શોધખોળ કરો

Vadodara: વડોદરામાં ટેમ્પો જીવંત વીજ વાયરને અડી જતા લાગી આગ, ચાલકનું ઘટના સ્થળે જ મોત

વડોદરા:  સાવલી તાલુકાના સાકરદા-ભાદરવા રોડ ઉપર આઇસર ટેમ્પો જીવંત વીજ વાયરને અડી જતા ટેમ્પામાં આગ લાગી હતી. આ આગ એટલી ભયાનક હતી કે ચાલકનું ઘટના સ્થળે જ મોજ નીપજ્યું હતું.

વડોદરા:  સાવલી તાલુકાના સાકરદા-ભાદરવા રોડ ઉપર આઇસર ટેમ્પો જીવંત વીજ વાયરને અડી જતા ટેમ્પામાં આગ લાગી હતી. આ આગ એટલી ભયાનક હતી કે ચાલકનું ઘટના સ્થળે જ મોજ નીપજ્યું હતું. સાકરદા-ભાદરવા રોડ પર એક ખાનગી કંપનીની બહાર આ દુર્ઘટના સર્જાઈ હતી. આ આગની ઘટના બાદ ફાયર ફાઈટરની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. ઘટનાને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ચાઈનીઝ દોરીથી પતંગ ચગાવતા યુવક સામે નોંધાયો પ્રથમ કેસ

ઉત્તરાયણમાં જીવલેણ ચાઈનીઝ દોરીથી પતંગ ચગાવવા પર પોલીસે પ્રતિબંધ મુક્યો છે. આ દરમિયાન અમદાવાદમાં ચાઈનીઝ દોરીથી પતંગ ચગાવતા યુવક સામે પહેલો કેસ નોંધાયો છે. પેટ્રોલિંગ સમયે એક યુવક ચાઈનીઝ દોરી પર પતંગ ચગાવતો હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. ઘાટલોડીયા ચાણક્યપુરી બ્રીજ પાસે આવેલા ખુલ્લા મેદાનમાં યુવક પતંગ ચગાવતો હતો. પોલીસે મેદાનમાં જઈને તપાસ કરતા અજય વાઘેલા નામનો યુવક ચાઈનીઝ દોરીની રીલ પર પતંગ ચગાવતો હતો. પોલીસે અજયે ચગાવેલો પતંગ ઉતારાવ્યા બાદ તેના વિરુદ્ધમાં ગુનો નોંધ્યો હતો અને ચાઈનીઝ દોરી જપ્ત કરીને તેની ધરપકડ કરી હતી.

ઉતરાયણ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ લોકોએ આકાશમાં પતંગ ચગાવવાની શરૂ કરી દીધી છે. પરંતુ આ મજા ઘણીવાર અન્ય લોકો માટે સજા બની જાય છે. આપણ દર વર્ષે જોઈએ છીએ કે, પતંગની દોરીથી ઘણા પક્ષીઓ અને માણસોને ગંભીર ઈજા થાય છે અને ઘણીવાર આ ઈજા મોતમાં પણ પરિણમે છે. આવા જ મોતની ઘટના સુરતમાં સામે આવી છે.

પતંગની દોરીએ કામરેજ ના નવાગામના એક પરિવારના મોભી છીનવી લીધો છે. આધેડ નોકરીથી પરત ઘરે ફરતી હતા ત્યારે દોરીથી ગળું કપાતા મોત થયું હતું.પરિવારના મોભી એવા 52 વર્ષીય બળવંત પટેલ ગઈકાલે સાંજે ડાયમંડ નગરથી નોકરીથી ઘરે પરત ફરી રહ્યા હતા તે દરમિયાન  સુરતથી કામરેજ તરફ આવતા માર્ગ પર સહકાર નગર પાસે ગળામાં પતંગની દોરી ફસાઈ ગઈ હતી. ગળું કપાવાથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. જોકે ઘટના સ્થળે પહોંચેલી 108 બળવંતભાઈને હોસ્પિટલ તો લઈ ગઈ પરંતુ સારવાર મળે એ પહેલા જ બળવંત ભાઈનું પ્રાણ પંખેરુ ઉડી ગયું હતું.

વડોદરામાં પતંગની દોરીથી હોકી પ્લેયરનું મોત

વડોદરામાં પતંગની દોરીથી ગિરીશ બાથમ નામના હોકી પ્લેયર મોત નિપજ્યું છે. ગિરીશ બરોડા હોકી કલબ તરફથી રમતો હતો. ચાઈનીઝ દોરીથી આશાસ્પદ યુવાનનું મોત નિપજ્યું છે. નવાપુરા વિસ્તારમાં આવેલા ખંડોબા મંદિરની પાસે પતંગની દોરીથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલાં યુવાનનું સારવાર દરમિયાન સયાજી હોસ્પિટલમાં મોત નિપજ્યું. લોહીલુહાણ હાલતમાં સયાજી હોસ્પિટલમાં ખસેડ્યા બાદ સારવાર દરમિયાન રાહુલનું મોત નિપજ્યું. પ્રાથમિક વિગત અનુસાર મૃતક ગિરીશ બાથમની ઉંમર 30 વર્ષની હતી અને તે ભાથુજીનગર દંતેશ્વરનો રહેવાસી હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઇકોર્ટે CBIને મોકલી નોટિસ, જાણો શું છે કેસ?
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઇકોર્ટે CBIને મોકલી નોટિસ, જાણો શું છે કેસ?
Embed widget