Crime NEWS: સાવલીમાં રહસ્યમય કિસ્સો, ઘરેથી બેન્કે જવાનું કહી નીકળેલા યુવકનો મળ્યો મૃતેદેહ
Crime NEWS: વડોદરાના સાવલી તાલુકાથી એક રહસ્યમય ઘટનાના અહેવાલ મળ્યાં છે, અહીં બેન્કે જવા નીકળેલા યુવકનો નદી કિનારે મળ્યો મૃતદેહ

Crime NEWS: વડોદરાના સાવલી તાલુકામાં યુવક ઘરેથી બેન્કે જવાનું કહીને નીકળ્યો હતો પરંતુ તે ઘરે પરત ન ફર્યાં અને મહિસાગર નદી કિનારે તેમનો ઇજાગ્રસ્ત અવસ્થામાં મૃતદેહ મળ્યો હતો. આ યુવકની ઓળખ પ્રવિણ વાઘેલા તરીકે થઇ છે.
સમગ્ર ઘટના વિશે વાત કરીએ તો વડોદરાના સાવલી તાલુકાના લાંછનપુરા ગામની આ ઘટના છે. અહીં લાંછનપુરા ગામના વિસ્તારમાં મહીસાગર નદી કિનારે તેમનો મૃતદેહ મળ્યો હતો. મૃતકની ઓળખ પ્રવિણ વાઘેલા તરીકે થઇ છે. તેઓ વડોદરાના કારેલીબાગના રહેવાસી છે. તેઓ ઘરેથી બેન્કે જવાનું કહીને નીકળ્યાં હતા પરંતુ કમનસીબે તેઓ 2 દિવસ સુધી ઘરે પરત ન ફર્યાં અને તમને મૃતહેદ મહિસાગર નદી કિનારે મળ્યો હતો. મૃતક પ્રવિણસિંહના શરીર અને માથાના ભાગે ઈજાના નિશાન જોવા મળ્યા હતા. પોલીસ મૃતકની હત્યા કે આત્મહત્યા બંને દિશામાં તપાસ શરૂ કરી છે.
વડોદરાના વાઘોડિયામાં પતિ પર લાગ્યો પત્નીની હત્યાનો આરોપ
વડોદરાના વાઘોડિયામાં પતિ પર પત્નીની હત્યાનો આરોપ લાગ્યો છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો શ્રી પોર ટીંબી ગામે ઘરકામને લઈ તકરાર થયા બાદ પતિએ પત્નીની હત્યા કરી હોવાનો આરોપ છે.પરિણીતાના પિતાએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. મૃતક પુત્રીના પિતાની ફરિયાદ બાદ પોલીસે ગણતરીની કલાકમાં જ આરોપી પતિ પુનમભાઈ મકવાણાની ધરપકડ કરી લીધી છે અને સમગ્ર તપાસ હાથ ધરી છે.
વલસાડમાં બે યુવતીની સામૂહિક આત્મહત્યા
વલસાડના કપરાડા તાલુકાના વારણા ગામમાં ઝાડની ડાળીએ ફાંસો ખાધેલી હાલતમાં 2 યુવતીઓના મૃતદેહ મળી આવ્યા હતા. સ્થાનિકોએ જ્યારે આ બંને યુવતીના મૃતદેહ જોયા તો પોલીસને માહિતી આપી હતી ત્યારબાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યાં હતા. કપરાડા પોલીસે આત્મહત્યા કે હત્યા બંને દિશામાં તપાસ શરૂ કરી છે.
સુરેન્દ્રનગરના વઢવાણમાં યુવતીની હત્યાના કેસમાં તપાસ
સુરેન્દ્રનગરના વઢવાણમાં યુવતીની હત્યાના કેસમાં તપાસ શરૂ કરાઇ છે. હત્યા બાદ આરોપીએ દુધરેજ કેનાલમાં છરી ફેંકી દીધી હતી. છરીને શોધવા માટે પોલીસે સ્કૂબા ડાઈવર્સની મદદ લીધી હતી.પ્રેમ પ્રકરણમાં છરીના ઘા ઝીંકી યુવતીની હત્યા કરી દીધી હોવાનું સામેલા આવ્યું છે.





















