શોધખોળ કરો
Advertisement

MS યુનિવર્સિટીના પૂર્વ પ્રોફેસરનું કોરોનાથી અમેરિકામાં મોત, પુત્ર-પુત્રવધૂ પણ કોરોનાની ઝપેટમાં
અમેરિકાના ન્યુજર્સી઼માં રહેતા 80 વર્ષીય શરદ પટેલને કોરોના થયો હતો. 30 દિવસ સુધી વેન્ટિલેટર પર રહ્યા પછી તેમનું નિધન થયું છે.

વડોદરાઃ એમ.એસ. યુનિવર્સિટીના પૂર્વ અધ્યાપકનું કોરોનાથી અમેરિકામાં મોત થયું છે. અમેરિકાના ન્યુજર્સી઼માં રહેતા 80 વર્ષીય શરદ પટેલને કોરોના થયો હતો. 30 દિવસ સુધી વેન્ટિલેટર પર રહ્યા પછી તેમનું નિધન થયું છે. મૃતક શરદભાઈના પુત્ર અને પુત્રવધૂને પણ કોરોના થયો છે. નોંધનીય છે કે, હાલ, આખી દુનિયામાં કોરોનાનો કહેર છે.
અમેરિકામાં પણ કોરોનાએ ભારે હાહાકાર મચાવ્યો છે, તેમજ કોરોનાથી અમેરિકામાં હજારોના મોત થયા છે. જેમાં અનેક એનઆરઆઇ અને એનઆરજીનો પણ સમાવેશ થાય છે. ત્યારે વડોદરાના વતની અને એમ.એસ. યુનિવર્સિટીના પૂર્વ અધ્યાપક શરદભાઈ પટેલનું કોરોનાથી મોત થયું હોવાના સામાચાર સામે આવ્યા છે. એટલું જ નહીં, તેમનો દીકરો અને પુત્રવધૂ પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ગુજરાત
દેશ
Advertisement


gujarati.abplive.com
Opinion