા: હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે વડોદરા શહેરમાં વરસાદની એન્ટ્રી થઈ છે. શહેરમાં સાર્વત્રિક વરસાદ  વરસી રહ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં ભારેથી લઈ મધ્યમ વરસાદનું આગમન થયું છે. વડોદરાના રાવપુરા, સયાજીગંજ, ફતેહગંજ, અલકાપુરી, અકોટા, દાંડિયા બજાર, સમા, છાણી, નિઝામપુરા, આજવા રોડ, વાઘોડિયા રોડ વિસ્તારમાં વરસાદનું આગમન થયું છે. વડોદરાના  ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. 

બપોર બાદ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી

વડોદરા શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. બપોર બાદ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. કાળા ડિબાંગ વાદળોને કારણે વિઝીબલિટી ડાઉન થઈ છે.  વાહન ચાલકો લાઈટ ચાલુ કરી વાહન ચલાવી રહ્યા છે. વાવણીલાયક વરસાદથી જગતના તાત ખેડૂતો  ખુશખુશાલ થયા છે.

કચ્છના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે

પૂર્વ કરછ બાદ પશ્ચિમ કચ્છમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. આજે પણ કચ્છના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. પશ્ચિમ કચ્છના અબડાસા, મુન્દ્રા ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ શરૂ થયો  છે.  મુન્દ્રાના નાની ખાખર, ભુજપુર, ગુંદાલા, દેશલપર કંઠી સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે.  મુન્દ્રાાં ગત મોડી રાત્રે બે કલાકમાં 4 ઇંચ વરસાદ નોંધાયો હતો. મુન્દ્રાના ગ્રામ્ય વિસ્તામાં વરસાદથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે.

આજે આ જિલ્લાઓમાં પડશે વરસાદ

હવામાન વિભાગની આગાહી મુજબ આજે, બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ, દ્વારકા, પોરબંદર, નવસારી, વલસાડ, ડાંગ, સુરતમાં ઓરેન્જ અલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  આ સિવાય સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. 

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 199 તાલુકામાં વરસ્યો વરસાદ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 199 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જાણકારી અનુસાર, 24 કલાકમાં રાજ્યના 34 તાલુકામાં બેથી સાડા પાંચ ઈંચ વરસાદ ખાબક્યો હતો. સૌથી વધુ રાજકોટના જામકંડોરણામાં વરસાદ વરસ્યો હતો. રાજ્યના 77 તાલુકામાં એકથી પોણા છ ઈંચ સુધી વરસાદ વરસ્યો હતો. છેલ્લા 24 કલાકમાં રાજકોટના જામકંડોરણામાં સૌથી વધુ 5.6 ઈંચ વરસાદ વરસ્યો હતો.

આ સિવાય સાબરકાંઠાના ઈડરમાં 5.5 ઈંચ, બનાસકાંઠાના ધાનેરામાં 5.2 ઈંચ, રાજકોટના ધોરાજીમાં 4.6 ઈંચ, જામનગરના જોડિયામાં ચાર ઈંચ, કચ્છના મુન્દ્રામાં ચાર ઈંચ, જામનગરના લાલપુરમાં 3.86 ઈંચ, રાજકોટના જેતપુરમાં 3.46 ઈંચ, સુરેન્દ્રનગરના વઢવાણમાં 3.31 ઈંચ, સુરેન્દ્રનગરના ચુડામાં 3.31 ઈંચ, બનાસકાંઠાના વડગામમાં 3.2 ઈંચ, બનાસકાંઠાના દાંતીવાડામાં 3.2 ઈંચ, કચ્છના ગાંધીધામમાં 3.2 ઈંચ, તાપીના સોનગઢમાં 2.95 ઈંચ, સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં 2.95 ઈંચ, જામનગરના જામજોધપુરમાં 2.83 ઈંચ, રાજકોટના ગોંડલમાં 2.83 ઈંચ,મહેસાણાના વડનગરમાં 2.76 ઈંચ,જામનગરના કાલાવડમાં 2.7 ઈંચ,અરવલ્લીના ભિલોડામાં 2.6 ઈંચ, બનાસકાંઠાના પાલનપુરમાં 2.5 ઈંચ,જૂનાગઢના વંથલીમાં 2.48 ઈંચ, જૂનાગઢના માણાવદરમાં 2.5 ઈંચ, રાજકોટ શહેરમાં 2.5 ઈંચ, જૂનાગઢ શહેરમાં 2.36 ઈંચ, જૂનાગઢ તાલુકામાં 2.36 ઈંચ, બોટાદના રાણપુરમાં 2.32 ઈંચ, બનાસકાંઠાના ડીસામાં 2.2 ઈંચ, જૂનાગઢના કેશોદમાં 2.2 ઈંચ, તાપીના વ્યારામાં 2.13 ઈંચ વરસાદ વરસ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Baroda Dairy: બરોડા ડેરીમાં દિનુ મામાનો દબદબો યથાવત, ફરીથી બન્યા ચેરમેન
Baroda Dairy: બરોડા ડેરીમાં દિનુ મામાનો દબદબો યથાવત, ફરીથી બન્યા ચેરમેન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
કોણ છે 'વિમલ પાન મસાલા' કંપનીના માલિક, કેટલી છે કમાણી?
કોણ છે 'વિમલ પાન મસાલા' કંપનીના માલિક, કેટલી છે કમાણી?
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
FDAની કાર્યવાહી વચ્ચે Blinkitના આઈસ્ક્રીમ ફ્રિઝરમાંથી મળ્યો જીવતો ઉંદર
FDAની કાર્યવાહી વચ્ચે Blinkitના આઈસ્ક્રીમ ફ્રિઝરમાંથી મળ્યો જીવતો ઉંદર
Embed widget