Panchmahal : ભાવી પતિએ યુવતીને રાતે ખેતરમાં મળવા બોલાવી, પાસે ખેંચી શારીરિક સંબંધ બાંધવા કર્યો પ્રયાસ, પણ...
ગત ગુરુવારે રાતે કાલોલના રાયસિંગપુરાની યુવતીની ખેતરમાંથી ગળુ કાપેલી હાલતમાં લાશ મળી આવી હતી. વેજલપુર પોલીસે ગુનો નોંધી બે જ દિવસમાં હત્યાનો ભેદ ઉકેલીને હત્યાના મંગેતરને ઝડપી લીધો હતો. યુવતીની 15 દિવસ પહેલા જ મહાદેવીયા ગામના યુવક સાથે સગાઈ થઈ હતી અને 23મી મેના રોજ બંનેના લગ્ન થવાના હતા. પોલીસે યુવકની કડક પૂછપરછ કરતાં તેણે જ ભાવી પત્નીની હત્યા કરી હોવાની કબૂલઆત કર્યું હતું. યુવકે જણાવ્યું હતું કે, ભાવી પત્ની
કાલોલઃ પંચમહાલ જિલ્લામાં યુવકે લગ્નના 17 દિવસ પહેલા જ ભાવી પત્નીની હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. યુવતી સાથે દાગીના અને શારીરિક સંબંધ મુદ્દે તકરાર થતા ઉશ્કેરાયેલા મંગેતરે ચપ્પુના ઘા મારીને યુવતીની હત્યા કરી નાંખી હતી. વેજલપુર પોલીસે હત્યા યુવકની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ગત ગુરુવારે રાતે કાલોલના રાયસિંગપુરાની યુવતીની ખેતરમાંથી ગળુ કાપેલી હાલતમાં લાશ મળી આવી હતી. વેજલપુર પોલીસે ગુનો નોંધી બે જ દિવસમાં હત્યાનો ભેદ ઉકેલીને હત્યાના મંગેતરને ઝડપી લીધો હતો. યુવતીની 15 દિવસ પહેલા જ મહાદેવીયા ગામના યુવક સાથે સગાઈ થઈ હતી અને 23મી મેના રોજ બંનેના લગ્ન થવાના હતા.
પોલીસે યુવકની કડક પૂછપરછ કરતાં તેણે જ ભાવી પત્નીની હત્યા કરી હોવાની કબૂલઆત કર્યું હતું. યુવકે જણાવ્યું હતું કે, ભાવી પત્ની વારંવાર દાગીના અને મોબાઇલની માંગ કરતી હતી. તેમજ શારીરિક સંબંધ માટે પણ ઇનકાર કરતી હતી. ગત 6 મે રોજ રાતે યુવકે ભાવી પત્નીને ખેતરમાં મળવા માટે બોલાવી હતી. અહીં યુવકે ભાવી પત્નીને નજીક ખેંચવાનો પ્રયાસ કરતાં તેને દૂર ધકેલી દીધો હતો.
તેમજ ભાવી પતિને યુવતીએ ફરીથી દાગીનાની માંગ કરી હતી અને બાયલો કહ્યો હતો. જેથી ઉશ્કેરાયેલા યુવકે ફરીથી તેને પાસે ખેંચી શારીરિક સંબંધ બાંધવા પ્રયાસ કર્યો હતો. જોકે, ભાવી પત્ની ધક્કો મારી દૂર જતી રહી હતી. આમ, બંને વચ્ચે તકરાર થતાં ઉશ્કેરાયેલા યુવકે ચાકુ કાઢી ભાવી પત્નીના ગળા પર ફેરવી દેતા તેનું મોત નીપજ્યું હોવાની કબૂલાત યુવકે કરી હતી.