શોધખોળ કરો
Advertisement
મધ્ય ગુજરાતની આ પાલિકામાં એક જ સભ્ય હોવા છતાં NCPને મળી સત્તા, જાણો કઈ રીતે?
લુણાવાડા પાલિકા પ્રમુખ તરીકે બ્રીંદાબેન શુક્લ ( એન.સી.પી ) તેમજ મીનાબેન પંડ્યા( કોંગ્રેસ ) ઉપપ્રમુખ તરીકે વરણી પામ્યા છે.
લુણાવાડાઃ ગુજરાતમાં આજે અનેક પાલિકાઓની અઢી વર્ષની ટર્મ પૂરી થતાં ફરીથી પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજવામાં આવી હતી. ત્યારે મધ્ય ગુજરાતમાં મહીસાગરની લુણાવાડા પાલિકાથી મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં કોંગ્રેસ અને ભાજપના બળવાખોર સભ્યના ટેકાથી એનસીપીના ઉમેદવાર પ્રમુખ બન્યા છે. અહીં એ વાત મહત્વની છે કે, લુણાવાડા પાલિકામાં એનસીપીની એક જ બેઠક હોવા છતાં ઉમેદવાર પ્રમુખ બન્યા છે.
પાલિકા પ્રમુખ તરીકે બ્રીંદાબેન શુક્લ ( એન.સી.પી ) તેમજ મીનાબેન પંડ્યા( કોંગ્રેસ ) ઉપપ્રમુખ તરીકે વરણી પામ્યા છે. કુલ 28 સભ્યોની નગરપાલિકામાં ભાજપના 11, કોંગ્રેસના 14 સભ્યો છે. આ ઉપરાંત 2 અપક્ષ અને એક એનસીપીના સભ્ય છે. જેમાં 19 વિરૂદ્ધ 9 મુજબ જીત મેળવી એન.સી.પી ઉમેદવારે બાજી જીતી છે. કોંગ્રેસ , અપક્ષ અને ભાજપના ત્રણ બળવાખોરના ટેકાથી એન.સી.પીએ બાજી મારી છે.
આ ઉપરાંત ત્યારે ભાજપ માટે બે પાલિકાથી માઠા સમાચાર સામે આવ્યા છે. ખેડબ્રહ્મા અને ભાવનગરની તળાજા પાલિકા કોંગ્રેસે ભાજપ પાસેથી આંચકી લીધી છે. તળાજા પાલિકામાં 25 વર્ષી પછી કોંગ્રેસે સત્તા હાંસલ કરી છે. તળાજા પાલિકાના પ્રમુખ તરીકે વિનુભાઈ વેગડ અને ઉપપ્રમુખ તરીકે શક્તિસિંહ વાળાની વરણી કરવામાં આવી છે. ખેડબ્રહ્મા પાલિકાની સત્તા કોંગ્રેસે હાંસિલ કરી છે. પાલિકા પ્રમુખ તરીકે સાગર દેસાઈ અને ઉપપ્રમુખ તરીકે જીગ્નેશ જોશીની વરણી કરાઈ છે. મહત્વની વાત એ છે કે, 14 ભાજપ અને 14 કોંગ્રેસના સભ્યો હતા. જોકે, ભાજપના બે સભ્યો ગેર હાજર રહેતા કોંગ્રેસે સત્તા મેળવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
આરોગ્ય
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion