શોધખોળ કરો
Advertisement
ગૃહમંત્રી પ્રદીપસિંહે ગુજરાતમાં માસ્કના દંડ મુદ્દે શું કરી મોટી જાહેરાત? જાણો વિગત
ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, કોરોનાના અંતનો આરંભ શરૂ થઇ ચુક્યો છે. કોરોના વેકસીન પણ આવી ગઈ છે, છતાં હજુ ચોકસાઈ ની જરૂર છે.
ગોધરાઃ આજે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પંચહામહાલમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી હતી. આ સમયે તેમણે માસ્કના દંડને લઈને મોટું નિવેદન આપ્યું હતું. ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, કોરોનાના અંતનો આરંભ શરૂ થઇ ચુક્યો છે. કોરોના વેકસીન પણ આવી ગઈ છે, છતાં હજુ ચોકસાઈ ની જરૂર છે. તેમણે ઉમેર્યું હતું કે, નામદાર હાઇકોર્ટ ના માર્ગદશન અને સૂચના અનુસરી સમયાંતરે મુલ્યાંકન કરી નિર્ણય લેવામાં આવશે.
નોંધનીય છે કે, ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના દૈનિક કેસો સતત ઘટી રહ્યા છે. બીજી તરફ રિકવરી રેટ પણ ઝડપથી વધી રહ્યો છે. એટલું જ નહીં, માસ્ક પેનલ્ટીને પગલે કેટલીયવાર પોલીસ અને પબ્લીક વચ્ચે ઘર્ષણના કિસ્સા પણ સામે આવતાં હોય છે. ત્યારે માસ્કના દંડ મુદ્દે આજે પ્રદીપસિંહે મહત્વનું નિવેદન આપ્યું હતું અને હાઈકોર્ટના માર્ગદર્શન અને સૂચના પ્રમાણે આગળનો નિર્ણય લેવાશે, તેમ તેમણે જણાવ્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બોલિવૂડ
અમદાવાદ
દેશ
Advertisement