શોધખોળ કરો

અયોધ્યામાં રામ મંદિર માટે વડોદરામાં બન્યો 1100 કિલો મેટલનો વિશાળ દીવો, એક વર્ષ સુધી પ્રજ્વલિત રહી શકે છે

દીવામાં એક જ વખતમાં 850 કિલોગ્રામ જેટલુ ઘી સમાઈ શકે છે. દીવો પ્રગટાવવા કે, એમા ઘી પુરવા 8 ફૂટની નિસરણી બનાવવામાં આવી છે.

Metal Lamp for Ram Temple: આયોધ્યામાં પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને દેશવાસીઓમાં ઉત્સાહ છે ત્યારે વડોદરાvex અરવિંદ પટેલ નામના ખેડૂતે રામ મંદિરને ભેટ આપવા સવા નવ ફૂટ ઊંચો વિશાળ દીવો બનાવ્યો છે.

22મી જાન્યુઆરીનાં શુભ દિવસે અયોધ્યામાં ભવ્ય રામમંદિરમાં રામલલા બિરાજમાન થવાના છે. વિશ્વભરનાં કરોડો સનાતનીઓ માટે આ દિવસ સૌથી મહત્વનો છે. ભગવાન શ્રી રામનાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પ્રત્યક્ષ કે, પરોક્ષ રીતે સહભાગી થવા માટે અનેક લોકો આગળ આવી રહ્યા છે.

વડોદરાની વાત કરીએ તો શહેરનાં એક રામભક્તે અયોધ્યા મોકલવા માટે 108 ફૂટ લાંબી અગરબત્તી બનાવી છે. આની માહિતી મળતા ભાયલીના ફક્ત 8 ધોરણ ભણેલા અને ખેડૂત અરવિંદભાઈ પટેલને પ્રેરણા મળી હતી કે, જો વડોદરામાંથી 108 ફૂટ લાંબી અગરબત્તી જતી હોય તો એની સાથે એક દીવો પણ અયોધ્યા મોકલવો જોઈએ. પોતાના આ વિચારને વાસ્તવિક સ્વરૂપ આપવા માટે તેમણે વડોદરા જીઆઈડીસીનાં એક કારખાનામાં વિશાળ દીવો બનાવવાની કામગીરી શરૂ કરાવી હતી.

જીઆઈડીસીનાં એક ફેબ્રિકેટરે સૌથી પહેલા તો કાગળ પર દીવાની ડિઝાઈન બનાવી હતી અને ત્યાર પછી એના મટિરિયલનું મોટું લિસ્ટ અરવિંદભાઈને આપ્યુ હતુ. લગભગ ત્રણ ચાર દિવસની દોડધામ બાદ અરવિંદભાઈએ લિસ્ટ પ્રમાણેનો પૂરેપૂરો સામાન ફેક્ટરીમાં આપી દીધો હતો.

આખરે, લગભગ એકાદ સપ્તાહની મહેનત બાદ વિશાળ દીપક આકાર પામ્યો છે. અયોધ્યા મોકલવા માટે બનાવવામાં આવેલા આ ખાસ દીવામાં 1100 કિલો મેટલ વપરાયું છે. એનો ઘેરાવો આઠ ફૂટનો છે. તેના પાયાનો ઘેરાવો લગભગ પાંચ ફૂટનો છે. એની ઉંચાઈ સાડા નવ ફૂટની છે. એક જ વખતમાં આ દીવામાં લગભગ 851 કિલો ઘી સમાઈ શકે છે. દીવાને પ્રગટાવવા માટે 15 કિલોગ્રામની મોટી દીવેટ પ્રગટાવવી પડે છે. દીવાને પ્રગટાવવા માટે 4 ફૂટની મશાલ પણ બનાવવામાં આવી છે અને દીવેટ સુધી પહોંચવા માટે લગભગ 8 ફૂટની અલાયદી સીડી પણ બનાવાઈ છે અને આ દીવો પ્રજ્વલિત થાય તો એક વર્ષ સુધી પ્રજ્વલિત રહી શકે છે.

રામ મંદિર માટે બનાવવામાં આવેલા દીવાને અયોધ્યા મોકલવાની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. દીવાને અયોધ્યાના રામ મંદિરમાં મુકવા માટેની જરૂરી પરમિશનો લેવાઈ રહી છે. જોકે હાલ શહેરમાં આ વિશાળ દીવો આકર્ષણ નું કેન્દ્ર બન્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી

Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી

કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક

રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા

વિડિઓઝ

Silver Price All Time High : ચાંદીનો ભાવ પહોંચ્યો ઓલટાઈમ હાઈ, કેટલો થયો ભાવ?
Harsh Sanghavi : નાયબ મુખ્યમંત્રી સંઘવીએ નામ લીધા વગર મેવાણી પર શું કર્યા પ્રહાર?
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ બુટલેગર
Hun To Bolish : હું તો બોલીશના અહેવાલની અસર, રાજકોટમાં મળી આવ્યા 'ગોગો' પેપર
Hun To Bolish : હું તો બોલીશ : ગંજેડીનો 'ગોગો' બંધ કરો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
ફિલિપાઇન્સની રાજધાનીમાં ભીષણ આગ, 500થી વધુ મકાન બળીને ખાક, પરિવાર થયા બેઘર

OLA, Bajaj, અને Ather ની બાદશાહત ખતમ! ઇલેક્ટ્રિક સ્કૂટર વેંચાણમાં આ કંપની બની નંબર વન

Match Fixing:મેચ ફિક્સિંગના ગુનામાં શું થઇ શકે છે સજા? ભારતીય દંડ સંહિતાની કઈ કલમો થાય છે લાગૂ?

પાકિસ્તાનનો ચોંકાવનારો નિર્ણય, 1947 પછી પહેલીવાર બાળકોને શીખવવામાં આવશે સંસ્કૃત, શાળાઓમાં મળશે ગીતા જ્ઞાન

Embed widget