શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
અમિતાભ બચ્ચન સાથે કામ કરનારા વડોદરાના આ સંગીતકારનું કોરોનાના કારણે થયું નિધન, પત્ની છે સારવાર હેઠળ
બોલીવુડ સાથે સંકળાયેલા ભૂપેન્દ્ર પટેલનું કોરાનાના કારણે નિધન થયું છે. ભૂપેન્દ્ર પટેલ બોલીવુડના ખ્યાતનામ કી બોર્ડ પ્લેયર હતા.
વડોદરાઃ વડોદરામાં કોરોનાના વધતા કેસો વચ્ચે બોલીવુડ સાથે સંકળાયેલા ભૂપેન્દ્ર પટેલનું કોરાનાના કારણે નિધન થયું છે. ભૂપેન્દ્ર પટેલ બોલીવુડના ખ્યાતનામ કી બોર્ડ પ્લેયર હતા. તેમનું કોરોનાથી મોત થતાં સંગીત અને કલા જગતમાં શોક છવાઈ ગયો છે. ભૂપેન્દ્ર પટેલે બોલીવુડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન, પાર્શ્વગાયક શબ્બીર કુમાર, મહાન પાર્શ્વગાયિકા આશા ભોંસલે સહિત અનેક દિગ્ગજો સાથે કામ કર્યું હતું.
ભૂપેન્દ્ર પટેલને કોરોનાવાયરસનો ચેપ લાગતાં હોસ્પિટલમાં ભરતી કરાયા હતા. ભૂપેન્દ્ર પટેલનું કોરોનાથી ગઇકાલે સોમવારે નિધન થયું હતું. ભૂપેન્દ્ર પટેલ છેલ્લા ચાર દિવસથી કરોના સામે જીવનનો જંગ લડતા હતા. તેમને 15 મેના રોજ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ચાર દિવસના જંગ પછી તે મોતને ભેટ્યા છે. ભૂપેન્દ્ર પટેલનાં પત્નીને પણ કોરોનાવાયરસનો ચેપ લાગતાં તે પણ હોસ્પિટલમાં ભરતી થયાં છે. હાલમાં તેમની સારવાર ચાલી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
બોલિવૂડ
આરોગ્ય
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion