Vadodra: વડોદરામાં ડાયપરની આડમાં દારુની હેરાફેર, દારૂ સહિત 38 લાખનો મુદ્દામાલ જપ્ત
વડોદરા ગ્રામ્ય LCBએ નેશનલ હાઇવે ઉપર કરજણ ચોકડી પાસે બાતમીના આધારે વોચ ગોઠવી ડાયપરની આડમાં કન્ટેનરમાં લઇ જવાતો 10 લાખથી વધુની કિંમતનો વિદેશી દારુ ઝડપી પાડ્યો છે.
વડોદરા ગ્રામ્ય LCBએ નેશનલ હાઇવે ઉપર કરજણ ચોકડી પાસે બાતમીના આધારે વોચ ગોઠવી ડાયપરની આડમાં કન્ટેનરમાં લઇ જવાતો 10 લાખથી વધુની કિંમતનો વિદેશી દારુ ઝડપી પાડ્યો છે. વિદેશી દારુનો જથ્થો કન્ટેનરમાં ચોરખાનું બનાવી છુપાવવામાં આવ્યો હતો. પોલીસે કન્ટેનર ચાલકની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
ડાયપરના બોક્સની આડમાં દારૂની હેરાફેરીનું કૌભાંડ સામે આવ્યું છે. કરજણ ચોકડી ઓવર બ્રિજ નજીકથી વિદેશી દારુનો જથ્થો ભરેલ ટેન્કર ઝડપાયું છે. 10.71 લાખના દારૂ અને મુદ્દામાલ સહિત કુલ રૂપિયા 38 .84 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ડ્રાઈવર શ્રવણ પ્રજાપતિની ધરપકડ કરવામાં આવી છે. રાજસ્થાનથી બંસીભાઈ નામના ઇસમે માલ મોકલ્યો હોવાની વાત ડ્રાઈવરે કહી છે. કુલ વિદેશી દારૂની પેટીઓ નંગ-175, કુલ બોટલ નંગ-2100 કિ 10,71,840 થાય છે.
ઘોર કળિયુગ! ઉનામાં વિધવા બહેનોનું પેન્શન લોકો ચાઉ કરી ગયા, પૂંજા વંશે કર્યો કૌભાંડનો પર્દાફાશ
ઉનામાં ચોંકાવનારું કૌભાંડ બહાર આવ્યું છે. આ કૌભાંડનો પ્રર્દાફાશ ખુદ ઉનાના ધારસભ્ય પૂંજા વંશે કર્યો છે. ઉનામાં વિધવાઓને મળતી સહાય વિધવાઓના બદલે મામતદારના ડ્રાઈવર અને કોમ્પ્યુટર ઓપરેટર ચાઉ કરતા હોવાના પુરાવા સાથે ધારાસભ્ય પૂંજા વંશે આરોપ લગાવ્યો છે અને બાળ વિકાસમાં ફરિયાદ કરતા ખળભળાટ મચ્યો છે.
પૂંજા વંશના જણાવ્યા મુજબ વિધવાઓને મળતી 12 રૂપિયાની સહાય એકાદ બે વર્ષથી મળી જ નથી. જેની ફરિયાદ પૂંજા ભાઈ સુધી પહોંચતા આખા મામલે તપાસ કરવામાં આવી તો બહાર આવ્યું કે વિધવાઓના બદલે આ સહાય ડ્રાઈવર અને અન્યના એકાઉન્ટમાં જમા થઈ છે. પૂંજા વંશે 4 વિધવાઓના નામ સાથે સમગ્ર મામલે ચોંકાવનારી ફ્રરિયાદ કરી છે અને ભાજપ સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે.
આ સમગ્ર મામલે ઉના મામાલદારે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, પૂંજા ભાઈની ફરિયાદ બાદ તપાસ કરવામાં આવી જેમાં 9 વિધવાઓની સહાય અન્યના ખાતામાં જમા થતી હોવાનું બહાર આવ્યું, લગભગ 2થી અઢી લાખ રૂપિયાની સહાય અન્યના ખાતાઓમાં જમા થઈ છે. આ સમગ્ર મામલે કોમ્પ્યુટર ઓપરેટરે આ કૌભાંડને અંજામ આપ્યું હોવાનું મામાલદારે જણાવ્યું છે. હવે આ મામલે કોમ્પ્યુટર ઓપરેટર વિરુદ્ધ ઉના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ ખુદ મામલતદારે નોંધાવી છે.





















