Gujarat Gram Panchayat Election: બચ્ચન-શાહરૂખ સાથે કામ કર ચૂકેલી મુંબઈની મોડલ ગુજરાતમાં ક્યા ગામમાં સરપંચ બનવા ઉતરી ચૂંટણીના મેદાનમાં ?
Gujarat Gram Panchayat Election: સંખેડા તાલુકાના કાવીઠા ગામે મોડેલ એશ્રા પટેલે ઉમેદવારી નોંધાવી છે. પોતાના ગામના વિકાસ માટે સરપંચ બનવા માંગે છે
Gujarat Gram Panchayat Election: : મુંબઈની સુપર મોડેલે સરપંચ પદ માટે ઉમેદવારી નોંધાવી છે. સંખેડા તાલુકાના કાવીઠા ગામે મોડેલ એશ્રા પટેલે ઉમેદવારી નોંધાવી છે. પોતાના ગામના વિકાસ માટે સરપંચ બનવા માંગે છે એશ્રા. અનેક મોટી મોટી બ્રાન્ડસ માટે જાહેરાત કરી છે. શાહરુખ ખાન, અમિતાભ બચ્ચન સાથે પણ કામ કર્યું છે.
મહેસાણા જિલ્લાના 10 તાલુકામાં 104 સરપંચ અને 362 સભ્યોની ચૂંટણી યોજાશે. 19મી ડિસેમ્બરે યોજાનાર ગ્રામ પંચાયતની ચૂંટણી માટે તંત્રની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. મહેસાણા જિલ્લાની 10 તાલુકાની 107 ગ્રામ પંચાયતની ચૂંટણી હરીફાઈમાં રહેતા 19મીએ મતદાન યોજાશે. સૌથી વધુ વિજાપુર અને કડીમાં 19-19, મહેસાણામાં 15 સતલાસણામાં 14 ગ્રામ પંચાયતોની તથા સૌથી ઓછી ખેરાલુ તાલુકામાં માત્ર બે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજનાર છે.
આ ચૂંટણીઓ માટે 376 મતદાન મથકો ઉભા કરાયા છે. 4154 મત પેટીઓમાંથી 472 મત પેટીઓ ચૂંટણીમાં વપરાશ થશે. 49 ચૂંટણી અધિકારી 49 મદદનીશ ચૂંટણી અધિકારી તેમજ 2085 પોલિંગ સ્ટાફ છે. કાયદો વ્યવસ્થા માટે 261 પોલિંગ સ્ટાફ કામગીરી બજાવશે.
પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાએ મહત્વની જાહેરાત કરી છે કે રાજ્યની 2,760 ગ્રામ પંચાયતોના નવા પંચાયત ઘર બનશે. પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાએ જાહેરાત કરતાની સાથે જ એ પણ જણાવ્યું હતું કે પંચાયત પાસે પોતાનું મકાન ના હોય કે 25 વર્ષ જૂનું હોય ત્યાં નવા મકાન બનશે. 2,760 પંચાયત ઘર માર્ચ 2022 સુધીમાં તૈયાર કરી દેવામાં આવશે. જેમાં ગામની વસ્તી મુજબ પ્રતિ યુનિટ 14થી 22 લાખનો ખર્ચ થશે. તો બીજી તરફ ચૂંટણી ટાણે થયેલી જાહેરાતથી વિપક્ષ વિરોધ કરી રહ્યું છે અને આ જાહેરાતને ચૂંટણી લક્ષી બતાવી રહ્યું છે.
માર્ચ 2022 સુધીમાં ગ્રામ પંચાયતના નવા બિલ્ડીંગ બનશે. ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે, ત્યારે આજે રાજ્યના કેબિનેટ મંત્રી બ્રિજેશ મેરજાએ મહત્ત્વની જાહેરાત કરી છે. કેબિનેટ મંત્રી બ્રિજેશ મેરજાએ જણાવ્યું કે, પંચાયતી વિભાગ દ્વારા આગામી 31 માર્ચ, 2022 સુધીમાં 2760 જેટલા પંચાયત ઘરો તૈયાર કરવા માટે જિલ્લા વિકાસ અધિકારીઓને સૂચન કરી દેવામાં આવ્યું છે.
જે પંચાયત પાસે પોતાનું મકાન ના હોય કે 25 વર્ષ જૂનું મકાન હોય, ત્યાં નવા મકાન બનાવવામાં આવશે. ગામની વસ્તી મુજબ પ્રતિ યુનિટ 14 થી 22 લાખનો ખર્ચ થશે. આટલું જ નહીં, તલાટીઓ માટે પણ પંચાયતમાં જ ઘર બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.